Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુત્વને કહ્યું હતું ‘આતંકવાદ’, પીએમ મોદીને ગણાવ્યા હતા ‘હિટલર’: પાકિસ્તાનના પત્રકારની કેન્યામાં...

    હિંદુત્વને કહ્યું હતું ‘આતંકવાદ’, પીએમ મોદીને ગણાવ્યા હતા ‘હિટલર’: પાકિસ્તાનના પત્રકારની કેન્યામાં હત્યા, ગોળી મારી

    જાવેરીયા સિદ્દીકીએ લખ્યું કે, ‘મેં મારો પતિ, મિત્ર અને પ્રિય પત્રકાર ગુમાવી દીધો છે. પોલીસે જણાવ્યું છે કે તેમને ગોળી મારવામાં આવી છે.’ 

    - Advertisement -

    પાકિસ્તાનના એક પત્રકાર અને ટીવી એન્કરની હત્યા કરી નાંખવામાં આવી છે. આ પાકિસ્તાની પત્રકારનું મોત કેન્યામાં થયું છે. મૃતકની ઓળખ અર્શદ શરીફ તરીકે થઇ છે. તેની પત્નીએ આ બાબતની જાણકારી આપી છે. જોકે, આ અંગે બંને દેશો તરફથી અધિકારીક પુષ્ટિ થવાની બાકી છે.

    આ પહેલાં પાકિસ્તાની મીડિયામાં પત્રકારનું મોત કાર અકસ્માતમાં થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. જોકે, પછીથી મૃતકની પત્નીએ જ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેને ગોળી મારી દેવામાં આવી છે. જાવેરીયા સિદ્દીકીએ લખ્યું કે, ‘મેં મારો પતિ, મિત્ર અને પ્રિય પત્રકાર ગુમાવી દીધો છે. પોલીસે જણાવ્યું છે કે તેમને ગોળી મારવામાં આવી છે.’ 

    અર્શદ શરીફ પાકિસ્તાનના જાણીતા પત્રકારો પૈકીના એક હતા. જોકે, તેમની ઉપર રાજદ્રોહ વગેરેના અનેક કેસ દાખલ થતાં તેઓ પાકિસ્તાન છોડીને દુબઇ ચાલ્યા ગયા હતા. અર્શદ શરીફ ટ્વિટર પર સક્રિય હતા અને જ્યાં તેમણે ભૂતકાળમાં હિંદુઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ કરી હતી તો હિંદુત્વને આતંકવાદ સાથે જોડ્યું હતું. 

    - Advertisement -

    માર્ચ મહિનામાં યોજાયેલ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થતાં તેમણે લખ્યું હતું કે, પંજાબમાં નરેન્દ્ર મોદીની હિંદુત્વ આતંકવાદી સંસ્થા ભાજપને હરાવીને આમ આદમી પાર્ટીએ જીત મેળવી. આમ આદમી પાર્ટીની જીત દર્શાવે છે કે ભારતીયો સુશાસન ઈચ્છે છે અને તેમણે ભાજપ અને કોંગ્રેસને નકારી દીધા છે.  

    2020માં અન્ય એક ટ્વિટમાં તેમણે આરએસએસ, ભાજપ અને હિંદુત્વનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ભારતમાં સરકાર સમર્થિત રમખાણોમાં મુસ્લિમોને જીવતા સળગાવવામાં આવી રહ્યા છે.  

    એક ટ્વિટમાં અર્શદ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ એશિયાના ‘હિટલર’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમની હિંદુત્વ નીતિના કારણે ભાજપના ભારતમાં ખ્રિસ્તીઓ, યહૂદીઓ, પારસીઓ, શીખો અને મુસ્લિમો માટે કોઈ સ્થાન નથી. 

    અન્ય એક ટ્વિટમાં વિડીયો શૅર કરીને લખ્યું હતું કે, પીએમ મોદીએ ભારતીય સંસ્કૃતિને વહેંચી નાંખી છે અને ફાસીવાદી હિંદુત્વની નીતિથી લઘુમતીઓના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. 

    26 ફેબ્રુઆરી 2020ના એક ટ્વિટમાં તેમણે એક વિડીયો શૅર કરીને ભાજપ, આરએસએસ અને હિંદુત્વ સમર્થકોને ગુંડાઓ ગણાવીને કહ્યું હતું કે, તેઓ મસ્જિદો તોડી રહ્યા છે અને મુસ્લિમ મહિલાઓનો બળાત્કાર કરી રહ્યા છે. આ ટ્વિટમાં તેમણે નરેન્દ્ર મોદી માટે ‘કસાઈ’ જેવો શબ્દ વાપર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં