Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ9 વર્ષમાં સરકારની 9 મોટી ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરી રહ્યા છે નેટિઝન્સ,...

    9 વર્ષમાં સરકારની 9 મોટી ઉપલબ્ધિઓ વિશે ચર્ચા કરી રહ્યા છે નેટિઝન્સ, પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું- તમારો સ્નેહ વધુ કામ કરવાની શક્તિ આપે છે, સશક્ત-સમૃદ્ધ ભારત માટે કામ કરતા રહીશું

    લોકોનો આભાર માનતાં વડાપ્રધાને કહ્યું- આ પ્રકારનો સ્નેહ મેળવીને હંમેશા આનંદ થાય છે અને લોકો કામ કરવા માટે વધુ પરિશ્રમ કરવાની શક્તિ મળે છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તામાં નવ વર્ષ પૂરાં કર્યાં છે. 26 મે, 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ દેશના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા જોવા મળી રહી છે. લોકો સરકારનાં એ 9 કામો ગણાવી રહ્યાં છે જેનાથી આખા દેશને અસર પહોંચી અને દેશનું ચિત્ર બદલાયું. પીએમ મોદીએ આજે આ શુભેચ્છાઓની નોંધ લીધી હતી.

    નવ વર્ષમાં સરકારની યોજનાઓએ લોકોના જીવનમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવ્યું છે. વિપક્ષ, વિરોધીઓ અને અન્ય અડચણોને અવગણીને પીએમ મોદીએ હંમેશા પોતાના કામને બોલવા દીધું છે. એટલે જ આજે તેમના વિરોધીઓ કરતાં તેમના પ્રશંસકોની સંખ્યા વધુ છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મીડિયા યુઝર્સ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે.

    આ ટ્વિટ્સને લઈને વડાપ્રધાને કહ્યું હતું કે, ‘હું સવારથી #9YearsOfModiGovernment પર અનેક ટ્વિટ્સ જોઈ રહ્યો છું, જેમાં લોકો એ જણાવી રહ્યા છે કે 2014 પછીની સરકારમાં તેમને શું વધુ પસંદ આવ્યું છે. આ પ્રકારનો સ્નેહ મેળવીને હંમેશા આનંદ થાય છે અને લોકો કામ કરવા માટે વધુ પરિશ્રમ કરવાની શક્તિ મળે છે.

    - Advertisement -

    અભિષેક બેનર્જી નામના યુઝરે મોદી સરકારના 9 વર્ષ દરમિયાન 9 નોંધનીય ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શૌચાલય, ગેસ, પાણીની સુવિધાઓ પૂરી પાડવી, PLI સ્કીમ, આર્ટિકલ 370, રામ મંદિર, સ્ત્રી સશક્તિકરણ વગેરેનો સમાવેશ કર્યો હતો. પીએમ મોદીએ આ ટ્વીટનો જવાબ આપતાં કહ્યું હતું કે, “આ ઉપલબ્ધિઓ એટલે શક્ય બની કારણકે, ભારતના લોકોએ એક સ્થિર સરકાર પસંદ કરી છે જે પોતાના વચનો પૂરાં કરવામાં સક્ષમ છે. આ અભૂતપૂર્વ સમર્થન જ અમારી શક્તિનો સ્ત્રોત છે.”

    તો સ્મિતા બરૂઆ નામના ટ્વીટર યુઝરે પણ નવ કારણો જણાવીને એવું કહ્યું હતું કે હું 2024માં પીએમ મોદીને જ વોટ આપીશ. પીએમ મોદીએ તેના જવાબમાં કહ્યું હતું કે, 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની તક મળી તે માટે હું ખરેખર અભારી છું.

    અજિત દત્તા નામના યુઝરે રામ મંદિર, પાકિસ્તાન પોલીસી, કોરોના કાળમાં પીએમ મોદી દ્વારા લેવાયેલા નિર્ણયો, યુપીઆઈનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે 2024માં પણ તેઓ પીએમ મોદીને વોટ આપશે.વડાપ્રધાને તેની નોંધ લેતાં એવું કહ્યું હતું કે, અમે છેલ્લા 9 વર્ષમાં ઘણું બધું આવરી લીધું છે અને આવનારા સમયમાં વધુ મહેનત કરવા માંગીએ છીએ જેથી અમૃત કાળમાં મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ શકે.

    અજય નામના એક વ્યક્તિએ સરકારની નવ ઉપલબ્ધિઓમાં રેલવે સુરક્ષા, આધુનિકીકરણ, UPI, રસીકરણ ડ્રાઈવ અને પાસપોર્ટ સુવિધાઓ વગેરેનો ઉલ્લેખ કર્યો. સાથે તેમણે રામમંદિરના નિર્માણને આ સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી. જેનો પણ વડાપ્રધાને જવાબ આપ્યો અને કહ્યું કે, દેશના વિકાસને ગતિ પ્રદાન કરવા અને લોકોનાં જીવનમાં બદલાવ લાવવા માટે તેમની સરકારે અનેક પ્રયાસો કર્યા છે.

    આગામી વર્ષે ફરી લોકસભાની ચૂંટણી યોજાશે, જેમાં સતત બે ટર્મથી અજેય ભારતીય જનતા પાર્ટીનો વિજયરથ રોકવા માટે વિપક્ષો પ્રયાસ કરશે. જોકે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે તેને જોતાં વધુ એક ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે. આવતા વર્ષે માર્ચથી મે દરમિયાન ચૂંટણી યોજાવાની સંભાવના છે. વર્તમાન સરકારનો કાર્યકાલ મે, 2024ના અંતમાં પૂરો થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં