Friday, November 22, 2024
More
    હોમપેજદેશમંદિરોને લૂંટીને ઇસ્લામિક જેહાદને ભંડોળ આપવાનું કાવતરું: કેરળમાં ISIS મોડયુલનો ભાંડો ફૂટ્યો,...

    મંદિરોને લૂંટીને ઇસ્લામિક જેહાદને ભંડોળ આપવાનું કાવતરું: કેરળમાં ISIS મોડયુલનો ભાંડો ફૂટ્યો, NIA દ્વારા આતંકી નબીલ અહેમદની ધરપકડ

    NIAની તપાસમાં બહાર આવ્યું છે કે, નબીલ અહમદ ISનું નવું જૂથ બનાવી કેરળના યુવાનોને આતંકી પ્રવૃતિઓમાં સામેલ કરાવવા માંગતો હતો. યુવાનો સહિત એક ચર્ચનો પાદરી પણ તેના નિશાને હતો.

    - Advertisement -

    નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) કેરળમાં નવા ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ આરોપીની ઓળખ નબીલ અહમદ તરીકે થઇ છે. તે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા કેરળમાં ISIS માટે ભરતી કરી રહ્યો હતો. આ માટે તેણે ‘પેટ લવર્સ’ નામનું ગ્રુપ બનાવ્યું હતું. NIA દ્વારા ઝડપાયેલ આતંકવાદી થ્રિસુર જિલ્લાનો રહેવાસી છે.

    NIAની તપાસમાં બહાર આવ્યું છે કે, નબીલ અહમદ ISનું નવું જૂથ બનાવી કેરળના યુવાનોને આતંકી પ્રવૃતિઓમાં સામેલ કરાવવા માંગતો હતો. યુવાનો સહિત એક ચર્ચનો પાદરી પણ તેના નિશાને હતો. આ ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે તેણે થ્રિસુર અને પલક્કડ જિલ્લાના મંદિરોને લૂંટવાની પણ યોજના બનાવી હતી. જેનાથી તેને તેના જેહાદી લક્ષ્ય માટે પૂરતું ભંડોળ મળી રહે.

    કતારમાં રહેલા IS આતંકીઓ સાથે નબીલ સંપર્કમાં હતો

    NIAએ જણાવ્યું હતું કે, નબીલ કતારમાં બેઠેલા ISIS આતંકીઓના સંપર્કમાં હતો. એ જ આતંકવાદીઓની મદદથી તે કેરળમાં આતંકી નેટવર્ક ઉભું કરવાના સતત પ્રયાસ કરી રહ્યો હતો. NIAએ કહ્યું હતું કે, તેઓ આ મામલે વધુ લોકોની ધરપકડ કરવાના છે.

    - Advertisement -

    થ્રિસુર જિલ્લાના અશરફની પણ થઈ ધરપકડ

    ઉલ્લેખનીય છે કે, NIAએ અગાઉ ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થવા માટે પૈસાના લૂંટના કેસમાં થ્રિસુર જિલ્લાના અશરફની ધરપકડ કરી હતી. તેના ગ્રુપના લોકો કેરળમાં થયેલ લૂંટ અને સોનાની દાણચોરીની ઘટનામાં સામેલ હોવાની કેન્દ્રીય એજન્સીઓને જાણકારી મળી હતી. પલક્કડ જિલ્લામાંથી ₹30 લાખની લૂંટ કરાયા બાદ અશરફ અને તેના સાથીદારો સત્યમંગલમ જંગલના એક ઘરમાં છુપાયા હતા. આ મામલે જંગલની અંદરથી કોચી NIAની ટીમે એક શંકાશ્પદની ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં