Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉડતા વિમાનમાં બેભાન થયો પાયલોટ, પછી એક યાત્રીએ ઉડાવ્યું પ્લેન; લેન્ડ પણ...

    ઉડતા વિમાનમાં બેભાન થયો પાયલોટ, પછી એક યાત્રીએ ઉડાવ્યું પ્લેન; લેન્ડ પણ કરાવ્યું, કહ્યું મને વિમાન ઉડાડતા નથી આવડતું

    અમેરિકાના ફ્લોરીડામાં એક ફ્લાઈટ દરમ્યાન પાયલોટ બેભાન થઇ જતા ઈમરજન્સી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ હતી પરંતુ ત્યારે જ એક એવી ઘટના બની જેણે તમામ પ્રવાસીઓના જીવ બચાવી લીધા હતા.

    - Advertisement -

    વીમાન ઉડાડવાના અનુભવ વગરના એક યાત્રી દ્વારા વિમાન જમીન ઉપર ઉતારવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ફ્લોરિડાની છે, જ્યાં બહામાસ થી ફ્લોરીડા માટે સેસના 208 કારવાં નામના હળવા વિમાનની ઉડાન બાદ તબિયત લથડતા પાયલોટ બેભાન થયો હતો, અપાતકાલીન સ્થિતિમાં એક યાત્રીએ ટ્રાફિક કંટ્રોલ વિભાગની મદદથી સુરક્ષિત રીતે વિમાન લેન્ડ કરાવ્યું હતું, આ ઘટના મંગળવાર (10 મે 2022)ના રોજ ઘટી હતી, બીનાનુભવી યાત્રીએ ઉડાવ્યું પ્લેન

    મેલ ઓનલાઈનના રીપોર્ટ પ્રમાણે યાત્રીને એર કંટ્રોલ વિભાગને કહેતા સાંભળી શકાય છે કે “અહી મારી સ્થિતિ ગંભીર છે, મારો પાયલોટ બેભાન થઇ ગયો છે, મને નથી ખબર વિમાન કેવીરીતે ઉડાડવામાં આવે છે.”

    તેના જવાબમાં એયર ટ્રાફિક કંટ્રોલરે ઉત્તર આપ્યો
    “રોજર, આપની સ્થિતિ શું છે?”

    - Advertisement -

    બેનામ યાત્રીએ કહ્યું કે ” મને નથી ખબર, હું મારી સામે ફ્લોરીડાનો તટ જોઈ શકું છું, મને કોઈ અંદાજ નથી આવી રહ્યો.”

    ફોર્ટ પિયર્સ ના અધિકારીએ અચંભિત અધિકારીએ કહ્યું કે તે તેના લોકેશનને જાણવાની કોશિશ કરી રહ્યો છે.

    આગળ તેમણે કહ્યું કે “પાંખડાની ગતિને નિર્ધારિત રાખો, અને ઉત્તર કે દક્ષિણમાં તટની દિશા તરફ આગળ વધતા રહો. અમે તમારી સ્થિતિ જાણવાની કોશિશ કરી રહ્યા છીએ.”

    લગભગ ચાર મીનીટના આ ઓડિયોમાં તે બંને વચ્ચે થયેલી વાતચીતને ટવીટમાં સાંભળી શકાય છે.

    આગળ આ બેનામ યાત્રી પૂછે છે, ” શું હજું તમે મને લોકેટ કરી શક્યાં છો? મારાથી મારી એનએવી સ્ક્રીન ચાલું નથી થઇ રહી, શું તમારી પાસે આની કોઈ જાણકારી છે?”

    અને મજાની વાત તો એ છે કે પાયલોટ બનેલા આ બેનામ યાત્રીને અંતે બોકા રેટનના તટ નજીક ઉડતો લોકેટ કરી લેવામાં આવ્યો, અને પામ બીચ એરપોર્ટ એયર ટ્રાફિક કંટ્રોલર સાથે તેનો સંપર્ક કરવામાં સફળતા મળી. જેના થકી આગળ વિમાનને કેવીરીતે ઉતારવું તે સમજાવવામાં આવ્યું.

    બીજીતરફ મીડિયા રીપોર્ટ અનુસાર એસીબી ન્યુઝના માધ્યમથી એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ ઘટનામાં શામેલ નિયંત્રક એક પ્રમાણિત ફ્લાઈટ ઈસ્ટ્રકટર હતા, જેમને સેસના એયરક્રાફ્ટ સાથે કામ કરવાનો અનુભવ હતો, તેમણે કોકપીટના લેઆઉટની એક પ્રિન્ટ કાઢી અને તેનો ઉપયોગ યાત્રીને વિમાન ઉડાડવા અને લેન્ડ કરાવવાની આખી પ્રણાલી સમજાવવા કર્યો.

    એકંદરે કહી શકાય કે થોડીક કોઠાસુજ અને સમજદારીના કારણે થોડી અનિયંત્રિત પણ સુરક્ષિત લેન્ડીંગ શક્ય બન્યુ.

    ત્યાંજ વિમાનનાં જમીન પર ઉતરતાજ પાયલોટને તાત્કાલિક દવાખાને લઇ જવામાં આવ્યો,જોકે તેની સ્થિતિ અંગે કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ તાજેતરમાં આ કિસ્સો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં