સોમવારે (28 ઑક્ટોબર) વડોદરામાં (Vadodara) ભારત સંરક્ષણ ક્ષેત્રે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ભારતમાં સ્પેનના (Spain) સહયોગથી સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણ શરૂ કરવામાં આવશે. સ્પેનની એરબસ (Airbus) દ્વારા ભારતની ટાટા (TATA) કંપની સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલીટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું (Military Transport Aircraft) નિર્માણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ (Pedro Sanchez) ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈવનું ઉદ્ઘાટન પણ કર્યું છે. તે પહેલાં ભારત-સ્પેનના PMનો રોડ શો પણ યોજવામાં આવ્યો છે.
કાર્યક્રમને ધ્યાને લઈને સ્પેનના વડાપ્રધાન પેડ્રો તેમના પત્ની સાથે મોડી રાત્રે વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમને ગુજરાતી ગરબા અને ઢોલ-નગારા સાથે આવકારવામાં આવ્યા હતા. તે સાથે જ 28 ઑક્ટોબરે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વડોદરા આવી પહોંચ્યા હતા. ત્યારબાદ વડોદરામાં બંને દેશોના વડાપ્રધાને ખુલ્લી જીપમાં રોડ શો યોજીને જનતાનું અભિવાદન પણ ઝીલ્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદી અને સ્પેનના PMની એક ઝલક માટે રસ્તા પર આવી પહોંચ્યા હતા. આ સાથે જ બંને દેશના વડાપ્રધાને C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન પણ કર્યું છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi and President of the Government of Spain, Pedro Sanchez, witness cultural performances and greet people during their roadshow, in Vadodara
— ANI (@ANI) October 28, 2024
(Source: ANI/DD News) pic.twitter.com/1H5nHsv2cg
ટાટા એરબસની ફાઈનલ એસેમ્બલી લાઈવનું ઉદ્ઘાટન કરવા વડોદરા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને નગરજનો દ્વારા ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. એરપોર્ટ સર્કલથી છેક ટાટા ફેક્ટરી સુધી માર્ગમાં એક તરફ શહેરીજનો સ્વયંભૂ ગોઠવાઈ ગયા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા ત્રણ હજાર જેટલા C-295 વિમાનના બેનરો પણ આપવામાં આવ્યા હતા. આ બેનરો નિવૃત્ત સેના જવાનો, યુવાનો, યુવતીઓ, બાળકો હાથમાં લહેરાવતા પણ જોવા મળ્યા હતા.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi and President of the Government of Spain, Pedro Sanchez, jointly inaugurate the TATA Aircraft Complex for manufacturing C-295 aircraft at TATA advanced systems limited (TASL) Campus in Vadodara
— ANI (@ANI) October 28, 2024
A total of 56 aircraft are there under… pic.twitter.com/gKBZVI5aer
સાથે એ પણ નોંધવા જેવું છે કે, ભારતનું પ્રથમ સ્વદેશી C-295 એરક્રાફ્ટ સપ્ટેમ્બર 2026 સુધીમાં વડોદરા મેન્યુફેક્ચરિંગ ફેસીલીટીમાંથી બહાર આવશે અને સેના માટે કાર્ય કરવાનું શરૂ કરશે. વડોદરા ખાતે નિર્માણ પામેલી વડોદરા મેન્યુફેક્ચરિંગ ફેસીલીટી ભારતની પ્રથમ એરક્રાફ્ટ નિર્માણ માટેની સુવિધા છે. જે સ્પેન અને ભારત બંને દેશોના સંયુક્ત સહયોગે કાર્યરત કરવામાં આવશે. 2026માં લૉન્ચ થનાર C-295 એરક્રાફ્ટ સંપૂર્ણપણે સ્વદેશી હશે.