Monday, November 11, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં વધુ એક ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જામનગર લાલપુર...

    ગુજરાતમાં વધુ એક ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જામનગર લાલપુર બાયપાસ પર આવેલ ગેરકાયદે દરગાહનું તંત્ર દ્વારા ડિમોલિશન- ઑપઇન્ડિયા એક્સક્લુઝિવ

    જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલી બારીયાપીરની દરગાહ ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામોને લઈને તંત્ર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લામાં પણ તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં વધુ એક ગેરકાયદેસર દરગાહને (Illegal Dargah) જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે છે કે, જામનગર (Jamnagar) લાલપુર બાયપાસ (Lalpur Bypass) પાસે આવેલા ગેરકાયદેસર બારીયાપીર દરગાહ (Illegal Bariyapir Dargah) પર દાદાનું બુલડોઝર (Bulldozer Action) ફેરવી દેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે, જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલી બારીયાપીરની દરગાહ ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી. જે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જમીનદોસ્ત કરી દેવામાં આવી છે. સોમવારે (28 ઑક્ટોબર) મોડી રાત્રે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મોટી સંખ્યામાં પોલીસતંત્રના જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા હતા.

    જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, “આ બાંધકામ ગાડા માર્ગ ઉપર થયેલું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જાહેર માર્ગ કે સરકારી જમીન ઉપર જે-જે આવાં ગેરકાયદેસર બાંધકામ થયેલાં હોય તેને ચિહ્નિત કરવા માટે અમે એક સમિતિ બનાવી છે, જે નિયમિત રીતે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.”

    - Advertisement -

    તેમણે વધુમાં જણાવ્યું છે કે, “આ મામલામાં તંત્રે પહેલાં દરગાહને નોટિસ આપી હતી અને માલિકીના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. પરંતુ બાંધકામ જાહેર માર્ગ પર હોય અને કોઈ દસ્તાવેજો પણ રજૂ કરવામાં ન આવ્યા. ત્યારબાદ પોલીસ તંત્રએ ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. ભવિષ્યમાં પણ આ પ્રકારે જે-જે ગેરકાયદેસર બાંધકામો ધ્યાને આવશે તેની વિરુદ્ધ આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં