Thursday, September 19, 2024
More
    હોમપેજદેશUPSCના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદનની નિયુક્તિ: આંધ્ર પ્રદેશ કેડરના IAS, સરકારી...

    UPSCના નવા અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદનની નિયુક્તિ: આંધ્ર પ્રદેશ કેડરના IAS, સરકારી વહીવટનો 37 વર્ષનો અનુભવ; રહી ચૂક્યા છે વિશ્વ બેન્કના સલાહકાર

    પ્રીતિ સુદન મૂળ હરિયાણાના છે અને વર્ષ 1983માં તેમણે UPSC પરીક્ષા પાસ કરી હતી. તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી (London School Of Economics) અર્થશાસ્ત્રમાં M.Philની પદવી ધરાવે છે.

    - Advertisement -

    યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના (UPSC) અધ્યક્ષ તરીકે પ્રીતિ સુદનની  (Preeti Sudan) નિમણૂક કરવામાં આવી છે. પ્રીતિ સુદન (સુદાન) આંધ્ર પ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. સુદન અગાઉ UPSC સભ્ય પણ હતા. જુલાઈ 2020માં કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે નિવૃત્ત થયેલા સુદનને સરકારી વહીવટના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 37 વર્ષનો અનુભવ છે.

    ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના (UPSC) પૂર્વ અધ્યક્ષ મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થતા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. 1 ઓગસ્ટથી પ્રીતિ સુદન UPSCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.

    પ્રીતિ સુદને મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલય ઉપરાંત ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે પણ કામ કર્યું છે. તેઓ જુલાઈ 2020માં કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા હતા. UPSCમાં જોડાયા બાદ તેમણે ઘણા મહત્વના નિર્ણયોમાં મહત્વનો અભિપ્રાય આપ્યો હતો. તેમનું કાર્ય અને અનુભવ જોતાં તેમણે UPSC અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    પ્રીતિ સુદન મૂળ હરિયાણાના છે અને વર્ષ 1983માં તેમણે UPSC પરીક્ષા પાસ કરી હતી. તેઓ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી (London School Of Economics) અર્થશાસ્ત્રમાં M.Philની પદવી ધરાવે છે. ઉપરાંત સામાજિક નીતિ અને આયોજનમાં M.Sc. ડિગ્રી મેળવી છે. તેમણે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ કાર્યક્રમમાં અગ્રણી ભૂમિકા ભજવી છે.

    મહત્વની બાબત છે કે સુદને વિશ્વ બેંકના સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. તેઓ તમાકુ નિયંત્રણ પરના ફ્રેમવર્ક કન્વેન્શનના COP-8 ના અધ્યક્ષ રહી ચૂક્યા છે. માતા, નવજાત અને બાળ સ્વાસ્થ્ય માટે ભાગીદારીના વાઇસ-ચેરમેન જેવા મહત્વના હોદ્દા પણ સાંભળી ચૂક્યા છે. તે ગ્લોબલ ડિજિટલ હેલ્થ પાર્ટનરશિપના (Global Digital Health Partnership) અધ્યક્ષ અને કોરોના મહામારીની તૈયારી અને પ્રતિભાવ માટે WHOની સ્વતંત્ર પેનલના સભ્ય પણ હતા. અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પહેલા, સુદન 29 નવેમ્બર, 2022 ના રોજ UPSCમાં સભ્ય તરીકે કામ કરી રહ્યા હતા.

    નોંધનીય છે કે પ્રીતિ સુદનના પ્રયાસોને કારણે નેશનલ મેડિકલ કમિશનની (National Medical Commission) રચના અને ઈ-સિગારેટ (E-Cigaratte) પર પ્રતિબંધ જેવા મહત્વના કાયદા બનાવવામાં આવ્યા હતા. તેમણે આયુષ્માન ભારત જેવા ફ્લેગશિપ કાર્યક્રમો શરૂ કરવા સહિત અનેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ યોગદાન આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં