આમ આદમી પાર્ટી સરકાર હેઠળ ચાલતી પંજાબ પોલીસે દિલ્હી આવીને બે પત્રકારોની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ લાગ્યો છે. ‘ધ ન્યૂ ઈન્ડિયન’ મીડિયા આઉટલેટ ચલાવતા પત્રકારો રોહન દુઆ અને આરતી ટીકુ સિંઘે એક્સના માધ્યમથી આ જાણકારી આપી છે.
વાસ્તવમાં ‘ધ ન્યૂ ઈન્ડિયન’ પર એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં કથિત રીતે પંજાબ પોલીસના એક IPS અધિકારીનું કોલ રેકોર્ડિંગ હતું અને તેમાં તે અમુક આપત્તિજનક ચર્ચા કરતો સંભળાયો હતો. આરતી ટીકુનો દાવો છે કે મીડિયા સંસ્થાએ આ રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ પંજાબ પોલીસે તેમની ધરપકડ કરવાના અને કેસમાં ફસાવવાના પ્રયાસો કર્યા, પરંતુ દિલ્હી પોલીસના હસ્તક્ષેપના કારણે તેમ થઈ ન શક્યું.
પત્રકારે એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું, “ન્યૂ ઈન્ડિયને પંજાબમાં ચાલતા સેક્સ સ્કેન્ડલ અને ડ્રગ નેક્સસનો પર્દાફાશ કર્યા બાદ અમને ફસાવવા માટેના પંજાબ પોલીસ અને DGP પંજાબના પ્રયાસોને નિષ્ફળ બનાવવા બદલ અને અમારી ત્વરિત મદદ કરવા બદલ ગૃહમંત્રાલય, અમિત શાહ, દિલ્હી પોલીસ અને પોલીસ કમિશરનો આભાર.”
Why Punjab Police wants to arrest Aarti Tikoo Singh and Rohan Dua?
— Aarti Tikoo Singh (@AartiTikoo) April 9, 2025
Dear fellow citizens of India,
A while ago, a Punjab police source informed my staff @TheNewIndian_in that certain individuals in @PunjabPoliceInd plan to arrest me and my colleague @rohanduaT02 TONIGHT and… pic.twitter.com/9Lkun3GHok
અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, ન્યૂ ઈન્ડિયને IPS અધિકારીની સેક્સ સ્કેન્ડલમાં કથિત સંડોવણી ઉજાગર કર્યા બાદ પંજાબ પોલીસનાં અમુક સૂત્રોએ તેમને અમુક અધિકારીઓ તેમની અને તેમના પત્રકાર સાથી રોહન દુઆની ધરપકડ કરવાનો પ્લાન બનાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે, તેમની ટીમે ક્યાંય અધિકારીનું નામ લીધું ન હોવા છતાં આ IPS અધિકારી, દિલ્હીના AAPના એક પૂર્વ ધારાસભ્ય અને એક શરાબ કૌભાંડના આરોપીએ સતત તેમની ટીમ પર સ્ટોરી ડિલીટ કરવા માટે અને એક્સ પરથી પોસ્ટ હટાવી લેવા માટે દબાણ કરવાનું ચાલુ રાખ્યું હતું.
આરતીએ આગળ લખ્યું કે, આ સ્કેન્ડલની તપાસ કરવાના સ્થાને, આવા બનાવો બનતા રોકવાના સ્થાને અને અધિકારીઓ દ્વારા થતા સેક્સ ટ્રાફિકિંગને અટકાવવા માટે પગલાં લેવાના સ્થાને પંજાબ પોલીસ મારા અને રોહન જેવા પત્રકારોને હેરાન કરવામાં વ્યસ્ત છે. તેમણે પોસ્ટમાં ભગવંત માન, કેજરીવાલ અને આતિશી વગેરે નેતાઓને ટેગ કરીને પ્રશ્ન કર્યો કે શું પત્રકારોને કોઈ ડર વગર કામ કરવાની સ્વતંત્રતા પણ નહીં મળે?
નોંધવું જોઈએ કે તાજેતરમાં જ ‘ધ ન્યૂ ઈન્ડિયન’ પર અમુક ઓડિયો ક્લિપ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં એક IPS અધિકારી અને એક મહિલા વચ્ચેની વાતચીત સંભળાય છે. રેકોર્ડિંગમાં અધિકારી મહિલાને એસ્કોર્ટની વ્યવસ્થા કરવા માટે કહે છે અને બંને વચ્ચે કિંમત પણ ચર્ચાય છે.
SEX SCANDAL Part 2 | Punjab IPS Officer's Leaked Audio?
— The New Indian (@TheNewIndian_in) April 9, 2025
This conversation awkwardly veers towards female’s outfits and her photographs to be shared
"..Jake abhi uniform change karni hai…karti hoon,” female
The male officer, retorts, ”Poora ka poora….bhejna”
Expose continues pic.twitter.com/0pzLHvfiES
અન્ય એક ક્લિપમાં કથિત રીતે આ જ IPS અધિકારી એક મહિલા સાથે વાતચીત દરમિયાન તેણે નગ્ન તસવીરો મોકલવા માટે કહે છે. મહિલા જવાબ આપે છે કે તે યુનિફોર્મ બદલ્યા બાદ મોકલશે. સામેની વ્યક્તિ કહે છે કે ફોટા વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવે. ‘ન્યૂ ઈન્ડિયન’ દ્વારા આ અહેવાલોમાં ક્યાંય પણ IPS અધિકારીની ઓળખ છતી કરવામાં આવી નથી.