Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ10 વર્ષ પહેલાં આજના જ દિવસે લૉન્ચ થઈ હતી પ્રધાનમંત્રી જન ધન...

    10 વર્ષ પહેલાં આજના જ દિવસે લૉન્ચ થઈ હતી પ્રધાનમંત્રી જન ધન યોજના, અત્યાર સુધી 53 કરોડ લોકો લઈ ચૂક્યા છે લાભ: PM મોદીએ કહ્યું- આજનો દિવસ ઐતિહાસિક

    જન ધન ખાતાં તમામ બેન્કોમાં ખોલાયેલા સેવિંગ એકાઉન્ટ્સથી ઘણી રીતે અલગ હોય છે અને તેના લાભ પણ ઘણા છે. જન ધન ખાતામાં જમા રકમ પર માત્ર વ્યાજ જ મળતું નથી, પરંતુ આ ખાતું ખોલવાથી ખાતાધારકને ₹1 લાખનો અકસ્માત વીમો પણ મળે છે.

    - Advertisement -

    ‘પ્રધાનમંત્રી જન ધન યોજના’નાં (PMJDY) 10 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. વડાપ્રધાન મોદીના પહેલા કાર્યકાળ દરમિયાન 28 ઑગસ્ટ, 2014ના રોજ ગરીબોને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ યોજનાની શરૂઆત થઈ હતી. 28 ઑગસ્ટ, 2024ના રોજ તેના 10 વર્ષ પૂર્ણ થયાં છે. યોજનાના કારણે આ એક દાયકામાં ઘણું પરિવર્તન પણ જોવા મળ્યું છે. એક સમયે જે અશક્ય લાગતું હતું તે કામ નરેન્દ્ર મોદી સરકારે પાર પાડ્યું હતું અને દેશના કરોડો નાગરિકોએ આ યોજનાનો લાભ લઈને બેન્કમાં ખાતાં ખોલાવ્યાં હતાં. જેના કારણે સરકારી યોજનાના લાભો સીધા તેમના સુધી પહોંચતા થયા. યોજનાનાં 10 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ આ સમયને ઐતિહાસિક ગણાવ્યો છે.

    બુધવારે (28 ઑગસ્ટ) ‘પ્રધાનમંત્રી જન ધન યોજના‘નાં 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન મોદીએ શુભકાનાઓ આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે.” તેમણે તમામ લાભાર્થીઓને શુભકામનાઓ આપતાં કહ્યું હતું કે, “આ યોજનાને સફળ બનાવવા માટે દિવસ-રાત કામ કરનારા તમામ લોકોને પણ ખૂબ-ખૂબ શુભકામનાઓ. જન ધન યોજના કરોડો દેશવાસીઓ, ખાસ કરીને આપણાં ગરીબ ભાઈઓ-બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને સન્માન સાથે જીવન જીવવાની તક આપવામાં સફળ રહી છે.”

    PM મોદીએ પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં દર્શાવાયું છે કે, હમણાં સુધી દેશમાં ખોલવામાં આવેલાં જન ધન ખાતાં સંખ્યા વધીને 53 કરોડને પાર થઈ ગઇ છે.

    - Advertisement -

    જન ધન ખાતામાં શું થાય છે લાભ?

    જન ધન ખાતા તમામ બેન્કોમાં ખોલાયેલા સેવિંગ એકાઉન્ટ્સથી ઘણી રીતે અલગ હોય છે અને તેના લાભ પણ ઘણા છે. જન ધન ખાતામાં જમા રકમ પર માત્ર વ્યાજ જ મળતું નથી, પરંતુ આ ખાતું ખોલવાથી ખાતાધારકને ₹1 લાખનો અકસ્માત વીમો પણ મળે છે. એટલું જ નહીં, તેમાં ₹30,000નું લાઈફ કવર પણ ઉપલબ્ધ છે. બેન્ક ખાતાઓથી વિપરીત જન ધન ખાતામાં લઘુત્તમ બેલેન્સની કોઈ મર્યાદા નથી હોતી. પરંતુ, લાભાર્થીઓને ₹10,000ની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળે છે.

    નોંધનીય છે કે, વર્ષ 2014માં મોદી સરકારે જન ધન યોજનાની શરૂઆત તે લક્ષ્ય સાથે કરી હતી કે, દેશના દરેક વ્યક્તિ સુધી બેન્ક સર્વિસિસનો લાભ પહોંચે. તે માટેનું ખાતું ખોલાવવું પણ ખૂબ સરળ છે. કોઈપણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ ખાતું ખોલવવા માટેનું આવેદન કરી શકે છે. અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ હોવી અનિવાર્ય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં