પરેશાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાનને અલ્ટીમેટમ આપતા કહેવાયું છે કે જો 24 કલાકમાં 10 કિલો ઘઉંના લોટની બોરીની કિંમત 400 રૂપિયાથી ઓછી ના કરી તો તે પોતાના કપડા વેચીને સસ્તો લોટ ઉપલબ્ધ કરવામાં લોકોને મદદ કરશે.
#Pakistan PM #ShehbazSharif on 29 May, said that he would sell his clothes to provide the cheapest wheat flour to people if Mahmood Khan, the CM of Khyber Pakhtunkhwa, did not bring down the price of 10-kg wheat to Rs 400 in the next 24 hours.https://t.co/ZowVXUtB9q
— The Quint (@TheQuint) May 30, 2022
રવિવારે (29 મે, 2022) ના રોજ ઠાકારા સ્ટેડિયમમાં એક જાહેર સભાને સંબોધતા PMએ કહ્યું, “હું મારા શબ્દોનું પુનરાવર્તન કરું છું, હું મારા કપડાં વેચીશ અને લોકોને સૌથી સસ્તો ઘઉંનો લોટ આપીશ.”
જાહેરસભામાં રાજકીય ગરમાવાનો પડઘો વડાપ્રધાનના ભાષણમાં પણ સંભળાયો હતો. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમણે દેશને મોંઘવારી અને બેરોજગારીની ભેટ આપી છે. શેહબાઝે ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારની પણ ટીકા કરતાં કહ્યું કે ખાને 50 લાખ ઘરો અને 1 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હોવા છતાં તે નિષ્ફળ ગયો અને દેશને આર્થિક સંકટમાં ધકેલી દીધો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રેલી દરમિયાન શાહબાઝ શરીફ કહે છે કે, “હું તમારી સમક્ષ જાહેર કરું છું કે હું મારો જીવ આપીશ પરંતુ આ દેશને સમૃદ્ધિ અને વિકાસના માર્ગ પર મૂકીશ.”
અહિયાં નોંધનીય છે કે પાકિસ્તાનના સામાન્ય લોકો સામે ખાદ્યપદાર્થોની કટોકટી મંડાઈ રહી છે. સરકાર ઘઉંની અછતની કટોકટી સામે લડવા માટે તૈયારી કરી રહી છે કારણ કે આ વર્ષનું પાકિસ્તાનનું ઉત્પાદન લક્ષ્યાંક કરતાં લગભગ 3 મિલિયન ટન ઓછું રહેવાનો અંદાજ છે. આ સિવાય શાહબાઝ શરીફે પાકિસ્તાની અધિકારીઓને ઘઉંની ચોરી અને સંગ્રહ અટકાવવા માટે સાઈલોના નિર્માણ માટે વ્યૂહરચના તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ઇંધણના ભાવમાં વધારાથી પાકિસ્તાન સતત દબાયેલું હોવાથી, શેહબાઝે આ ખેદજનક સ્થિતિ માટે ભૂતપૂર્વ પીએમ ખાનને જવાબદાર ઠેરવ્યા હતા. “જાહેરમાં દરેકને બદનામ કરનારા ઈમરાન ખાને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ અવિશ્વાસની દરખાસ્ત દ્વારા તેમને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવશે તે જાણ્યા બાદ એવા સમયે ઘટાડી દીધા હતા જ્યારે આખી દુનિયામાં દરો વધી રહ્યા હતા,” તેમ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાની ઝપેટમાં પણ છે, જેના પર વડાપ્રધાન શાહબાઝે ખેદ વ્યક્ત કર્યો હતો અને આ માટે ઈમરાન ખાનને પણ જવાબદાર ઠેરવ્યા હતા. વધુમાં, રેલી દરમિયાન, વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તેમની દેશભક્તિ માટે પ્રશંસા કરી હતી અને ઇમરાન ખાનની ‘હકીકી આઝાદી માર્ચ’ પર કટાક્ષ કર્યો હતો.