Wednesday, December 4, 2024
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયની દુર્દશા: કટ્ટરપંથીઓએ વધુ 3 શિક્ષકોના રાજીનામાં લીધા, શહીદ સ્મૃતિ...

    બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયની દુર્દશા: કટ્ટરપંથીઓએ વધુ 3 શિક્ષકોના રાજીનામાં લીધા, શહીદ સ્મૃતિ ડિગ્રી કોલેજના હિંદુ આચાર્ય સહિત 3 પ્રોફેસર પાસે કરાવી સહી

    હિંદુ વ્યવસાયિકો પાસેથી બળજબરીપૂર્વક રાજીનામું લેવાની આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આ આગાઉ 29 ઓગસ્ટના રોજ બાકરગંજ સરકારી કોલેજ, બરીશાલના પ્રિન્સિપાલ શુક્લા રાની હલદરની ઓફિસ પર ઇસ્લામિક વિદ્યાર્થીઓ અને બહારના લોકોના ટોળાએ હુમલો કર્યો અને તેમના રાજીનામાંની માંગ કરી હતી.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં (Bangladesh) શેખ હસીનાએ (Sheikh Hasina) વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશમાં હિંદુઓની પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો હતો જે અનુસાર બાંગ્લાદેશની શહીદ સ્મૃતિ ડિગ્રી કોલેજના હિંદુ આચાર્ય સહિતના હિંદુ પ્રોફેસર (Professors Resign) પાસેથી બળપૂર્વક રાજીનામાં લેવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે ઘટનાનો એક વિડીયો સામે આવ્યો હતો જે અનુસાર બાંગ્લાદેશમાં શહીદ સ્મૃતિ ડિગ્રી કોલેજના હિંદુ આચાર્ય સહિત 3 હિંદુ શિક્ષકોને ઇસ્લામિક કટ્ટરવાદી વિદ્યાર્થીઓ અને બાંગ્લાદેશ આર્મીના દબાણ હેઠળ જબરજસ્તી રાજીનામું આપવું પડ્યું હતું. વિડીયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે કટ્ટરવાદી ઇસ્લામિક વિદ્યાર્થીઓએ તેમને ઘેરી લીધા છે અને આર્મીના અધિકારીઓ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા છે.  

    ત્યારે બાંગ્લાદેશમાં રાજનૈતિક, સમાજિક અને આર્થિક અશાંતિ વચ્ચે શહીદ સ્મૃતિ ડિગ્રી કોલેજના હિંદુ આચાર્ય દુર્લવાનંદ બારાઈ, ભૌતિકશાસ્ત્રના શિક્ષક બિમલ પાંડે અને શિક્ષક લિટન દત્તા પાસેથી બળજબરીપૂર્વક રાજીનામું લેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં કોલેજના આચાર્ય રાજીનામાં પત્ર પર સહી કરતા જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    અગાઉ પણ બની ચૂકી છે આવી ઘટનાઓ

    નોંધનીય છે કે હિંદુ વ્યવસાયિકો પાસેથી બળજબરીપૂર્વક રાજીનામું લેવાની આ પ્રથમ ઘટના નથી આ અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આ આગાઉ 29 ઓગસ્ટના રોજ બાકરગંજ સરકારી કોલેજ, બરીશાલના પ્રિન્સિપાલ શુક્લા રાની હલદરની ઓફિસ પર ઇસ્લામિક વિદ્યાર્થીઓ અને બહારના લોકોના ટોળાએ હુમલો કર્યો અને તેમના રાજીનામાંની માંગ કરી હતી.

    આ સિવાય 18 ઓગસ્ટના રોજ અઝીમપુર ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ એન્ડ કોલેજની લગભગ 50 વિદ્યાર્થીનીઓએ પ્રિન્સિપાલ ગીતાંજલિ બરુઆને ઘેરી લીધા હતા અને તેમના, આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ ગૌતમ ચંદ્ર પોલ અને PTના શિક્ષક શહનાઝા અખ્તરના રાજીનામાંની માંગ કરી હતી.

    આ ઉપરાંત કબી નઝરુલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝના એસોસિયેટ પ્રોફેસર સંજય કુમાર મુખર્જીને પણ પ્રોક્ટર અને વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

    નોંધનીય છે કે 5 ઓગસ્ટે શેખ હસીના સરકારનું પતન થયા બાદ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિંદુઓ માટે પરિસ્થિતિ વધુ કપરી બની હતી. અહેવાલો અનુસાર 1 સપ્ટેમ્બર સુધી જ લઘુમતી સમુદાયોના 50થી વધુ શિક્ષકો તેમના પદો પરથી બળજબરીપૂર્વક રાજીનામાં આપી ચુક્યા છે. એમાંથી ઘણાએ તો શારીરિક હુમલાનો સામનો પણ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં