Friday, November 8, 2024
More
    હોમપેજદેશ'આજે ભારત માટે બધું જ સંભવ, કોંગ્રેસી સરકારો દુનિયા પાસે માંગતી હતી...

    ‘આજે ભારત માટે બધું જ સંભવ, કોંગ્રેસી સરકારો દુનિયા પાસે માંગતી હતી મદદ’: પહેલીવાર પીલીભીત પહોંચ્યા પીએમ મોદી, કોંગ્રેસ પર આકરા પ્રહાર; CM યોગીએ કર્યું સ્વાગત

    વડાપ્રધાન મોદીએ પીલીભીતમાં વિશાળ જનમેદનીને સંબોધતા પહેલા ભારત માતાના નામનો જયઘોષ પણ કર્યો હતો. તેમણે પીલીભીત સભાના મંચ પરથી દેશનની જનતાને ચૈત્રી નવરાત્રીની તેમજ હિંદુ નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે "આજથી, ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ચુકી છે. થોડા જ દિવસોમાં બૈસાખી પણ આવે છે, હું તમને તેની પણ શૂભકામના પાઠવું છું."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના અલગ-અલગ ખૂણે સભાઓ કરી રહ્યા છે. દરમિયાન મંગળવારે (9 એપ્રિલ 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ઉત્તર પ્રદેશના પીલીભીત ખાતે સભા માટે પહોંચ્યા હતા. અહીં, CM યોગી, રાજ્યના ભાજપ અધ્યક્ષ ભુપેન્દ્ર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન વડાપ્રધાન મોદીએ પીલીભીતમાં વિશાળ જનમેદનીને પણ સંબોધી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

    વડાપ્રધાન મોદીએ પીલીભીતમાં વિશાળ જનમેદનીને સંબોધતા પહેલા ભારત માતાના નામનો જયઘોષ પણ કર્યો હતો. તેમણે પીલીભીત સભાના મંચ પરથી દેશનની જનતાને ચૈત્રી નવરાત્રીની તેમજ હિંદુ નવવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે “આજથી, ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ચુકી છે. આખા દેશમાં શક્તિ ઉપાસના શરૂ થઈ ચુકી છે. તમામ લોકો ભક્તિમાં ડૂબેલા છે, થોડા જ દિવસોમાં બૈસાખી પણ આવે છે, હું તમને તેની પણ શૂભકામના પાઠવું છું.”

    કોંગ્રેસે શક્તિનું અપમાન કર્યું- પીએમ મોદીં

    આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સપા, બસપા અને કોંગ્રેસના સમયમાં 14 વર્ષમાં જેટલા પૈસા શેરડીની ખેતી કરતા ખેડૂતોને નહી ચુકવવામાં આવ્યા, એના કરતા વધુ રૂપિયા યોગી સરકારે છેલ્લા 7 વર્ષમાં શેરડીની ખેતી કરતા ખેડૂતોને આપ્યા છે. કોંગ્રેસ પર તૃષ્ટિકરણનો આરોપ લગાવતા તેમણે એમ પણ કહ્યું કે, “તૃષ્ટિકરણના કીચડમાં કોંગ્રેસ એટલી ડૂબી ગઈ છે કે, તે તેમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે. કોંગ્રેસે જે ઘોષણાપત્ર જાહેર કર્યું છે, તે કોંગ્રેસનું નહીં પણ મુસ્લિમ લીગનું ઘોષણાપત્ર છે.

    - Advertisement -

    રાહુલ ગાંધીના ‘શક્તિ’વાળા નિવેદનને લઈને પણ પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યા હતા. તેમણે કહ્યું કે, “પીલીભીતની ધરતી પર માતા યશવંતરી દેવીનો આશીર્વાદ છે. અહીં આદિં ગંગા માતા ગોમતીનું ઉદ્ગમ સ્થળ છે. આજે નવરાત્રીના પ્રથમ દિવસે હું દેશને યાદ અપાવવા માંગું છું કે. કેવી રીતે રાહુલ ગાંધીએ શક્તિને ખતમ કરવાની વાત કરી હતી. આજે દેશમાં જે શક્તિની પૂજા થઈ રહી છે, તે શક્તિનું કોંગ્રેસે ઘોર અપમાન કર્યું છે. જે શક્તિ સામે આપણે બધા માથું નમાવીએ છીએ, તે શક્તિને ઉખાડી ફેંકવાની વાત કોંગ્રેસના નેતા કરે છે.”

    જે નેતાઓ રામ મંદિર ગયા, કોંગ્રેસે તેમને કાઢી મુક્યા- પીએમ મોદી

    આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, “અયોધ્યામાં રામ મંદિર ન બને, તે માટે કોંગ્રેસે લાખો પ્રયત્ન કર્યા. પરંતુ જયારે દેશની જનતાએ પાઈ-પાઈ જોડીને ભવ્ય રામ મંદિર બનાવ્યું. ત્યારે મંદિર તરફે તેમના તમામ અપરાધ માફ કરીને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવ્યું, પરંતુ કોંગ્રેસે આમંત્રણને ઠોકર મારીને ભગવાન રામનું અપમાન કર્યું. કોંગ્રેસના જે નેતા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં ગયા, તેમને પાર્ટીએ 6-6 વર્ષ માટે કાઢી મુક્યા.”

    એક સમયે કોંગ્રેસ વિશ્વ પાસે મદદ માંગતું, આજે ભારત બધી રીતે સક્ષમ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધતા કહ્યું કે, “આખી દુનિયાની મુશ્કેલીઓ વચ્ચે આજે ભારત એવું પ્રતીત થઈ રહ્યું છે કે તેના માટે કશું પણ અસંભવ નથી. એક સમય હતો જયારે કોંગ્રેસ સરકારો દુનિયા પાસે મદદ માંગતી હતી, પરંતુ કોરોનાના મહાસંકટમાં ભારતે અખા વિશ્વમાં દવાઓ અને વેક્સિન મોકલી. વિશ્વમાં જ્યાં પણ યુદ્ધનું સંકટ આવ્યું, અમે એક-એક ભારતીયને સુરક્ષિત પરત લાવ્યા. અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહેબના ગ્રંથને પૂરી શ્રધ્ધાથી ભારત લાવ્યા અને આ બધું જ તમારા વોટના તાકાતથી થયું છે. તમારા વોટથી મજબૂત સરકાર બની છે. ભાજપ સેકારે વિશ્વને દેખાડી દીધું છે કે ભારત કોઈનાથી કમ નથી. જયારે નિયત સારી હોય, હોંસલા બુલંદ હોય, ત્યારે પરિણામો પણ સારા જ મળે છે.”

    વડાપ્રધાને આગળ જણાવ્યું કે, આજે આપણે ચારે બાજૂ વિકસિત ભારતનું નિર્માણ થતા જોઈ રહ્યા છીએ, ક્યાંક ચાર, તો ક્યાંક છ અને આંઠ લેનના હાઈવે બની રહ્યા છે. બીજી તરફ વંદે ભારત અને અમૃત ભારત જેવી ટ્રેન પણ દોડી રહી છે. જૂની સરકારોમાં જે ફેક્ટરીઓ અહીં બંધ થઈ ગઈ હતી તેને પણ નવી ઉર્જા મળી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં