Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ10 રાજ્યોમાં PFI ઓફિસો અને ઘરો પર NIAના દરોડા, ટોચના નેતાઓ સહિત...

    10 રાજ્યોમાં PFI ઓફિસો અને ઘરો પર NIAના દરોડા, ટોચના નેતાઓ સહિત 100 થી વધુ સભ્યોની ધરપકડ

    આતંકવાદ સાથે જેની સાઠગાંઠ હોવાનો આરોપ છે તેવા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે PFIના દેશભરના કાર્યાલયોમાં આજે સવારથી જ દરોડા પડી રહ્યા છે અને અસંખ્ય લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

    - Advertisement -

    21 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બરની મધરાતે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બિહાર, કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા સહિત 10 રાજ્યોમાં ઇસ્લામિક સંગઠન PFI સાથે જોડાયેલા અનેક સ્થળો પર NIAના દરોડા પાડ્યા હતા.

    એજન્સીએ સંગઠનના ટોચના નેતાઓ સહિત લગભગ 100 કાર્યકરોની ધરપકડ કરી હતી. અહેવાલો મુજબ , NIA, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સંબંધિત રાજ્ય પોલીસની સંયુક્ત ટીમો દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા, અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંસ્થા સામેની કાર્યવાહી પર નજર રાખી રહ્યું હતું.

    સમાચાર એજન્સી ANI મુજબ, NIAએ PFIના અધ્યક્ષ OMA મંજેરીના સલામ, મલપ્પુરમના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. ઓચિંતા દરોડા બાદ પીએફઆઈના કાર્યકરોએ સલામના ઘરની બહાર દેખાવો કર્યા હતા. પોલીસે પીએફઆઈના વિરોધ કરી રહેલા સભ્યોની અનેક જગ્યાએ અટકાયત પણ કરી હતી.

    - Advertisement -

    ANI ના અહેવાલ મુંજબ કેરળમાં NIAએ અધ્યક્ષ OMA સલામ સાથે PFIના ટોચના 4 નેતાઓને કસ્ટડીમાં લીધા છે. કેરળ રાજ્યના વડા સીપી મોહમ્મદ બશીર, રાષ્ટ્રીય સચિવ વીપી નઝરુદ્દીન અને રાષ્ટ્રીય પરિષદના સભ્ય પ્રોફેસર પી કોયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

    ન્યૂઝ18 એ એનઆઈએના સૂત્રોને ટાંકીને આ કાર્યવાહીને “અત્યાર સુધીની સૌથી મોટી તપાસ પ્રક્રિયા” ગણાવી છે. ટેરર ફંડિંગ, ટેરર ​​કેમ્પ આયોજિત કરવા અને લોકોને કટ્ટરપંથી બનાવનારા PFI સભ્યોના રહેણાંક અને સત્તાવાર જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે આ અહેવાલ પ્રકાશિત થયો ત્યારે દરોડા અંગે તપાસ એજન્સીઓ તરફથી સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી હતી.

    આસામમાં, NIA અને રાજ્ય પોલીસે PFI વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું અને હાથીગાંવ અને ગુવાહાટીમાંથી 9 સભ્યોની અટકાયત કરી હોવાની ખબરો પણ સામે આવી રહી છે.

    ANI અહેવાલ મુજબ તમિલનાડુમાં NIA એ વિલાપુરમ, ગોમતીપુરમ અને કુલમંગલમ સહિત મદુરાઈ શહેર વિસ્તારમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા છે. બિહારના પૂર્ણિયામાં પણ આવા જ દરોડા પાડવામાં આવ્યા છે.

    PFI સામે ટેરર ​​ફંડિંગ, મની લોન્ડરિંગ અને કટ્ટરપંથીકરણના કેસ

    એવા ઘણા અહેવાલો છે જે સૂચવે છે કે PFI દેશમાં આતંકવાદી ભંડોળ, મની લોન્ડરિંગ અને મુસ્લિમ યુવાનોના કટ્ટરપંથીકરણમાં સામેલ છે. મે 2022 માં ED એ 22 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં બે PFI ઉગ્રવાદીઓ અબ્દુલ રઝાક પીડિયાક્કલ ઉર્ફે અબ્દુલ રઝાક બીપી અને અશરફ ખાદીર ઉર્ફે અશરફ એમકે વિરુદ્ધ ‘પ્રોસેક્શન કેસ’ દાખલ કર્યો હતો. ચાર્જશીટ મુજબ, PFIના આ નેતાઓએ વિદેશમાં અધિગ્રહિત નાણાંને લૉન્ડર કરવા અને સંગઠનની “કટ્ટરપંથી પ્રવૃત્તિઓ”ને ટેકો આપવા માટે મુન્નાર, કેરળમાં એક બિઝનેસ સ્થાપ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ નેતાઓ PFI દ્વારા કથિત “આતંકી જૂથ”ની રચનામાં પણ સામેલ હતા.

    EDના જણાવ્યા મુજબ પીએફઆઈના સભ્ય અંશદ બધરુદીનને 3.5 લાખ (ઓગસ્ટ 2018 થી જાન્યુઆરી 2021 સુધી)ની ચૂકવણી સાથે પણ બંને સંબંધિત છે, જેને ગયા વર્ષે ઉત્તર પ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા PFI સભ્ય ફિરોઝ ખાન પકડવામાં આવ્યો હતો. અધિકારીઓને તેમના કબજામાંથી વિસ્ફોટક ઉપકરણો, 32 બોરની પિસ્તોલ અને સાત જીવતા કારતુસ મળી આવ્યા હતા.

    ન્યૂઝ 18 ના અહેવાલો મુજબ EDએ ભારતમાં 600 થી વધુ સહયોગીઓ અને 2,600 લાભાર્થીઓના ખાતા તપાસ્યા હતા, દરમિયાન આમાંના મોટાભાગના ખાતા નકલી હોવાનો ખુલાસો થયો હતો, અને જે વ્યક્તિઓના નામ એકાઉન્ટ ખોલવા માટે આપવામાં આવ્યા હતા તેઓ ભૌતિક ચકાસણી દરમિયાન મળ્યા ન હતા.

    આ વર્ષની શરૂઆતમાં તેલંગાણા પોલીસે PFI દ્વારા સંચાલિત કટ્ટરપંથી શિબિરોનો પર્દાફાશ કર્યો હતો જ્યાં મુસ્લિમ યુવાનોને ઘાતક હથિયારોની તાલીમ આપવામાં આવતી હતી. કેરળમાં આ સંગઠન ડઝનેક હત્યાઓ સાથે જોડાયેલું છે.

    NIAએ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં PFIના સ્થળો પર દરોડા પાડ્યા હતા

    સોમવારે, NIA દ્વારા તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 40 થી વધુ સ્થળોએ સમાન દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે તપાસ એજન્સી દ્વારા ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. અહેવાલો સૂચવે છે કે NIAએ દસ્તાવેજો, ડ્રેગર્સ, ડિજિટલ ઉપકરણો અને 8 લાખથી વધુની રોકડ સહિત ગુનાહિત સામગ્રીઓ રિકવર કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં