Friday, December 6, 2024
More

    પીએમ મોદીને રાષ્ટ્રીય સન્માન પુરસ્કાર એનાયત કરશે નાઇજીરીયા, અત્યાર સુધી 16 દેશો કરી ચૂક્યા છે સન્માનિત

    વધુ એક દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુરસ્કારથી સન્માનિત કરવા માટે જઈ રહ્યો છે. નાઇજીરીયાએ આ ઘોષણા કરી છે. નોંધનીય છે કે હાલ વડાપ્રધાન મોદી નાઇજીરીયાના જ પ્રવાસે છે. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, નાઇજીરીયા વડાપ્રધાન મોદીને ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ ધ નાઇજર’ પુરસ્કારથી સન્માનિત કરશે. 

    આ પહેલાં માત્ર એક જ વિદેશી વ્યક્તિને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે, અને એ છે કે બ્રિટનનાં રાણી એલિઝાબેથ. વર્ષ 1969માં તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા ક્રમે પીએમ મોદી એવી વ્યક્તિ છે, જેઓ નાઇજિરિયન નાગરિક ન હોવા છતાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. 

    બીજી તરફ, નાઇજીરીયા 17મો દેશ છે, જેણે પોતાના રાષ્ટ્રીય સન્માન પુરસ્કારથી પીએમ મોદીને સન્માનિત કર્યા છે. 

    તાજેતરમાં જ ડોમિનિકાએ પણ પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની ઘોષણા કરી હતી. કોરોના મહામારી સમયે પીએમ મોદીની આગેવાનીમાં ભારત સરકારે ડોમિનિકાને જે મદદ કરી હતી, તે પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા માટે આ સન્માન આપવામાં આવી રહ્યું છે.