PM મોદી બિહારની મુલાકાત પર છે. અહીં તેઓ ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરવાના છે. તે અનુક્રમે તેમણે મુઝફ્ફરપુરમાં જાહેર સભાને સંબોધિત કરી હતી. દરમિયાન તેમણે કોંગ્રેસ અને અન્ય વિપક્ષના પાકિસ્તાન પ્રેમ પર પ્રહાર કર્યા હતા. તેમણે પાકિસ્તાનનો બચાવ કરવાને લઈને કોંગ્રેસના નેતાઓને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, આ લોકો એટલા ડરેલા છે કે, તેમને રાત્રે સપનામાં પણ પાકિસ્તાને બનાવેલા પરમાણુ બૉમ્બ દેખાય છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકોને પાકિસ્તાન સાથે ઊંડો સંબંધ છે.
સોમવારે (13 મે, 2024) PM મોદી બિહારની મુલાકાત પર છે. દરમિયાન તેમણે મુઝફ્ફરપુરમાં જાહેર સભાને સંબોધિત કરી છે. સભાને સંબોધતા તેમણે વિપક્ષના પાકિસ્તાન પ્રેમ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “આ કોંગ્રેસના નેતાઓ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓના કેવા-કેવા નિવેદનો આવી રહ્યા છે. કહે છે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી… અરે ભાઈ અમે પહેરાવી દઈશું. હવે તેમને લોટ પણ જોઈએ, તેમની પાસે વીજળી પણ નથી. હવે અમને ખબર નહોતી કે, તેની પાસે બંગડીઓ પણ નથી.”
Muzaffarpur, Bihar: "Congress leaders are making strange statements saying that Pakistan has not worn bangles, I say that if it has not worn then we will make them wear it…" says PM Modi pic.twitter.com/AUsogkan3u
— IANS (@ians_india) May 13, 2024
તેમણે કહ્યું કે, “કોઈ મુંબઈ હુમલામાં પાકિસ્તાને કલીનચિટ આપી રહ્યા છે. કોઈ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ લેફ્ટવાળા લોકો, ભારતના પરમાણુ હથિયારોને જ ખતમ કરવા માંગે છે. એવું લાગે છે કે, જાણે ઇન્ડી ગઠબંધનવાળાઓએ ભારત વિરુદ્ધ જ કોઈ પાસેથી સોપારી લીધી છે. આવા સ્વાર્થી લોકો શું રાષ્ટ્રરક્ષા માટે કડક નિર્ણયો લઈ શકે છે? એવા પક્ષો કે, જેની અંદર જ કોઈ ઠેકાણા નથી. તે ભારતને મજબૂત કરી શકે?”
તેમણે વધુમાં કહ્યું કે, “આ દેશની ચૂંટણી છે. આ હિન્દુસ્તાનનું ભવિષ્ય નક્કી કરવાની ચૂંટણી છે. આ ચૂંટણી દેશનું નેતૃત્વ પસંદ કરવાની છે. કોણ છે, જેના હાથોમાં દેશની કમાન સોંપીએ, તે નક્કી કરવાની ચૂંટણી છે. કોંગ્રેસની નબળી, ડરપોક અને અસ્થિર સરકાર હવે દેશને જોઈતી નથી.”
મુઝફ્ફરપુરમાં સભા યોજ્યા પહેલાં વડાપ્રધાન મોદીએ ચિરાગ પાસવાનના સમર્થનમાં હાજીપુરમાં પણ સભા યોજી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, “જ્યારે કોંગ્રેસ અને RJD કેન્દ્રમાં સરકાર ચલાવી રહ્યા હતા, ત્યારે EDએ 10 વર્ષમાં 35 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. જ્યારે અમારી સરકારમાં 2 હજાર 200 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. તેને લઈને જવા માટે પણ 70 ટ્રકની જરૂર પડવાની છે.”