Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો: સેનાની ગાડી પર ગોળીબાર અને ગ્રેનેડ અટેક, 5 જવાનો...

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો: સેનાની ગાડી પર ગોળીબાર અને ગ્રેનેડ અટેક, 5 જવાનો વીરગતિ પામ્યા, એકને ઇજા

    ભારતીય સેનાના જવાનોની એક ગાડી પૂંછ સેક્ટરમાંથી પસાર થઇ રહી હતી ત્યારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. 

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે (20 એપ્રિલ, 2023) બપોરે ભારતીય સેનાના એક વાહનમાં આગ લાગી હોવાની જાણકારી સામે આવી હતી, જેમાં પાંચ જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. હવે ભારતીય સેનાએ જણાવ્યું છે કે આ આતંકી હુમલો હતો. આ હુમલામાં અન્ય એક જવાનને ઇજા પહોંચી છે, જેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

    આ ઘટના જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં બની હતી. અહીં ભારતીય સેનાના જવાનોની એક ગાડી પૂંછ સેક્ટરમાંથી પસાર થઇ રહી હતી ત્યારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. 

    ભારતીય સેનાએ આપેલી અધિકારીક જાણકારી અનુસાર, ભીમબેર ગલી અને પૂંછ વચ્ચેથી પસાર થતા ભારતીય સેનાના વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. તેમજ તેમણે ગ્રેનેડનો ઉપયોગ કરવાની પણ આશંકા છે, જેના કારણે વાહનમાં આગ લાગી ગઈ હતી. 

    - Advertisement -

    સેનાના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ ધોધમાર વરસાદ અને વિસ્તારમાં લૉ વિઝિબ્લિટીનો ગેરલાભ ઉઠાવીને સેનાની ગાડી પર આ હુમલો કર્યો હતો. જેમાં વિસ્તારમાં કાઉન્ટર ટેરેરિસ્ટ ઓપરેશન માટે તહેનાત રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો વીરગતિ પામ્યા હતા અને એક જવાનને ગંભીર ઇજા પહોંચી હતી, જેમને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ સારવાર હેઠળ છે. 

    સેનાએ જણાવ્યું છે કે હાલ હુમલાખોર આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં ઓપરેશન લૉન્ચ કરવામાં આવ્યું છે અને કાર્યવાહી ચાલી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં કાશ્મીરમાં સેનાના જવાનોની એક ગાડીને આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. પહેલાં તેને દુર્ઘટના તરીકે જોવામાં આવી રહી હતી પરંતુ હવે સેનાએ આતંકવાદી હુમલો હોવાની પુષ્ટિ કરી છે. 

    હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સમર્થિત PAFF દ્વારા લેવામાં આવી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. હાલ સેનાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. 

    PAFF હથિયારો, દારૂગોળા અને વિસ્ફોટકોની દેખરેખ માટે ભરતી અને પ્રશિક્ષણ માટે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા યુવાનોને ઉઠાવી તેમને આતંકવાદી બનાવે છે. આ ઉપરાંત આ આતંકવાદી સંગઠન દેશમાં ભૂતકાળમાં બનેલી અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ થઈને અનેક કૃત્યો આચર્યા છે. તે જૈશ-એ-મોહમ્મદનું સહયોગી સંગઠન છે, જેણે 2019માં કાશ્મીરમાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો વીરગતિ પામ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં