Saturday, February 1, 2025
More
    હોમપેજરાજકારણમોંઘીદાટ ગાડીઓ માટે કરોડો ફૂંકી માર્યા, પણ ફોરેન્સિક લેબ માટે ખૂટે છે...

    મોંઘીદાટ ગાડીઓ માટે કરોડો ફૂંકી માર્યા, પણ ફોરેન્સિક લેબ માટે ખૂટે છે ભંડોળ: હાઇકોર્ટે પંજાબની AAP સરકારને લગાવી ફટકાર, માંગ્યો જાહેરાતો પાછળ કરેલા ખર્ચનો હિસાબ

    એક કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એક સીડી તપાસ માટે આપી હતી. ત્યારબાદ આ સીડી સેન્ટ્રલ ફોરેન્સિક ચંદીગઢ મોકલવામાં આવી હતી. પરંતુ ઘણા સમય પછી પણ જ્યારે તેનો તપાસ રિપોર્ટ ન આવ્યો ત્યારે કોર્ટે વિલંબને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

    - Advertisement -

    એક કેસની સુનાવણી દરમિયાન પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારને ફટકાર લગાવીને તેમણે સરકારી જાહેરાતો પાછળ કરેલા ખર્ચની વિગતો મંગાવી છે. વાસ્તવમાં એક કેસ સાંભળતી વખતે ફોરેન્સિક લેબનો મામલો સામે આવ્યો હતો. ફોરેન્સિક વિભાગે જણાવ્યું હતું કે તેમની લેબ પાસે અમુક સાધનોની અછતના કારણે કેસની તપાસમાં સમય લાગ્યો હતો. ત્યારબાદ કોર્ટે સરકારના ખર્ચ પર સવાલો ઉઠાવ્યા અને વિગતો મંગાવી હતી.

    કેસની વિગતો એવી છે કે, પંજાબ પોલીસે વર્ષ 2023માં ડ્રગ્સ સંબંધિત એક કેસમાં વિનય કુમાર નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. વિનયના વકીલે દાવો કર્યો હતો કે પોલીસે તેની ધરપકડ 16 સપ્ટેમ્બર, 2023ના રોજ બતાવી છે, પરંતુ વાસ્તવમાં તેની 14 તારીખે તેના મિત્રના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ સાબિત કરવા માટે તેણે ઘરના CCTV ફૂટેજ પણ CD બનાવીને કોર્ટને આપી હતી.

    હાઇકોર્ટે આ સીડી તપાસ માટે આપી હતી. ત્યારબાદ આ સીડી સેન્ટ્રલ ફોરેન્સિક ચંદીગઢ મોકલવામાં આવી હતી. પરંતુ ઘણા સમય પછી પણ જ્યારે તેનો તપાસ રિપોર્ટ ન આવ્યો ત્યારે કોર્ટે વિલંબને લઈને સવાલ ઉઠાવ્યા હતા. બીજી તરફ હાઇકોર્ટે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી કે પંજાબની ચાર ફોરેન્સિક લેબમાં સીડી ટેસ્ટિંગ જેવી સુવિધાઓ પણ નથી. દરમ્યાન ભગવંત માન સરકારે કોર્ટને કહેવાનો પ્રયાસ કર્યો કે તેમણે બધી લેબને અપગ્રેડ કરવા માટે ઘણું ફંડ મંજૂર કર્યું છે, પરંતુ તે જ સમયે સરકારે એ પણ સ્વીકાર્યું કે તેમની પાસે હજુ સુધી સીડી ટેસ્ટિંગ કરવા જેટલી પણ સુવિધા નથી.

    - Advertisement -

    મામલે હાઇકોર્ટે ભગવંત માન સરકારને પૂછ્યું હતું કે તે રાજ્યની ફોરેન્સિક લેબને કેમ અપગ્રેડ નથી કરી રહી અને આ કામ માટે તેને કેટલો સમય જોઈએ છે. આ સંદર્ભમાં પંજાબમાં ફોરેન્સિક વિભાગના વડા અશ્વિની કાલિયા અને રાજ્યના મુખ્ય સચિવે 21 જાન્યુઆરી, 2025ના રોજ જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે વિડીયો તપાસ માટે ખરીદેલા ફોરેન્સિક સાધનો અંગે ફોરેન્સિક વિભાગે કરેલી કાર્યવાહીની વિગતો આપી હતી.

    આ માહિતીમાં તેમણે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં 9 જાન્યુઆરી, 2025ના રોજ એક બેઠક યોજાઈ હતી અને 4 અઠવાડિયામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ વિડીયો ચેકિંગ સાધનો ફક્ત એક જ લેબ માટે ખરીદવામાં આવશે. કાલિયાએ કહ્યું હતું કે ભગવંત માન સરકાર પાસે બાકીની ત્રણ લેબને અપગ્રેડ કરવા માટે પૈસા નથી અને આ માટે કોઈ બજેટ પણ આપવામાં આવ્યું નથી. ત્યારે આ અંગે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે તેમને રાજ્ય સરકાર પાસેથી આવા જવાબની અપેક્ષા નહોતી.

    કેસની સુનાવણી કરતા જસ્ટિસ મુદગીલે કહ્યું, “જો રાજ્ય સરકારે આધુનિક તપાસ/નવી ટેકનોલોજીથી સજ્જ થવાની તૈયારી બતાવી હોત તો આ ડિજિટલ યુગ અને A ના યુગમાં બજેટ 1-2 દિવસમાં કે થોડા કલાકોમાં પણ મંજૂર થઈ શક્યું હોત.” પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ભંડોળના અભાવ પર રોદણાં રડી રહેલ ભગવંત માનની સરકારને પૂછ્યું કે સરકાર આ દરમિયાન જાહેરાતો પર કેટલો ખર્ચ કરી રહી છે.

    કોર્ટે માંગી ખર્ચની વિગતો

    હાઇકોર્ટે સરકારને એપ્રિલ 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે જાહેરાતો પર ખર્ચાયેલા નાણાંની વિગતો એક અઠવાડિયામાં આપવા જણાવ્યું હતું. હાઈકોર્ટે કહ્યું, “રાજ્ય સરકારને, તેના મુખ્ય સચિવના માધ્યમથી ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 01 એપ્રિલ, 2024થી 20 જાન્યુઆરી, 2025 સુધી સરકારના કામ અને સિદ્ધિઓ અંગેના વિજ્ઞાપનોના પ્રકાશન અને પોલીસ અધિકારીઓ માટે ખરીદવામાં આવેલી ગાડીઓ પર કરવામાં આવેલ ખર્ચનો વિગતો આપવાનો આદેશ આપવામાં આવે છે.

    મંત્રીઓને આપાઈ 20 ગાડીઓ

    એક તરફ પંજાબ સરકાર અપરાધ નિયંત્રણ માટે જરૂરી ફોરેન્સિક લેબ માટે ભંડોળનો અભાવ હોવાનું જણાવી રહી છે અને બીજી તરફ સરકારે જ 2024માં મંત્રીઓને 20 ગાડીઓ આપી હતી. ભગવંત માનની સરકારના 15 મંત્રીઓમાંથી 10 મંત્રીઓના કાફલાઓ માટે જાન્યુઆરી 2024માં 1-1 ઇનોવા અને 1-1 બોલેરો આપવામાં આવી હતી જેની કિંમત લગભગ ₹4 કરોડ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પંજાબ સરકારે તાજેતરમાં પોલીસ માટે 100થી વધુ ટોયોટા હાઇલક્સ ગાડીઓ પણ ખરીદી હતી.

    જેના માટે સરકારે દલીલ કરી હતી કે આ ગાડીઓ નવી ફોર્સ માટે છે. મોંઘી કાર ખરીદવાનો મામલો ફક્ત મંત્રીઓ અને પોલીસ પૂરતો મર્યાદિત નથી. ડિસેમ્બર 2024માં જ સમાચાર આવ્યા કે મુખ્યમંત્રી ભગવંત માન માટે નવી લેન્ડ ક્રુઝર ગાડીઓ ખરીદવાની છે. અગાઉ સપ્ટેમ્બર 2023માં પંજાબ સરકારે 10-સીટર વિમાન માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. રાજ્ય સરકાર પાસે પહેલેથી જ હેલિકોપ્ટર છે ત્યારે આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જોકે વિરોધને પગલે તેને મુલતવી રાખવામાં આવ્યું હતું. આ માહિતી આપનાર RTI એક્ટિવિસ્ટને પણ પોલીસે ધમકી આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં