અબ્દુલ રશીદના ઘરમાં બ્લાસ્ટ થયો, મહારાષ્ટ્રના પુણેમાં એક એપાર્ટમેન્ટમાં બ્લાસ્ટ થયાના સમાચાર છે. વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્ફોટ બાદ પોલીસે અબ્દુલ રશીદ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. અબ્દુલ એ જ એપાર્ટમેન્ટમાં વોશિંગ મશીન બનાવવાનું કામ કરે છે. અબ્દુલ રશીદના ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના રવિવાર (12 જૂન 2022)ની છે.
Blast in a house in Bhawani Peth, Pune, where ‘washing machines’ were being repaired. Suspect Rashid Sheikh arrested. pic.twitter.com/AQyOBudUy0
— Abhijit Majumder (@abhijitmajumder) June 12, 2022
ANI અનુસાર, ઘટના સ્થળ વિશાલ સોસાયટી નામની જગ્યા છે જે પુણેના ભવાની પેઠમાં છે. આ સ્થળ સમર્થ નગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવે છે. વિસ્ફોટની પુષ્ટિ કરતા પોલીસ સ્ટેશનના સીનીયર ઇન્સ્પેકટર વિષ્ણુ તામ્હાણેએ જણાવ્યું હતું કે, “આ એક ઓછી તીવ્રતાનો વિસ્ફોટ હતો જે વોશિંગ મશીન બનાવવા દરમિયાન થયો હતો.” અન્ય એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “પૂછપરછ દરમિયાન, રાશિદ શેખ તેને વોશિંગ મશીન રિપેરિંગ દરમિયાન બ્લાસ્ટ હોવાનું જણાવી રહ્યો છે પરંતુ અમે તેની પાછળના વાસ્તવિક કારણોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ.”
Maharashtra | A low-intensity explosion took place yesterday while repairing a washing machine in a flat of a housing society in Bhawani Peth area of Pune city. no casualties were reported in the incident: Vishnu Tamhane, Sr inspector, Samarth Nagar PS pic.twitter.com/Zr20ho2Lw9
— ANI (@ANI) June 12, 2022
અન્ય એક અહેવાલ મુજબ, કસ્ટડીમાં લેવામાં આવેલા રાશિદ શેખની ઉંમર 45 વર્ષની આસપાસ છે. તે વિશાલ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો હતો. આ એપાર્ટમેન્ટમાંથી તે વોશિંગ મશીન બનાવવાનો ધંધો કરતો હતો. તેના ઘણા સંબંધીઓ પુણેમાં પણ રહે છે. વિસ્ફોટનો અવાજ ઘણા દૂર સુધી સંભળાયો હતો અને ત્યારપછી ઘણા લોકોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. ત્યાર બાદ તાત્કલિક ધોરણે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.
આરોપીનું આખું નામ રાશિદ મોહમ્મદ અલી શેખ છે. તે એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતો હતો. બ્લાસ્ટ બાદ સમગ્ર એપાર્ટમેન્ટમાં હાહાકાર મચી ગયો હતો. લોકો દ્વારા પૂછવા પર તેણે જણાવ્યું કે ગેસ ભરવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણેની મુલાકાતે આવી રહ્યા છે. જે કારણે પોલીસ આ સમગ્ર મામલાની ખૂબ જ ઝીણવટથી તપાસ કરી રહી છે. રશીદ શેખ પાસેથી 3 થી 4 સિમ કાર્ડ મળી આવ્યા છે. પોલીસે શેખનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો છે.
બ્લાસ્ટ વાળી જગ્યાની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવશે. આ ઘટનાની સમગ્ર તપાસ ઉચ્ચઅધિકારીઓની નજર હેઠળ કરવામાં આવી રહી છે. હાલ ચાલી રહેલા ઈશનિંદા વિવાદ અને તેના કારણે થઇ રહેલી દેશ ભરમાં હિંસાઓ વચ્ચે આ બ્લાસ્ટની ઘટના દેશની સુરક્ષા બાબતે ચિંતાજનક બાબત કહી શકાય.