ઉદયપુરમાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદે કન્હૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાંખી, આ હત્યાનો વિડીયો બનાવ્યો અને દુનિયાને જણાવ્યું પણ. પરંતુ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના મતે આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા છે. જજોએ કહ્યું કે, નૂપુરના કારણે દેશ ભડકે બળ્યો છે અને તેમણે ટીવી પર આવીને આખા દેશની માફી મંગાવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આ ટિપ્પણીથી યુઝરો નારાજ થયા હતા.
નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે, પયગંબર મોહમ્મદ પર પૂછવામાં આવેલ સવાલો બાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. આ સંજોગોમાં અલગ-અલગ રાજ્યોમાં તેમની સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તે તમામને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે.
કોર્ટના ન્યાયાધીશોએ આ મામલે સુનાવણી કરતા નૂપુર શર્માને જ કહ્યું કે તેમણે દેશની માફી મંગાવી જોઈએ. ન્યાયાધીશોએ કટ્ટરપંથી તત્વો અને તેમના દ્વારા થતી હિંસાને અવગણીને કેસ પર ટિપ્પણી કરી હતી અને દેશમાં વર્તમાન પરિસ્થિતિ માટે નૂપુરને જ જવાબદાર ગણાવ્યાં હતાં.
નૂપુર શર્માને મળી રહેલી ધમકીઓ અને દેશમાં બની રહેલી કટ્ટરપંથી ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની આવી ટિપ્પણીથી સોશિયલ મીડિયા યુઝરો નારાજ છે અને પૂછી રહ્યા છે કે શું આ શરિયા કોર્ટ છે? નૂપુર શર્મા તો તેમની એફઆઈઆર ટ્રાન્સફર કરાવવા માટે આવ્યાં હતાં, જો એવું નહતું કરવું તો સ્પષ્ટ ઇનકાર કરી દેવો જોઈતો હતો. પરંતુ આ બધું કહેવાની કોઈ જરૂર ન હતી.
Wtf! Is that a Sharia court? She came to them with a request of transfer of all FIRs to one place. Either grant it or reject it. Why pass sermons? Without even proper case hearing they’ve declared her guilty. This statement projects Udaipur kiIIers as victims of circumstances.
— THE SKIN DOCTOR (@theskindoctor13) July 1, 2022
લોકો માની રહ્યા છે કે આ રીતે સુપ્રીમ કોર્ટનો નૂપુર શર્મા પર ગુસ્સો ઠાલવવો કટ્ટરપંથીઓને બળ આપશે કે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે અને તમામ ભૂલ નૂપુર શર્માની જ છે. એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે જો કન્હૈયાલાલના મોત માટે નૂપુર શર્મા જવાબદાર હોય તો કમલેશ તિવારી અને કિશન ભરવાડની હત્યાના ગુનેગાર કોણ છે?
Kamlesh Tiwari, Kishan Bharvad and multiple such incidents happened before Nupur Sharma’s debate..
— Cabinet Minister, Ministry of Memes, India (@memenist_) July 1, 2022
એડવોકેટ શશાંક શેખર ઝાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના જજોએ આ ટિપ્પણી કરીને ‘સર તન સે જુદા..’ના નારા લગાવતી ભીડને યોગ્ય ઠેરવી દીધી છે. તેમણે આજના દિવસને ન્યાયતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો હતો.
Supreme Court literally justified #SarTanSeJuda brigade today.
— Shashank Shekhar Jha (@shashank_ssj) July 1, 2022
Black day for judiciary!
એક યુઝરે કહ્યું કે, નૂપુર શર્મા અંગે કોર્ટના જજોની ટિપ્પણીનો ઉપયોગ કન્હૈયાલાલની હત્યા કરનારા જેહાદી તત્વો દ્વારા સ્વરક્ષણ માટે કરવામાં આવશે અને તેમણે એમ પણ કહ્યું કે, ન્યાયાધીશો જ્યારે ઇસ્લામિક આતંકવાદની વાત આવે છે ત્યારે ચુપ થઇ જાય છે.
Today’s Remarks by Supreme Court on #NupurSharmaControversy will be used as Defence by the Jihadis who beheaded #KanhaiyaLal.
— The Analyzer (@Indian_Analyzer) July 1, 2022
All thanks to Millord who become Blind when it comes to Radical Isl**mic Terrorism.
આ ઉપરાંત, નૂપુર શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ટિપ્પણી બાદ નેટિઝન્સ સોશિયલ મીડિયા પર તેમના વિશે માહિતી શૅર કરી રહ્યા છે. જેમાંથી એક જજ પારડીવાલાના પિતા 1989 થી 1990 માં કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂક્યા છે જયારે બીજા જસ્ટિસ સૂર્યકાન્ત વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા, જેના કારણે જસ્ટિસ એકે ગોયને તેમની નિયુક્તિનો વિરોધ પણ કર્યો હતો.
Father of Justice J B Pardiwala was Congress MLA in Gujarat.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) July 1, 2022
Now branch of Justice J B Pardiwala and Justice Suryakant think that Nupur Sharma’s statement is responsible for the #UdaipurTerrorAttack
Justice AK Goel had objected against appointment of Justice Surya Kant because of serious corruption allegations against him but Collegium didn’t listen. Now don’t ask me who Justice Surya Kant is.https://t.co/dbsf16ohGI
— अतुल (@amz360) July 1, 2022