Thursday, September 19, 2024
More
    હોમપેજગુજરાતજ્યાં દુર્ગા વાહિનીની સ્વયંસેવિકા પર થયો હતો હુમલો, તે સિંધાડા ગામમાં પોલીસનું...

    જ્યાં દુર્ગા વાહિનીની સ્વયંસેવિકા પર થયો હતો હુમલો, તે સિંધાડા ગામમાં પોલીસનું નાઈટ કોમ્બિંગ: શંકાસ્પદ વ્યક્તિઓ અને ઢાબાઓની તપાસ, 135 મુજબ 2 ગુના પણ નોંધ્યા

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિંધાડા ખાતે સાંતલપુર અને વારાહી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બીંગ નાઇટ દરમિયાન પોલીસે સરકારી વાહનો સાથે સિંધાડા ગામ તથા હાઇવે ઉપર ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવ પણ વધી રહ્યા છે, જેને લઈને MCR ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં જ પાટણમાં (Patan) સાંતલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિંધાડા ગામમાં રહેતા દુર્ગા વાહિનીની (Durga Vahini) હિંદુ સ્વયંસેવિકા પર હુમલો થયો હતો. હુમલાની ઘટના સામે આવ્યા બાદથી જ હિંદુ સંગઠનો એક્ટિવ થઈ ગયા હતા અને પરિવારને સુરક્ષા પૂરી પાડવા પ્રયત્નશીલ હતા. તો બીજી તરફ એ જ સિંધાડા ગામ ખાતે પોલીસે નાઈટ કોમ્બિંગ કર્યું હતું. દરમિયાન પોલીસે શંકાસ્પદ લોકોની અને હાઈવે પરના ઢાબાઓની તપાસ પણ આદરી હતી. પોલીસનું કોમ્બિંગ થયું તે દરમિયાન 2 ઈસમો વિરુદ્ધ GP એક્ટ અંતર્ગત ગુના પણ નોંધવામાં આવ્યા છે.

    મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિંધાડા ખાતે સાંતલપુર અને વારાહી પોલીસ (Santalpur/Varahi Police) સ્ટેશનના સ્ટાફ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કોમ્બીંગ નાઇટ (Night Combing) દરમિયાન પોલીસે સરકારી વાહનો સાથે સિંધાડા ગામ તથા હાઇવે ઉપર ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવ પણ વધી રહ્યા છે, જેને લઈને MCR ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા. કોમ્બિંગમાં શંકાસ્પદ લોકો તથા શંકાસ્પદ સ્થળો અને 6 જેટલા હોટલ/ઢાબા તથા દંગા પડાવો સહિતની જગ્યાઓ પર પોલીસે તપાસ કરી હતી.

    પોલીસે જાહેર કરેલી અખબારી યાદી અનુસાર કોમ્બિંગમાં અનેક વાહનો પણ ચેક કરવામાં આવા હતા. કાર્યવાહીમાં મોટર વ્હિકલ એક્ટની કલમ 207 મુજબ 3 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન 2 વ્યક્તિઓ વિરુદ્ધ જી.પી એક્ટની કલમ 135 મુજબ કાર્યવાહી પણ કરી હતી. આ નાઈટ કોમ્બિંગમાં સાંતલપુર પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એચ.વી ચૌધરી અને તેમનો સ્ટાફ થતા, વારાહી પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા એ.પી જાડેજા અને તેમના પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયા હતા. સિંધાડા ગામમાં પોલીસનું કોમ્બિંગ થયું ત્યારે રાત્રે આખો વિસ્તાર પોલીસ હુટરના અવાજથી ગુંજી ઉઠ્યો હતો, બીજી તરફ આ સરપ્રાઈઝ કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ છે.

    - Advertisement -

    સિંધાડા એજ ગામ જ્યાં દુર્ગા વાહિનીની હિંદુ સ્વયંસેવિકા પર હુમલો થયો હતો

    નોંધનીય છે કે જ્યાં નાઈટ કોમ્બિંગ કરવામાં આવ્યું, તે સાંતલપુર તાલુકાનું એ જ સિંધાડા ગામ છે, જ્યાં સાદિક ખાન નામના વ્યક્તિએ દુર્ગા વાહિનીની (Durga Vahini) હિંદુ સ્વયંસેવિકાને આંતરીને તેમના પર હુમલો કર્યો હતો. આ મામલે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી, ત્યારે લાંબી શોધખોળ બાદ પોલીસે દુર્ગા વાહિનીની હિંદુ સ્વયંસેવિકા પર હુમલો કરનાર સાદિક ખાનની ધરપકડ કરી હતી. આ મામલે ઑપઇન્ડિયાએ સિદ્ધપુર DYSP કે.કે. પંડ્યાનો સંપર્ક કરતા તેમણે આરોપીની ધરપકડની પુષ્ટિ કરી હતી.

    સાદિક ખાને શનિવારે (27 જુલાઈ, 2024) સેવિકા અને તેમના માનેલા ભાઈને સાડા સાત વાગ્યાના સુમારે કેમિકલ ફેક્ટરી પાસે આંતર્યા હતા. ત્યાર બાદ સાદિક નજીક આવતાં સેવિકાએ તેમને અટકાવવાનું કારણ પૂછ્યું હતું. પરંતુ આરોપ છે કે તેણે કોઈ પણ જવાબ આપ્યા વગર જ તેમના વાળ પકડીને થપ્પડો મારવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન તેમણે બૂમાબૂમ કરતાં સાદિકે બંનેને છોડી મૂક્યા હતા અને ભાગી છૂટ્યો હતો. ફરિયાદ અનુસાર, જતાં-જતાં તેણે મહિલાને ધમકી આપીને કહ્યું હતું કે, “તું દુર્ગા વાહિનીનું કામ છોડી દેજે, આજે તો બચી ગઈ પણ ફરી હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ.” આટલું કહીને બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

    આ મામલે તેમણે સાંતલપુર પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો 115(2), 125(2), 296(B), 351(2) અને 54 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(R), 3(1)(S) અને 3 (2)(V) અંતર્ગત અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં