Tuesday, April 23, 2024
More
  હોમપેજદેશ51 કરોડ એકાઉન્ટ, 35 કરોડ RuPay કાર્ડ, ₹2 લાખ કરોડ ડિપોઝીટ: PM...

  51 કરોડ એકાઉન્ટ, 35 કરોડ RuPay કાર્ડ, ₹2 લાખ કરોડ ડિપોઝીટ: PM મોદીની ‘જનધન યોજના’થી ગરીબોને મળ્યો સીધો લાભ

  પીએમ મોદી જાણતા હતા કે જ્યાં સુધી સરકારી સહાય સીધી લોકો સુધી નહીં પહોંચે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર ઓછો થશે નહીં અને મદદ સીધી પહોંચે તે માટે, લોકો પાસે બેંક ખાતા હોવા જરૂરી હતું. દેશની આઝાદીના લગભગ 7 દાયકા પૂરા થવા અને બેંકોના રાષ્ટ્રીયકરણ પછી પણ એક મોટી આબાદી પાસે બેંકની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી.

  - Advertisement -

  સામાન્ય ચૂંટણીઓને હવે થોડો જ સમય બાકી છે. દેશ અત્યારથી જ ઈલેકશનના મુડમાં દેખાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 10 વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. હવે તે પોતાના ત્રીજા કાર્યકાળ તરફ મેદાનમાં ઉતરી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની યોજનાઓની સફળતાના બળથી લોકો પાસે વોટ માંગી રહ્યા છે. સરકાર આ યોજનાઓ પર કેટલી ખરી ઉતરી છે, ઑપઇન્ડિયા આવનારા કેટલાક દિવસોમાં તે શોધીને આપની સમક્ષ રાખશે. આ શ્રેણીમાં પહેલા આવરીશું PMJDY એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના.

  સૌથી પહેલા પ્રધાનમંત્રી જનધન યોજના એટલા માટે પસંદ કરવામાં આવી, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલા આ જ મોટી યોજના શરૂ કરી હતી. આ યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2014ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરી હતી.

  આ યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશના દરેક ઘરમાં ઓછામાં ઓછું એક બેંક ખાતું સુનિશ્ચિત કરવાનો હતો. તેના આધારે સરકાર વધુ યોજનાઓ અમલમાં મૂકવા માંગતી હતી, જે પણ લાભદાયક સાબિત થઇ હતી.

  - Advertisement -

  શા માટે લાવવામાં આવી પ્રધાનમંત્રી જનધન યોજના?

  વાસ્તવમાં, પીએમ મોદી જાણતા હતા કે જ્યાં સુધી સરકારી સહાય સીધી લોકો સુધી નહીં પહોંચે, ત્યાં સુધી ભ્રષ્ટાચાર ઓછો થશે નહીં અને મદદ સીધી પહોંચે તે માટે, લોકો પાસે બેંક ખાતા હોવા જરૂરી હતું. દેશની આઝાદીના લગભગ 7 દાયકા પૂરા થવા અને બેંકોના રાષ્ટ્રીયકરણ પછી પણ એક મોટી આબાદી પાસે બેંકની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. વિશ્વ બેંકના એક રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2011 સુધી ભારતની લગભગ 70 ટકા વસ્તી બેંક ખાતાની સુવિધાથી વંચિત હતી.

  દેશની વસ્તીનો મોટો હિસ્સો ફક્ત એટલા માટે ખાતું ન ખોલાવી શક્યો, કારણ કે તેમની પાસે તેમાં જમા કરવા માટે ન્યુનતમ રકમ પણ નહોતી. આ કારણ મોદીજીના માર્ગમાં સૌથી મોટો અવરોધ હતો. જ્યારે દેશમાં લોકો પાસે ખાતા ન હતા, તો પછી એટીએમ જેવી સુવિધાઓ તો ભૂલી જ જાઓ. તેમાં પણ આપણો દેશ દુનિયાના બાકીના વિકાસશીલ દેશોથી ઘણો પાછળ હતો એ અલગ.

  વર્ષ-દર વર્ષ બદલાતું ચિત્ર

  મોદી સરકારે આ એક યોજના દ્વારા આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો વિચાર કર્યો અને 28 ઓગસ્ટ 2014ના રોજ જનધન યોજના શરૂ કરવામાં આવી. તે પણ અનોખી વાત હતી કે જાહેરાતના બે અઠવાડિયામાં જ કોઈ યોજના જમીની સ્તર પર આવી ગઈ હોય. આ માટે સરકારી બેંકોએ ગામડાઓમાં પોતાના કેમ્પ લગાવ્યા હતા. બેંક મિત્રની નિમણૂક કરવામાં આવી, જે ગરીબ અને વંચિત લોકોને આ વિશે જાગૃત કરતા હતા અને તેમના ખાતા ખોલાવતા હતા.

  આ યોજના હેઠળ સરકારે ખાતું ખોલાવવા માટે મિનિમમ બેલેન્સ રાખવાની શરત હટાવી દીધી હતી. બેંકોએ ફક્ત આધાર અને અન્ય ઓળખકાર્ડ પર જ ખાતા ખોલ્યા. જનધન યોજના શરૂઆતથી જ હિટ થઈ ગઈ. દરેક ગામમાં સ્થાપિત શિબિરોની અસર દેખાવા લાગી. જન ધન યોજનાનો અહેવાલ દર્શાવે છે કે આ યોજના શરૂ થયાના એક મહિનાની અંદર જ 3.3 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાંથી 1.8 કરોડથી વધુ ખાતા ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા હતા.

  માત્ર એક જ વર્ષમાં જનધન યોજના હેઠળ 17.9 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા. તેનાથી પણ મોટી સફળતા એ રહી કે તેમાંથી 60 ટકા ખાતા ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા. એક મહિનાની અંદર દેશના 1 કરોડ લોકોને રૂપે એટીએમ કાર્ડ આપવામાં આવ્યા. એક વર્ષ પૂર્ણ થતા સુધીમાં દેશમાં આ યોજના હેઠળ ખોલવામાં આવનાર ખાતાની સંખ્યા લગભગ 18 કરોડ સુધી પહોંચી ગઈ હતી. તેમાંથી લગભગ 11 કરોડ ખાતા ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવ્યા હતા.

  જન ધન યોજના હેઠળ અત્યાર સુધી દેશભરમાં 51 કરોડથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. હવે દેશની એક બહુ મોટી આબાદી પાસે બેંક ખાતા અને એટીએમ છે. આ યોજના હેઠળ દેશમાં 35 કરોડથી વધુ રૂપે એટીએમ જારી કરવામાં આવ્યા છે. આ કાર્ડની ખાસિયત એ છે કે સામાન્ય લોકોને તેમના પર કોઈ ચાર્જ આપવો પડતો નથી, જ્યારે અગાઉ વિદેશી કંપનીઓને કાર્ડ પર વાર્ષિક ફી ચૂકવવી પડતી હતી.

  ખાતા ખુલતાની સાથે જ પહોંચી સીધી મદદ

  જનધન ખાતાઓનો સૌથી મોટો ફાયદો દેશની સામાન્ય જનતાને સરકારી લાભ લેવા માટે થયો છે. 10 વર્ષમાં સરકાર દ્વારા લોકોના ખાતામાં સીધા લાભ મોકલવામાં છેલ્લા નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) હેઠળ 2013-14માં માત્ર 10.8 કરોડ લોકોને જ સીધી મદદ મોકલવામાં આવી રહી હતી. તે જ સમયે, કોરોના સમયગાળા દરમિયાન આ સંખ્યા 98 કરોડ પર પહોંચી ગઈ હતી. 98 કરોડ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી હતી. આ શક્ય હતું કારણ કે હવે તે બધા પાસે બેંક ખાતું છે.

  જનધન યોજનાથી બેંકોની હાલત પણ સુધરી

  પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ માત્ર લોકોને જ નહીં પરંતુ બેંકોને પણ મળ્યો છે. લોકો નાની બચત બેંકમાં જમા કરવાને કારણે હવે બેંકોને વધુ મૂડી મળી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓમાં દેશની જનતાએ ₹2 લાખ કરોડથી વધુ રકમ જમા કરાવી છે. આ પૈસા આવવાથી બેંકોનું સંચાલન સરળ થઇ ગયું છે.

  આ યોજના માત્ર લોકોની બચત વધારવા અને તેમને બેંકના દરવાજ સુધી પહોંચાડવા માટે જ નહીં, પરંતુ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના, કિસાન સન્માન નિધિ, શૌચાલય યોજના અને આવી અનેક યોજનાઓનો લાભ આપવા માટેનો આધાર બની ગઈ છે. તેણે ભારતમાં નાણાકીય ક્રાંતિ લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં મોદી સરકારે શરૂ કરેલી આ યોજના ઑપઇન્ડિયાની તપાસમાં સફળ સાબિત થાય છે. જો કે, આમાં નવીનતા માટે હજી પણ અવકાશ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં