Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતસતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પહેલીવાર આવશે ગુજરાત: વડસર...

    સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પહેલીવાર આવશે ગુજરાત: વડસર ઓપરેશન કોમ્પલેક્સની મુલાકાત બાદ ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો કરશે શુભારંભ

    પીએમ મોદી 15 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત પ્રવાસ પર આવશે. તેઓ 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને રવાના થશે.

    - Advertisement -

    આગામી 15 સપ્ટેમ્બર 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્રીજી વાર દેશની સુકાન સંભાળ્યા બાદ તેમનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. તેઓ તેમના જન્મદિવસ સુધી એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રોકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રવાસમાં પણ તેઓ કેટલાક પ્રજાલક્ષી કાર્યોની સમીક્ષા કરશે તેમજ મહત્વપૂર્ણ બેઠકો કરશે. હાલ સામે આવેલી માહિતી અનુસાર પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર રાજભવન ખાતે રોકાશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ મોદી 15 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત પ્રવાસ પર આવશે. તેઓ 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને રવાના થશે. અહીં તેઓ એરફોર્સ દ્વારા નવા તૈયાર કરવામાં આવેલા ઓપરેશન કોમ્પલેક્સની મુલાકાત લેવાના છે. ત્યાંથી સાંજે 6 વાગતા તેઓ સીધા ગાંધીનગર ખાતે રાજભવન આવી પહોંચશે જ્યાં તેઓ રાત્રી ભોજન અને રાતવાસો કરશે.

    મહત્વનું છે કે રાજભવન ખાતે રાત્રી રોકાણ દરમિયાન તેઓ મહત્વની બેઠકો કરે તેવી સંભાવનાઓ છે. પ્રવાસના બીજા દિવસે, એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ 10 વાગતા તેઓ ફોર્થ ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવશે. ત્યાર બાદ કાર્યક્રમ આટોપીને તેઓ 12 વાગતા પરત રાજભવન આવશે અને અહીં જ ભોજન પણ કરશે.

    - Advertisement -

    રાજભવન ખાતે બપોરનું ભોજન લઈને તેઓ 1:30 વાગતા ગાંધીનગર સેક્ટર 1 ખાતે તૈયાર કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ અહીંથી ગિફ્ટ સીટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. લગભગ 3 વાગીને 30 મિનીટ આસપાસ તેઓ GMDC ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. ત્યારબાદ ત્યાંથી 6 વાગ્યે ફરી રાજભવન આવીને ભોજન લઇ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે સવારે તેમના જન્મદિને એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ તેઓ સવારે 9 વાગ્યે ગુજરાત પાસેથી વધામણા લઈને ભુવનેશ્વર જવા રવાના થશે.

    ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીની આ પ્રથમ ગુજરાત યાત્રા છે. તેમના આગમનને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને પણ ચાંપતા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં