ઓસ્કર નોમિનેટેડ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ના બાળ કલાકાર રાહુલ કોળીનું નિધન થતા આખા ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ફિલ્મમાં કામ કરનાર બાળ કલાકાર રાહુલ કોળીનું માત્ર 15 વર્ષની વયે નિધન થયું છે. 2 ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેનું નિધન થયું છે. ફિલ્મમાં 6 બાળ કલાકાર મુખ્ય રોલમાં છે, જેમાંનો એક રાહુલ કોળી હતો. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી.
સાવ સામાન્ય પરુવારમાંથી આવતા રાહુલના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, રાહુલના આ ફિલ્મમાં કામ કરવાથી પરિવાર માટે આશાની એક કિરણ જાગી હતી, રાહુલ પણ પરિવારને કહી રહ્યો હતો કે આ ફિલ્મ રીલીઝ થયા બાદ તેના પરિવારની ગરીબી દુર થઈ જશે, એક અહેવાલમાં જણાવ્યા અનુસાર રાહુલ આતુરતાથી ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો હતો.
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ના બાળ કલાકાર રાહુલ કોળીનું લ્યુકેમિયા રોગના કારણે દુઃખદ અવસાન pic.twitter.com/2mVjJd2PqF
— Gujarati Movies (@GujaratiMovies) October 11, 2022
અહેવાલો અનુસાર રાહુલના પિતા રામુભાઇ કોળીએ જણાવ્યું હતું કે, ‘તે ખૂબ જ ખુશ હતો અને કહેતો કે 14 ઓક્ટોબર (ફિલ્મની રિલીઝ તારીખ) બાદ આપણું જીવન બદલાઇ જશે.’ મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને 13 દિવસ એટલે કે તેનું તેરમું થશે. મહત્વનું છે કે, જામનગર નજીક આવેલા વતન હાપા ખાતે તેના પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
છેલ્લા ચાર મહિનાથી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં સારવાર લઈ રહ્યો હતો રાહુલ
અહેવાલોમાં જણાવ્યા અનુસાર રાહુલ કોળીની બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા ચાર મહિનાથી સારવાર ચાલી રહી હતી. બાદમાં જ્યારે ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું ત્યાર બાદ તેના પરિવારને તેની બીમારીની જાણ થઇ હતી. તેને શરૂઆતમાં થોડો તાવ હતો પરંતુ દવા લીધા બાદ પણ તે વારંવાર બીમાર પડતો હતો.
#Gujarat #ChelloShow
— Ronak Varma (@journalistronak) October 11, 2022
ઓસ્કર નોમીનેટેડ ગુજરાતી ” છેલ્લો શો ” ના બાળ કલાકાર રાહુલ કોળીનું ૧૫ વર્ષ વયે કેન્સરની બીમારીના કારણે નિધન.
છેલ્લો શો ફિલ્મ ૧૪ ઓકટોબરે રિલીઝ થવાની છે. pic.twitter.com/2AlPTlxouk
રાહુલના પિતાએ મિડીયાને જણાવ્યું હતું કે, “રાહુલ 3 ભાઇ-બહેનોમાં સૌથી મોટો હતો. અમે ગરીબ છીએ, પરંતુ તેનું સ્વપ્ન અમારા માટે બધું જ હતું. તેની સારવાર માટે અમારે અમારી રીક્ષા પણ વેચવી પડી. જ્યારે ફિલ્મ ક્રૂને ખબર પડી કે અમે આવું કશું કર્યું છે ત્યારે તેઓએ અમને રીક્ષા પરત અપાવી દીધી હતી.”
રાહુલ અભિનીત ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી
ઉલ્લેખનીય છે કે, 12 દિવસ પહેલા જ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ 95માં એકેડેમી એવોર્ડ્સમાં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મની પસંદગી કરી હતી. ફિલ્મ ‘છેલ્લો શો’ના ડાયરેક્ટર US સ્થિત પાન નલિન ઉર્ફે નલિન પંડ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં ઉછર્યા છે અને તેની આસપાસ આ ફિલ્મની સ્ટોરી હશે. રાહુલે ફિલ્મમાં સિગ્નલમેનના પુત્ર અને મુખ્ય પાત્ર સમયના ખાસ મિત્ર મનુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં 6 બાળ કલાકારો છે, જે સ્ટોરીમાં ખૂબ જ મહત્વનો રોલ નિભાવશે.
ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટરનું કેન્સરથી નિધન#RahulKoli #ChhelloShow #ChhelloShowchildactor #GTCard pic.twitter.com/cvn3eWxAo6
— Gujarat Tak (@GujaratTak) October 11, 2022
તો બીજી તરફ ફિલ્મ નિર્માતા નલિને પણ જણાવ્યું હતું કે, “રાહુલના અવસાનથી ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આઘાતમાં સરી ગયા છે. અમે આ કપરા સમયમાં તેના પરિવારની સાથે છીએ. અમે તેને ન બચાવી શક્યા તેનું દુઃખ અમારા બધા માટે અસહ્ય છે.