Sunday, September 8, 2024
More
    હોમપેજદેશ'ફરીવાર નહીં યોજાય પરીક્ષા': NEET વિવાદ પર સર્વોચ્ચ અદાલતનો 'સુપ્રીમ આદેશ', કહ્યું-...

    ‘ફરીવાર નહીં યોજાય પરીક્ષા’: NEET વિવાદ પર સર્વોચ્ચ અદાલતનો ‘સુપ્રીમ આદેશ’, કહ્યું- એક્ઝામમાં ગેરરીતિ થઈ હોવાના નથી પર્યાપ્ત પુરાવા

    સુપ્રીમ કોર્ટે NEET વિવાદ પર નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, પરીક્ષામાં ગેરરીતિના જરૂરી પુરાવા નથી, એટલે ફરીવાર પરીક્ષાનું આયોજન થઈ શકશે નહીં. NEET મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પાંચમી સુનાવણી ચાલી રહી હતી.

    - Advertisement -

    NEET વિવાદને લઈને આખરે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ની બેન્ચે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ સાંભળાવતા કહ્યું છે કે, ફરીવાર NEET પરીક્ષા નહીં યોજાય. આ સાથે જ કોર્ટે એવું પણ કહ્યું કે, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પર્યાપ્ત પુરાવા મળ્યા નથી. તેથી પરીક્ષા ફરીવાર યોજી શકાશે નહીં. નોંધવા જેવુ છે કે, NEET પરીક્ષામાં ગેરરીતિના આરોપ સાથે મોદી સરકાર પર અનેકો પ્રહાર કરવામાં આવ્યા હતા. સંસદમાં પણ વિપક્ષ દ્વારા આ મુદ્દે હોબાળો કરવામાં આવ્યો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે.

    મંગળવારે (23 જુલાઈ, 2024) સુપ્રીમ કોર્ટે NEET વિવાદ પર નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે, પરીક્ષામાં ગેરરીતિના જરૂરી પુરાવા નથી, એટલે ફરીવાર પરીક્ષાનું આયોજન થઈ શકશે નહીં. NEET મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પાંચમી સુનાવણી ચાલી રહી હતી. દરમિયાન CJIએ કહ્યું કે, “અમે પેપર લીકના પુરાવા વગર ફરીવાર પરીક્ષા યોજવાનો આદેશ આપી શકીએ નહીં. બની શકે કે, CBI તપાસ બાદ આખી તસવીર બદલાઈ જાય, પરંતુ આજે અમે કોઈપણ સ્થિતિમાં તે ના કહી શકીએ કે, પેપર લીક પટના અને હજારીબાગ સુધી સીમિત નથી. તેથી પરીક્ષાનું પુનઃ આયોજન થઈ શકે નહીં.”

    આદેશની શરૂઆતમાં CJIએ કહ્યું કે, “કેસના તથ્યો અને બંને પક્ષોની દલીલો નોંધી છે. 24 લાખ વિદ્યાર્થીઓ 1,08,000 સીટો માટે સ્પર્ધા કરી રહ્યા છે. કોર્ટને એ હકીકતથી વાકેફ કરવામાં આવી છે કે, 50% કટ ઓફની ટકાવારી દર્શાવે છે. પરીક્ષામાં કુલ 720 ગુણ સાથે 180 પ્રશ્નો હોય છે અને ખોટા જવાબ માટે એક નેગેટિવ ગુણ હોય છે. એવી રજૂઆત કરવામાં આવી છે કે, પેપર લીક પદ્ધતિસર થયા હતા અને માળખાકીય ખામીઓ પણ જોડાયેલી હતી, કાર્યવાહીનો એકમાત્ર સ્વીકાર્ય માર્ગ પરીક્ષા ફરીથી આયોજિત કરવાનો રહેશે. પરંતુ.. પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાના પુરાવા કોર્ટ પાસે નથી. તેથી કોર્ટ ફરીથી પરીક્ષા ન યોજાય તેના પક્ષમાં છે અને ચુકાદો અનામત રાખે છે.”

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો?

    4 જૂન, 2024ના રોજ NEET પરિણામ જાહેર થયા બાદ પેપર લીકને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. સૌથી પહેલાં તો બિહારમાં પરીક્ષાનું પેપર લીક થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ પરિણામમાં પણ હોબાળો થયો હતો. પરિણામ સામે આવ્યા બાદ એકસાથે 67 વિદ્યાર્થીઓ ટોપ કરી ગયા હતા. જોકે, સામાન્ય રીતે માત્ર 1 અથવા તો 2 વ્યક્તિ ટોપ કરે છે. પરંતુ આ વખતે 67 વિદ્યાર્થીઓ ટોપ કરતાં પરીક્ષાની પવિત્રતા પર આંગળીઓ ઊંચકાવા લાગી હતી. આ સાથે જ એક વિવાદ એ પણ સામે આવ્યો કે, એક જ કેન્દ્રના ઘણા વિદ્યાર્થીઓ ટોપ કરી ગયા છે. એટલે વિદ્યાર્થીઓના રોષમાં હજુ વધારો થયો. આ બધી બાબતો વિદ્યાર્થીઓ પચાવી શક્યા નહીં. આ સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પર ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ પરિણામ સાથે છેડછાડ કરવાના અને પેપર લીકના આરોપો લગાવ્યા અને દેશભરમાં તેનો વિરોધ કર્યો હતો.

    પરીક્ષામાં પેપર લીક થયું હોવાની આશંકાથી દેશભરની હાઈકોર્ટમાં ફરી પરીક્ષાની માંગણી કરતી અરજીઓનો સિલસિલો શરૂ થયો હતો. આ પછી, સુપ્રીમ કોર્ટમાં એકસાથે તમામ અરજીઓ પર સુનાવણી શરૂ થઈ હતી. આ સુનાવણીમાં બિહાર પેપર લીકથી લઈને હજારીબાગ, સીકર અને ગોધરા કેસની તપાસ, પરિણામમાં છેડછાડની આશંકા પર ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામ પાસાઓ પર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આખરે પરીક્ષા ફરીથી આયોજિત નહીં કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં