Thursday, December 5, 2024
More
    હોમપેજદેશપ્રસાદમાં પશુ ચરબી મળ્યા બાદ તિરુપતિ મંદિરમાં ‘સ્વચ્છતા અભિયાન’: TTDનો મોટો નિર્ણય,...

    પ્રસાદમાં પશુ ચરબી મળ્યા બાદ તિરુપતિ મંદિરમાં ‘સ્વચ્છતા અભિયાન’: TTDનો મોટો નિર્ણય, કહ્યું- બિન-હિંદુ કર્મચારી VRS લે અથવા તો ટ્રાન્સફર, દર્શન બાદ રાજકારણ કરવા પર પણ પ્રતિબંધ

    TTDએ નિર્ણય લીધો છે કે, તેના માટે કામ કરતા બિન-હિંદુ કર્મચારીઓને આંધ્ર પ્રદેશ સરકારના અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા તેમને નિવૃત્તિ આપવામાં આવશે. TTDએ કહ્યું કે, તે આવનારા દિવસોમાં બિન-હિંદુ કર્મચારીઓની સંખ્યા અંગે રિપોર્ટ તૈયાર કરશે.

    - Advertisement -

    હવે આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) તિરુપતિ (Tirupati Temple) મંદિરમાં બિન-હિંદુઓ (Non-Hindus) કામ કરી શકશે નહીં. હાલમાં કામ કરતા લોકોએ કાં તો સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લેવી પડશે અથવા બિન-હિંદુઓને આંધ્ર પ્રદેશના અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તિરુપતિ પ્રસાદમાં ‘પ્રાણી ચરબી’ની ભેળસેળને લઈને થયેલા વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મંદિરનું સંચાલન કરતી તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ એટલે કે TTDએ લીધો છે.

    TTDના નવા અધ્યક્ષ બીઆર નાયડુની અધ્યક્ષતામાં સોમવારે (18 નવેમ્બર, 2024) યોજાયેલી બેઠકમાં તિરુપતિની સેવામાં બિન-હિંદુઓને નોકરી ન આપવા ઉપરાંત અન્ય ઘણા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. આ બેઠક તિરુપતિના અન્નામૈયા ભવનમાં થઈ હતી. TTDના અધ્યક્ષ બીઆર નાયડુ ઉપરાંત અન્ય સભ્યોએ પણ તેમાં ભાગ લીધો હતો.

    TTDએ નિર્ણય લીધો છે કે, તેના માટે કામ કરતા બિન-હિંદુ કર્મચારીઓને આંધ્ર પ્રદેશ સરકારના અન્ય વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવશે અથવા તેમને નિવૃત્તિ આપવામાં આવશે. TTDએ કહ્યું કે, તે આવનારા દિવસોમાં બિન-હિંદુ કર્મચારીઓની સંખ્યા અંગે રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટ તૈયાર કર્યા બાદ લેવાયેલા નિર્ણય અંગે કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -

    વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં TTD માટે કામ કરતા લોકોની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, TTD માટે કામ કરતા લોકોની સંખ્યા 44 છે. જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલમાં આ સંખ્યા સંખ્યા 300થી વધુ હોવાનું કહેવાય છે. જોકે, TTD કર્મચારી યુનિયનોએ આ નિર્ણયને આવકાર્યો છે અને નિર્ણયને કાયદેસર ગણાવ્યો છે.

    TTDએ એવો પણ નિર્ણય લીધો છે કે, તે મંદિરની મુલાકાત પછી નેતાઓને રાજકીય નિવેદનો આપવા પર પ્રતિબંધ મૂકશે. TTDએ કહ્યું છે કે, દર્શન બાદ રાજકીય નિવેદન આપનારા નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. TTDએ એમ પણ કહ્યું છે કે, આ ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તે કોઈપણ પક્ષના સભ્ય હોય.

    આ ઉપરાંત બોર્ડની બેઠકમાં ઘણા વહીવટી નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, બોર્ડના નાણાં હવે ખાનગી બેંકોમાં રાખવામાં આવશે નહીં. TTD હવે પૈસા રાખવા માટે સરકારી બેંકોમાં ખાતા ખોલશે. ઉપરાંત બોર્ડ દર્શનનો સમય ઘટાડવા માટે પણ કામ કરશે.

    TTDએ થોડા દિવસો પહેલાં થયેલા વિવાદ બાદ લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની શુદ્ધતા અંગે પણ નિર્ણય લીધો છે. TTDએ કહ્યું છે કે, તે સારી ગુણવત્તાનું ઘી મેળવવા માટે ફરીથી ટેન્ડર બહાર પાડશે. નોંધનીય છે કે, તાજેતરના અહેવાલોમાં લાડુમાં પશુ ચરબીની ભેળસેળનો મામલો સામે આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં