Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનુપુર શર્માએ ફરીથી ખટખટાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો, પોતાની ધરપકડ પર સ્ટે મુકવાની...

    નુપુર શર્માએ ફરીથી ખટખટાવ્યો સુપ્રીમ કોર્ટનો દરવાજો, પોતાની ધરપકડ પર સ્ટે મુકવાની કરી માંગ

    નૂપુર શર્માએ દેશભરમાં તેમની સામે નોંધાયેલી તમામ એફઆઈઆરને જોડવાનો નિર્દેશ કરવા પણ આવેદન કર્યું છે. કાલે થશે સુનવણી.

    - Advertisement -

    બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત દ્વેષપૂર્ણ નિવેદન માટે તેમની વિરુદ્ધ નોંધાયેલી FIRમાં પોતાની ધરપકડ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

    નૂપુર શર્માએ પોતાની ધરપકડ પર રોક લગાવવા ઉપરાંત દેશભરમાં તેમની સામે નોંધાયેલી તમામ એફઆઈઆરને એકબીજા સાથે જોડવાનો નિર્દેશ કરવાની પણ માંગ કરી છે. નુપુર શર્માની અરજી પર આવતીકાલે સુનાવણી થશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જમશેદ પારડીવાલાની બેન્ચ દ્વારા આ મામલે સુનાવણી કરવામાં આવશે.

    શર્માએ લાઇવ ટેલિવિઝન ચર્ચામાં પ્રોફેટ મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કર્યા પછી આ વર્ષની શરૂઆતમાં વૈશ્વિક વિવાદ ફાટી નીકળ્યો હતો. શર્માએ માફી માંગવી પડી હતી અને તેમને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ ઘણી એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી.

    - Advertisement -

    બાદમાં તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.તેમની ટિપ્પણીઓનું બહાનું કાઢીને કટ્ટરપંથીએ ઉદયપુર અને અમરાવતી જેવા ઘણા સ્થળોએ આતંકી ઘટનાઓને ઓપ આપી હતી, જ્યાં સોશિયલ મીડિયા પર તેના સમર્થનમાં બોલતા લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.

    નૂપુરની પહેલી અરજી પર નહોતી થઇ સુનવણી

    અગાઉ પહેલી જુલાઈના રોજ પણ નૂપુર શર્માએ દેશનાં વિવિધ રાજ્યોમાં તેમની વિરુદ્ધ થયેલી તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં નૂપુર શર્માએ જણાવ્યું હતું કે, તેમને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. જે મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. 

    પોતાની એ સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નિલંબિત બીજેપી પ્રવક્તા નુપુર શર્માને ટીવી શોમાં પ્રોફેટ વિશેની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ દેશની માફી માંગવા કહ્યું હતું અને ઉદયપુરમાં થયેલી હત્યા માટે તેમને જવાબદાર ઠેરવ્યા હતા. કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી.

    નુપુર શર્માએ નવી અરજીમાં શું કહ્યું?

    નુપુર શર્માએ હવે દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ તેને અસામાજિક તત્વો દ્વારા ફરીથી બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેણે તેની અગાઉની અરજીમાં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ ટાંકી હતી. તેમણે કહ્યું હતું કે પ્રથમ એફઆઈઆર દિલ્હીમાં નોંધવામાં આવી હતી, તે ઈચ્છે છે કે અન્યોને તેની સાથે જોડવામાં આવે. નોંધનીય છે કે નુપુર શર્મા વિરુદ્ધ દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં 9 કેસ નોંધાયેલા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં