Wednesday, November 20, 2024
More
    હોમપેજદેશ'મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે': કોર્ટના આદેશ બાદ સંભલની જામા મસ્જિદનો...

    ‘મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે’: કોર્ટના આદેશ બાદ સંભલની જામા મસ્જિદનો સરવે કરવા પહોંચ્યા અધિકારીઓ તો ભડકી ઉઠયા સપા સાંસદ ઝિયાઉર રહેમાન, મુસ્લિમ ટોળાં પણ થઈ ગયા એકઠા

    સંભલની ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ સંભલની વિવાદિત શાહી જામા મસ્જિદનો સરવે કરવામાં આવ્યો હતો. વિડીયો અને ફોટોગ્રાફી દ્વારા 2 કલાક સુધી અધિકારીઓએ તે વિવાદિત સ્થળનો સરવે કર્યો હતો. આ દરમિયાન મસ્જિદની બહાર મોટી સંખ્યામાં મુસ્લિમોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને નારા લગાવવા લાગ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલની (Sambhal) જામા મસ્જિદને (Jama Masjid) લઈને વિવાદ વધતો હોવાનું જાણવા મળી રહ્યું છે. વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનની (Vshnu Shankar Jain) અરજી પર સુનાવણી દરમિયાન મંગળવારે (19 નવેમ્બર) સંભલની ડિસ્ટ્રિક કોર્ટે જામા મસ્જિદનો સરવે (Survey) કરવા માટેનો આદેશ આપ્યો હતો. જે બાદ અધિકારીઓ મસ્જિદનો સરવે કરવા પહોંચ્યા હતા. બે કલાક સુધી અધિકારીઓએ વિવાદિત સ્થળનો સરવે કર્યો હતો. જોકે, તે દરમિયાન જ સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ ઝિયાઉર રહેમાન ભડકી ઉઠ્યા હતા અને સરવેનો વિરોધ કરવા લાગ્યા હતા.

    સંભલની ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ સંભલની વિવાદિત શાહી જામા મસ્જિદનો સરવે કરવામાં આવ્યો હતો. વિડીયો અને ફોટોગ્રાફી દ્વારા 2 કલાક સુધી અધિકારીઓએ તે વિવાદિત સ્થળનો સરવે કર્યો હતો. આ દરમિયાન મસ્જિદની બહાર મોટી સંખ્યામાં મુસ્લિમોના ટોળાં (Muslim Mob) એકઠા થઈ ગયા હતા અને નારા લગાવવા લાગ્યા હતા. કટ્ટરપંથી મુસ્લિમોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જ્યારે હવે સપા સાંસદ ઝિયાઉર રહેમાન પણ મુસ્લિમ ટોળાંના સમર્થનમાં આવી ગયા છે.

    ‘તે મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે..’- સપા સાંસદ

    જે સમયે મસ્જિદમાં સરવેની કાર્યવાહી ચાલી રહી હતી, તે જ સમયે સપાના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક ત્યાં પહોંચી ગયા હતા. તેમણે મસ્જિદની બહાર ઊભા રહીને મીડિયા સાથે વાત કરી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટના ‘પ્લેસિસ ઑફ વર્શિપ એકટ 1991’ના આદેશ બાદ પણ ઘણા લોકો માહોલ બગાડી રહ્યા છે. ધ્યાન રાખજો.. આ મસ્જિદ હતી, મસ્જિદ છે અને મસ્જિદ જ રહેશે. અમે નથી ઇચ્છતા કે, દેશનો માહોલ ખરાબ થાય.”

    - Advertisement -

    વધુમાં સપા સાંસદે કહ્યું હતું કે, “આ મસ્જિદ નવી નથી. ઐતિહાસિક જામા મસ્જિદ છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, જે પણ ધાર્મિક સ્થળ 1947થી જે જગ્યા પર છે, તે ત્યાં જ રહેશે. તેની સાથે કોઈપણ પ્રકારની છેડછાડ અને વિવાદ ઊભો ન કરવો જોઈએ. તેવામાં કોર્ટના તે આદેશનું પાલન પણ કરવામાં આવવું જોઈએ.”

    હિંદુ પક્ષ તરફથી વકીલ વિષ્ણુ શંકર જૈને કરી હતી અરજી

    નોંધનીય છે કે, એડવોકેટ વિષ્ણુ શંકર જૈને સંભલની જિલ્લા અદાલતમાં દાખલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાલમાં જામા મસ્જિદ તરીકે ઓળખાતી જગ્યા પર અગાઉ એક હિંદુ મંદિર હતું, જેને 1529માં ઇસ્લામી આક્રમણખોર બાબર દ્વારા તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. આ અરજીમાં કોર્ટમાં મસ્જિદનો સરવે કરાવવાની માંગ કરવામાં આવી હતી, જેને સંભલની ડિસ્ટ્રિક્ટ કોર્ટે મંગળવારે (19 નવેમ્બર 2024) સ્વીકારી હતી અને એડવોકેટ કમિશનર દ્વારા સરવે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

    એડવોકેટ વિષ્ણુ શંકર જૈને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર કોર્ટનો નિર્ણય શેર કરતા જણાવ્યું કે, તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર અદાલતે સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. અરજીમાં તેમણે દાવો કર્યો છે કે, સંભલ ખાતેની તે જગ્યા પ્રાચીન સમયમાં હરિહર મંદિર તરીકે જાણીતી હતી. વિષ્ણુ શંકરે કહ્યું કે, વર્ષ 1529માં બાબરે આ જગ્યાને તોડીને મસ્જિદ બનાવી હતી. આ જ પોસ્ટમાં તેમણે હિંદુઓની આસ્થાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ માને છે કે ભગવાન કલ્કિ ભવિષ્યમાં તે સ્થાન પર અવતરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં