Tuesday, December 24, 2024
More
    હોમપેજરાજકારણમહારાષ્ટ્રમાં ECએ કોંગ્રેસ સહિતની વિપક્ષી ટોળકીના 'મિશન EVM'ની કાઢી નાખી હવા: 1440...

    મહારાષ્ટ્રમાં ECએ કોંગ્રેસ સહિતની વિપક્ષી ટોળકીના ‘મિશન EVM’ની કાઢી નાખી હવા: 1440 VVPAT ચકાસ્યાં, તમામ પરિણામો EVM સાથે થયાં મેચ

    મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ જણાવ્યું છે કે, ગત મહિને યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ 1,440 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ્સ (VVPATs) ચકાસવામાં આવ્યા હતા અને તેમના પરિણામો સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની ગણતરી સાથે મેળ ખાતા હતા.

    - Advertisement -

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના (Maharashtra Assembly Elections) પરિણામોમાં (Results) ‘ધાર્યું પરિણામ’ ન આવતાં વિપક્ષી ટોળકીએ (Opposition) હારનું ઠીકરું EVM પર ફોડવાનું શરૂ કરી દીધું હતું. માત્ર EVM જ નહીં, પરંતુ ચૂંટણી પંચ પર પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા. તમામ વિપક્ષી દળોના નેતાઓ ‘મિશન EVM’ પર નીકળી ગયા હતા અને સરકાર તથા ચૂંટણી પંચ પર EVMમાં છેડછાડ કર્યાનો આરોપ લગાવી દીધો હતો. જોકે, ચૂંટણી પંચે આ તમામ આરોપોને નકારી દીધા હતા, પરંતુ હવે ECએ તમામ આરોપોને પાયાવિહોણા પણ સાબિત કરી દીધા છે. ચૂંટણી પંચે EVM અને VVPAT સ્લીપને રેન્ડમલી મેચ કરી જે 100% સાચી અને સચોટ નીકળી. એટલે કે, તેમાં ક્યાંય કોઈપણ તફાવત જોવા નથી મળ્યો.

    મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ જણાવ્યું છે કે, ગત મહિને યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન કુલ 1,440 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ્સ (VVPATs) ચકાસવામાં આવ્યાં હતાં અને તેમના પરિણામો સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની ગણતરી સાથે મેળ ખાતાં હતાં. અધિક મુખ્ય ચૂંટણી અધિકારીના આ નિવેદન બાદ હવે વિપક્ષી ટોળકીની ‘EVM’ની હવા નીકળી ગઈ છે.

    ચૂંટણી પંચે વિપક્ષના દાવાની કાઢી નાખી હવા

    PTIને આપેલા એક ઇન્ટરવ્યુમાં કિરણ કુલકર્ણીએ જણાવ્યું છે કે, EVMની શરૂઆતે આવા દાવાઓને અપ્રાસંગિક બનાવી દીધા છે. કારણ કે, મતદાન કેન્દ્રો પર કોઈપણ સમસ્યાનું તરત જ નિવારણ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ વિધાનસભા ચૂંટણીમાં અમે 288 મતવિસ્તારમાં 1,440 VVPATની ચકાસણી કરી, જે દરેક મતવિસ્તારમાં VVPATના 5% છે. તમામ VVPAT ગણતરીઓ સંપૂર્ણપણે EVMના પરિણામો સાથે મેળ ખાય છે. જેના કારણે સિસ્ટમની વિશ્વસનીયતા વધુ મજબૂત બની છે.

    - Advertisement -

    તેમણે વધુમાં જણાવ્યું કે, “ચૂંટણી પંચ જનતા અને રાજકીય પક્ષો સાથે વિશ્વાસ કેળવવા માટે VVPAT વેરિફિકેશન પણ કરાવે છે. આ પ્રક્રિયા મતગણતરી દરમિયાન થાય છે. તેના માટે ચૂંટણી પંચે એક પ્રક્રિયા પણ તૈયાર કરી છે. મતગણતરી પછી EVM અને VVPATની તપાસ પણ કરવામાં આવે છે.”

    તેમણે સમગ્ર મતદાન પ્રક્રિયામાં વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, “અમે દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ મતદાન મથકોમાંથી પાંચ VVPATને કાઉન્ટિંગ એરિયામાં લઈ જઈએ છીએ. આ પ્રક્રિયા દરમિયાન કાઉન્ટિંગ એજન્ટસ્, ઉમેદવારો અને અધિકારીઓ જેવા લોકો હાજર હોય છે. જે દરમિયાન ઉમેદવાર અનુસાર VVPATની સ્લીપને ગણવામાં આવે છે અને તેમને મળેલા મતોની ગણતરી શરૂ થાય છે. પછી આ મતોની સરખામણી EVMમાં પડેલા મતો સાથે કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયા પારદર્શી રહે છે.” નોંધવા જેવું છે કે, આ પ્રક્રિયા દરમિયાન વીવીપેટને પ્રિન્ટર પોર્ટ દ્વારા EVM સાથે કનેક્ટ કરવામાં આવે છે, જે મશીનના સાચા રેકોર્ડિંગને ચકાસવા માટે પેપર સ્લીપમાં મત ડેટા અને કાઉન્ટર્સ રેકર્ડ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં