જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં પહેલાથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, બારામુલ્લામાં શનિવારે ફાટી નીકળેલી એક અલગ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે અથડામણ બારામુલ્લાના કરહામા કુંઝર વિસ્તારમાં શરૂ થઈ હતી.
બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. JK247News અનુસાર માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ યારહોલ બાબાપોરા કુલગામના રહેવાસી આબિદ વાની તરીકે થઈ છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલો છે.
बारामूला के करहामा कुंजर इलाके में सुरक्षा बलों ने एक आतंकवादी मार गिराया है। मारे गए आतंकवादी की पहचान यारहोल बाबापोरा कुलगाम निवासी आबिद वानी के रूप में हुई है, जो प्रतिबंधित आतंकवादी संगठन लश्कर से जुड़ा हुआ है। #Baramulla #Kashmir #JammuAndKashmir pic.twitter.com/9UZ22nx2Cy
— JK24x7 News (@JK247News) May 6, 2023
“અમને કુંઝર પોલીસ સ્ટેશનની હદ હેઠળના કરહામા ગામમાં કેટલીક શંકાસ્પદ હિલચાલ વિશે વિશ્વસનીય સ્ત્રોત પાસેથી માહિતી મળી હતી. બારામુલ્લા પોલીસ, ભારતીય સેના અને CRPFના સંયુક્ત પક્ષો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન, સર્ચ પાર્ટીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો અને જવાબી ગોળીબારમાં એલઇટીનો એક આતંકવાદી માર્યો ગયો,” બારામુલાના એસએસપી અમોદ અશોક નાગપુરેએ એએનઆઈને જણાવ્યું હતું.
“G20 સમિટને ધ્યાનમાં રાખીને અમારા દળો સતર્ક છે અને અમે જોખમને બેઅસર કરી રહ્યા છીએ અને G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવશે,” તેમણે ઉમેર્યું.
રાજૌરીમાં 5 જવાનો પામ્યા હતા વીરગતિ
દરમિયાન, રાજૌરીના કાંડી જંગલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન, જેમાં પાંચ સૈનિકો કાર્યવાહીમાં વીરગતિ પામ્યા હતા, હાલમાં ચાલુ છે. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, શનિવારે સવારે 1.15 વાગ્યે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થયો હતો અને સામસામે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે (20 એપ્રિલ, 2023) બપોરે ભારતીય સેનાના એક વાહનમાં આગ લાગી હોવાની જાણકારી સામે આવી હતી, જેમાં પાંચ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. હવે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે આ આતંકી હુમલો હતો. આ હુમલામાં અન્ય એક જવાનને ઇજા પહોંચી હતી, જેમને ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ ત્યાં સુરક્ષા દળો સતત આતંવાદીઓની શોધ કરી રહ્યા હતા અને આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. હાલ અહી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સતત અથડામણ થઈ રહી છે.