Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપટના રેલવે પ્લેટફોર્મની સ્ક્રીન પર ત્રણ મિનીટ સુધી ચાલી પોર્ન ફિલ્મ: યાત્રીઓ...

    પટના રેલવે પ્લેટફોર્મની સ્ક્રીન પર ત્રણ મિનીટ સુધી ચાલી પોર્ન ફિલ્મ: યાત્રીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુક્યા, જાહેરાત એજન્સીને બ્લેકલીસ્ટ કરાઈ

    આ જાહેરાતનું ટેન્ડર જે એજન્સીને આપવામાં આવ્યું હતું તે એજન્સીના કર્મચારીઓ સાથે મળીને પોર્ન જોઈ રહ્યા હતા. ત્યાં જ આ વિડીયો જાહેરાતની સ્ક્રીન પર લિંક થઇ ગયો હતો.

    - Advertisement -

    બિહારની રાજધાની પટના રેલવે સ્ટેશનનો એક મામલો આજે આખા દેશમાં ચર્ચાનું કારણ બન્યો છે. કારણ કે આ સ્ટેશન પર જાહેરાતની સ્ક્રીન પર સતત ત્રણ મિનીટ સુધી પોર્ન ફિલ્મ ચાલતી રહી. આ થતા જ હાજર યાત્રીઓ શરમમાં મુકાયા હતા અને ક્રોધે પણ ભરાયા હતા. સાથે જ સ્થાનિક રેલ પ્રશાસન પણ દોડતું થઇ ગયું હતું. 

    મળતી માહિતી અનુસાર, બિહારના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન પર અચાનક જાહેરાત સ્ક્રીનો પર પોર્ન ફિલ્મ ચાલતી હતી. આ વિડીયો થોડી ક્ષણો માટે નહીં, પરંતુ સતત ત્રણ મિનીટ સુધી ચાલતા રહ્યા. આ જોઇને હાજર યાત્રીઓએ રેલવે પોલીસને જાણ કરી હતી. સાથે આખું રેલવે પ્રશાસન પણ દોડતું થઇ ગયું હતું. ત્રણ મિનીટ બાદ આ વિડીયો બંધ થયા ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. પંરતુ, ત્યાં સુધી વાત બધે જ ફેલાઈ ચુકી હતી. 

    આ ઘટનાક્રમ ચાલુ હતો ત્યારે યાત્રીઓમાં પણ અફરા તફરી મચી ગઈ હતી. પરિવાર સાથે હાજર યાત્રીઓ શરમમાં પણ મુક્યા હતા. તો કેટલાક લોકો દોડીને આ મમલાની જાણ રેલવે પોલીસને કરી હતી. પોલીસે તપાસ કરીને સૌ પ્રથમ તો આ ફિલ્મ બંધ કરાવી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિડીયો આખા સ્ટેશન પર નહીં, પરંતુ ફક્ત પ્લેટફોર્મ નંબર 10 પરની જ સ્ક્રીનો પર ચાલ્યો હતો. આ વિડીયો સવારે 9:56 વાગ્યાથી ચાલીને 9:59સુધી ચાલ્યો હતો. 

    - Advertisement -

    મામલે જયારે પોલીસે તપાસ કરી તો માલુમ પડ્યું કે આ જાહેરાતનું ટેન્ડર જે એજન્સીને આપવામાં આવ્યું હતું તે એજન્સીના કર્મચારીઓ સાથે મળીને પોર્ન જોઈ રહ્યા હતા. ત્યાં જ આ વિડીયો જાહેરાતની સ્ક્રીન પર લિંક થઇ ગયો હતો. જેટલા પણ એજન્સીના કર્મચારીઓ આ હરકતમાં સામેલ હતા તે તમામનની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની સાથે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. સાથે જ જાહેરાત એજન્સી પર બે કેસ નોધીને તત્કાલ ધોરણે એજન્સીને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવી છે. તેના માલિકને બોલાવીને તેની સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    આ ઘટનાને લઈને રેલવે પ્રશાસન ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું હતું. હવે તેઓ આ મામલે કડક કાર્યવાહી કરીશું તેવા દાવા કરી રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં