Saturday, October 5, 2024
More
    હોમપેજદેશએન્જિનિયરો સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટરને ₹50 લાખનો દંડ…. દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે પર ખરાબ રસ્તાના...

    એન્જિનિયરો સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટરને ₹50 લાખનો દંડ…. દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે પર ખરાબ રસ્તાના વિડીયો વાયરલ થયા બાદ NHAIની કાર્યવાહી

    NHAIએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશો પર આ મામલે તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે.

    - Advertisement -

    કેન્દ્રની મોદી સરકારે રસ્તાના સમારકામ અને જાળવણી મામલે બેદરકારી દાખવનારા ચાર એન્જિનિયરો સામે કડક કાર્યવાહી કરી છે. આ ઉપરાંત કોન્ટ્રાકટરને પણ ₹50 લાખનો દંડ ફટકાર્યો છે. સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ વેની ખરાબ હાલતને લઈને એક વિડીયો વાયરલ થયો હતો. જે બાદ તે વિડીયો NHAIના ધ્યાને આવતાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જવાબદાર વ્યક્તિઓને કારણ દર્શાવો નોટિસ પણ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે અલવરના દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ વિડીયોમાં એક્સપ્રેસ વે પર ચાલી રહેલી કાર રસ્તામાં ખામી હોવાના કારણે હવામાં ઉછળતી જોવા મળી રહી હતી. તે સિવાય તે જ એક્સપ્રેસ વેના અન્ય સ્થળોની તસવીરો પણ લોકોએ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. ત્યારબાદ આ વિડીયો અને ફોટો NHAIને ધ્યાને આવતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    NHAIએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નિર્દેશો પર આ મામલે તપાસ કરવામાં આવી છે. ત્યારબાદ જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી છે. NHAIએ કહ્યું છે કે, સમયસર ખામીઓ ન સુધારવા બદલ કોન્ટ્રાકટરને ₹50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

    - Advertisement -

    તે સિવાય, NHAIના ટીમ લીડર-કમ-રેસિડેન્ટ એન્જિનિયરને નિર્માણ કાર્યમાં યોગ્ય કાળજી ન લેવા અને કામમાં બેદરકારી દાખવવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે. તે સાથે જ સંબંધિત સાઇટ એન્જિનિયરને પણ બરતરફ કરવામાં આવ્યા છે. સંબંધિત પીડી અને મેનેજર (ટેક)ને પણ આ ખામીઓને લઈને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે.

    નોંધનીય છે કે, સુપર એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા અલવરના દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે પર વાહનો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જોકે, નિર્ધારિત સીમા કરતાં પણ વધુ ઝડપે વાહનો દોડતા હોય છે. પરંતુ, અહીં રસ્તાનું બેલેન્સ સરખું ન હતું. કેટલીક જગ્યાએ રસ્તો ઉબડખાબડ છે તો કેટલીક જગ્યાએ ખાડા પણ છે. જેના કારણે આ રસ્તા પર અકસ્માત પણ વધુ થતાં હતા.

    એટલું જ નહીં, પરંતુ હવે આ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ભાગોનું કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું છે. આ સાથે IIT ખડગપુરના નિષ્ણાંત પ્રોફેસર કેએસ રેડ્ડી અને IIT ગાંધીનગરના પ્રોફેસર જીવી રાવને એક્સપ્રેસ વેને થયેલા નુકસાનનું કારણ જાણવા માટે કહેવામાં આવ્યું છે. તે સાથે જ, દિલ્હીની શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ તેના નમૂના એકત્રિત કરશે અને તેનું પરીક્ષણ પણ કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં