Wednesday, January 22, 2025
More
    હોમપેજદેશ‘દહેજ-ઘરેલુ હિંસાવિરોધી કાયદાનો દુરુપયોગ અટકાવવા તેમાં સુધારા કરવામાં આવે’: અતુલ સુભાષ કેસ...

    ‘દહેજ-ઘરેલુ હિંસાવિરોધી કાયદાનો દુરુપયોગ અટકાવવા તેમાં સુધારા કરવામાં આવે’: અતુલ સુભાષ કેસ બાદ સુપ્રીમ કોર્ટમાં PIL

    આ જાહેરહિતની અરજી વિશાલ તિવારી નામના એક વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેમણે અરજીમાં સુપ્રીમ કોર્ટના જ બે ચુકાદાઓ ટાંક્યા હતા અને તેમાં કોર્ટે જે અવલોકનો કર્યાં હતાં, તેનો અમલ કરવા માટે સરકારને સૂચના આપવાની માંગણી કરવામાં આવી.

    - Advertisement -

    બેંગલુરુના AI એન્જિનિયર અતુલ સુભાષે (Atul Subhash) પત્ની અને સાસરિયાં પર હેરાનગતિનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં પુરુષો વિરુદ્ધ દહેજ અને ઘરેલુ હિંસાના કાયદાઓનો દુરુપયોગ અટકાવવા માટે યોગ્ય દિશાનિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. PILમાં આવા કેસોમાં પુરુષ અને તેના પરિવારના સભ્યોને કોઈ હેરાનગતિ ન થાય તે સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે.

    આ જાહેરહિતની અરજી વિશાલ તિવારી નામના એક વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેમણે અરજીમાં સુપ્રીમ કોર્ટના જ બે ચુકાદાઓ ટાંક્યા હતા અને તેમાં કોર્ટે જે અવલોકનો કર્યાં હતાં, તેનો અમલ કરવા માટે સરકારને સૂચના આપવાની માંગણી કરવામાં આવી.

    2 ચુકાદાઓનો આપ્યો હવાલો

    વિશાલ તિવારીએ દાખલ કરેલ PILમાં જે બે ચુકાદાનો હવાલો આપવામાં આવ્યો છે. તેમાં પ્રીતિ ગુપ્તા વિ. ઝારખંડ સરકાર (2010) અને અચિન ગુપ્તા વિરુદ્ધ હરિયાણા સરકાર (2024)નો સમાવેશ થાય છે. આ બંને કેસમાં કોર્ટે કરેલી ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

    - Advertisement -

    પ્રીતિ ગુપ્તાના કેસમાં કોર્ટે ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 498-Aના દુરુપયોગ મામલે અવલોકન કર્યાં હતાં. કેસ એવો હતો કે પત્નીએ બિનજરૂરી રીતે પતિ અને તેના પરિવાર પર ઘરેલુ હિંસાનો કેસ કરી દીધો હતો અને તેમને કોર્ટમાં ઘસડી લઈ ગઈ હતી. ત્યારબાદ કોર્ટે અવલોકનમાં કહ્યું હતું કે, સરકારોએ આ બાબતે જરૂરી ફેરફારો કરવા જોઈએ.

    બીજી તરફ અચિન ગુપ્તા કેસમાં કોર્ટે IPC 498-Aનો દુરુપયોગ અટકાવવા માટે તેની સમકક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમોમાં જરૂરી ફેરફારો કરવા માટે સૂચન કર્યું હતું. જોકે, 1 જુલાઈ, 2024થી અમલમાં આવેલા આ કાયદામાં મોટેભાગે IPCની જ જોગવાઈઓ યથાવત્ રાખવામાં આવી છે.

    દહેજ-ઘરેલુ હિંસાવિરોધી કાયદાનો થઇ રહ્યો છે દુરુપયોગ: અરજદાર

    વિશાલે કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, વર્તમાનમાં દહેજ ઉત્પીડન કાયદાનો ઉપયોગ પતિ અને તેના પરિવારને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત તેમની પર દહેજ માંગવાના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મહિલાઓ દરેક નાની-નાની વાત પર આ કાયદાનો ઉપયોગ કરે છે, જેના કારણે આજે દેશમાં મોટાભાગના કેસ ખોટા નોંધવામાં આવ્યા છે.

    અરજદારની દલીલ છે કે, દિનપ્રતિદિન પુરુષો પર દહેજના ખોટા કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું, “વર્તમાન દહેજ કાયદા અને ઘરેલુ હિંસા કાયદાની સમીક્ષા કરવાનો અને તેમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય અને નિર્દોષ માણસોને બચાવી શકાય. ઉપરાંત તેમ કરવાથી દહેજના કાયદાનો વાસ્તવિક હેતુ પણ જળવાઈ રહેશે.”

    આ ઉપરાંત, તેમણે નિવૃત્ત ન્યાયાધીશ, વરિષ્ઠ વકીલો અને ધારાશાસ્ત્રીઓની એક સમિતિ બનાવવા માટેની પણ માંગ કરી હતી, જે વર્તમાન દહેજ અને ઘરેલુ હિંસાના કાયદાઓની સમીક્ષા કરીને તેનો દુરુપયોગ થતો અટકાવવા માટે યોગ્ય પગલાં સૂચવી શકે. કોર્ટ ક્યારે આ મામલે સુનાવણી કરશે તે હજુ જાણવા મળ્યું નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં