હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે છે. ત્રણ દેશોની યાત્રાના દ્વિતીય ચરણમાં પીએમ મોદી બ્રાઝિલ પહોંચ્યા છે. રિયો ડી જાનેરો (Rio de Janeiro) ખાતે ભારતીય રાજદૂત સુરેશ રેડ્ડીના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિઓ ઉપરાંત બ્રાઝિલના (Brazil) ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર ઉષ્મા ભર્યું સ્વાગત થયા બાદ તેઓ જયારે હોટલ પહોંચ્યા, ત્યાં પણ તેમનું જોરદાર સ્વાગત થયું તેઓ અહીં 18 અને 19 નવેમ્બરના રોજ જોયાનાર G20 સમિટમાં (G20 Summi) ભાગ લેશે.
તેઓ જેવા હોટલ પહોંચ્યા કે હોટલમાં હાજર લોકોએ મોદી-મોદીના નારા સાથે તેમનું સ્વાગત કર્યું. ત્યા રહેતા ભારતીય ગુજરાતી સમુદાયે ગરબા રમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) સ્વાગત કર્યું. આટલું જ નહીં, બ્રાઝિલના નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ખાસ વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા. વડાપ્રધાન મોદીએ મંત્રોચ્ચાર બાદ તેમને બિરદાવ્યા પણ હતા. હોટલ પર હાજર તમામ લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું અને તેમણે પણ લોકોને મળીને તેમની સાથે ફોટા પડાવ્યા.
#WATCH | Indian community in Brazil gives a warm welcome to PM @narendramodi as he arrives at the Hotel in Rio De Janeiro, Brazil.
— DD News (@DDNewslive) November 18, 2024
Members of the Indian diaspora raise slogans of 'Modi Modi' as they welcome PM @narendramodi
Brazilian Vedic scholars chanted Vedic mantras in… pic.twitter.com/RfdYgv0OgR
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના X હેન્ડલ પરથી કેટલાક ફોટા શેર કરીને લખ્યું કે, “રિયો ડી જાનેરોમાં ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી ખૂબ જ પ્રભાવિત છું. તેમની ઊર્જા તે સ્નેહને દર્શાવે છે, જે આપણને મ્હાદ્વીપો પાર એક બીજા સાથે બાંધે છે.”
Deeply touched by the warm and lively welcome from the Indian community upon arriving in Rio de Janeiro. Their energy reflects the affection that binds us across continents. pic.twitter.com/hvA6GGKE9l
— Narendra Modi (@narendramodi) November 18, 2024
નોંધનીય છે કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈઝીરીયા યાત્રા પર હતા. ત્યાં તેમણે રાષ્ટ્રપતિ બોલા અહમદ સાથે દ્વિપક્ષીય વતચીત કરીને ભારતીય સમુદાય સાથે સંવાદ સાધ્યો હતો. નોંધવું જોઈએ કે 17 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન નાઈઝીરીયા પહોંચ્યા હતા. આ પહેલા 2007માં પીએમ મનમોહન સિંઘ અહીં પ્રવાસે આવ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાંના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈઝર’ (GCON) થી સન્માનિત કરવામાં અવાય હતા. આ સન્માન માત્ર બે જ વૈશ્વિક નેતાઓને મળ્યું છે. એક 1969માં બ્રિટનના મહારાણી એલિઝાબેથ અને અને હવે 2024માં વડાપ્રધાન મોદીને.