Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબકરીદ અગાઉ વેચવા રાખેલા બકરા પર લખ્યું ‘RAM’, સામે આવ્યો વિડીયો: નવી...

    બકરીદ અગાઉ વેચવા રાખેલા બકરા પર લખ્યું ‘RAM’, સામે આવ્યો વિડીયો: નવી મુંબઈમાં મટન શોપના માલિક મોહમ્મદ શફી સામે FIR

    બકરીદના દિવસે 'રામ' નામ લખેલા આ બકરાને હલાલ કરવાની યોજના હતી. જ્યારે હિંદુ સંગઠનોને આ વિડીયો વિશે માહિતી મળી તો તો તેઓ તાત્કાલિક ધોરણે નવી મુંબઈના 'ગુડલક મટન શોપ' પર પહોંચી ગયા હતા. સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થતાં પોલીસે પણ આ મામલે IPCની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે.

    - Advertisement -

    નવી મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના નવી મુંબઈ ખાતે આવેલા એક મટન શોપના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કારણ કે, સોશિયલ મીડિયા પર આ મટન શોપમાં રહેલાં એક બકરા પર પીળા રંગથી ‘રામ’ લખેલો એક વિડીયો વાયરલ થયો હતો. હિંદુઓના આરાધ્ય ભગવાન રામનું નામ લખીને તે બકરાને બકરીદ પર કુર્બાની માટે વેચવામાં આવવાનો હતો. પરંતુ તે પહેલાં વિડીયો વાયરલ થતાં હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો હતો. સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થતાં પોલીસે મટન શોપના માલિક મોહમ્મદ શફી શેખ વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

    સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલાં તે વિડીયોમાં મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત એક મટન શોપ પર એક સફેદ બકરો જોઈ શકાય છે. તે બકરા પર પીળા રંગથી ‘રામ’ લખવામાં આવ્યું છે. કેટલાક હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ મટન શોપના માલિકને આ હરકતને લઈને પ્રશ્નો પૂછતાં પણ જોઈ શકાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હિંદુ સમાજમાં રોષની લાગણી વ્યાપી હતી. નોંધનીય છે કે, ભગવાન રામ હિંદુ ધર્મના આરાધ્ય છે અને તેમની સાથે કરોડો હિંદુઓની આસ્થા પણ જોડાયેલી છે. તેવામાં આ મામલો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારો છે.

    બકરીદના દિવસે ‘રામ’ નામ લખેલા આ બકરાને હલાલ કરવાની યોજના હતી. જ્યારે હિંદુ સંગઠનોને આ વિડીયો વિશે માહિતી મળી તો તો તેઓ તાત્કાલિક ધોરણે નવી મુંબઈના ‘ગુડલક મટન શોપ’ પર પહોંચી ગયા હતા. સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થતાં પોલીસે પણ આ મામલે IPCની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી મહોમ્મદ શફી શેખની અટકાયત કરી છે.

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, મટન શોપના માલિકનું નામ મોહમ્મદ શફી શેખ છે. નવી મુંબઈ સ્થિત બેલાપુર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 295 હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે સિવાય IPCની કલમ 34 અને પશુ ક્રૂરતા અધિનિયમની કલમ 11 હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. માહિતી અનુસાર, મહાનગરપાલિકા દ્વારા આ મટન શોપ પરથી 22 બકરાઓને જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી 17 જૂનના રોજ મુસ્લિમોનો બકરીદનો તહેવાર છે, જેમાં બકરાની કુરબાની આપવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં