Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે તેવા સમાચાર, ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કાર-2023...

    ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલે તેવા સમાચાર, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ થઇ

    એક મીડિયા અહેવાલ મુજબ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે, “અમે ખુબ રોમાંચિત છીએ અને ગૌરવ અનુભવીએ છીએ કે અમારી ફિલ્મ "લાસ્ટ ફિલ્મ શો"ને એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાતી સિનેમા જગત માટે ખુબ સારા સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કાર-2023 માટે નોમિનેટ થઇ છે. ભારત તરફથી છેલ્લો શો ફિલ્મ ઓસ્કાર-2023 માટે એન્ટ્રી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરમાં રિલીઝ થવાની છે.

    સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે. આ ગુજરાતી ભાષાની ફિલ્મે વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોને ઘેલું લગાડ્યું છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

    દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના કિશોરને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક ભીંસથી લડીને, તે “ફિલ્મ શો” માટેના તેના જુસ્સાને નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જેના દ્રશ્યો ફિલ્મો, ભોજન અને મિત્રોની આસપાસ ફરે છે.

    - Advertisement -

    રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી.

    નિર્દેશક પાન નલિન કહે છે, “મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે આવો દિવસ આવશે અને પ્રકાશ લાવશે અને પ્રકાશની ઉજવણી કરશે. છેલ્લો શો દુનિયાભરના પ્રેમનો આનંદ માણી રહ્યો છે પરંતુ મારા હૃદયમાં એક વેદના હતી કે હું ભારતને કેવી રીતે શોધું? હવે હું ફરીથી શ્વાસ લઈ શકું છું અને સિનેમામાં વિશ્વાસ કરી શકું છું જે મનોરંજન, પ્રેરણા અને જ્ઞાન આપે છે! આભાર FFI, આભાર જ્યુરી. “

    એક મીડિયા અહેવાલ મુજબ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે, “અમે ખુબ રોમાંચિત છીએ અને ગૌરવ અનુભવીએ છીએ કે અમારી ફિલ્મ “લાસ્ટ ફિલ્મ શો”ને એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે. સિનેમાના જાદુ અને અજાયબી અને થિયેટરના અનુભવની ઉજવણી કરતી આ ફિલ્મ માટે આનાથી વધુ યોગ્ય સમય ન હોઈ શકે. જ્યારે વિશ્વભરમાં ચાલતું સિનેમા એક રોગચાળાને કારણે ખોરવાઈ ગયું છે, ત્યારે તે પ્રેક્ષકોને અંધારાવાળા સિનેમા હોલમાં મૂવી જોવાના અનુભવ સાથે પ્રથમ વખત પ્રેમમાં પડ્યાની યાદ અપાવે છે. આ ફિલ્મ દ્વારા આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે અને અમારા ભાગીદારો સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ઓરેન્જ સ્ટુડિયોના પીઠબળથી અમે ખાતરી કરીશું કે અમે તેને એકેડમી એવોર્ડ્સમાં અમારો શ્રેષ્ઠ શોટ આપીશું!”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં