Wednesday, July 17, 2024
More
  હોમપેજસંપાદકની પસંદવડાપ્રધાનના મનોબળ સામે ન ચાલ્યા વિપક્ષના કાવાદાવા, મોદી સરકારે પૂરા કર્યા 9...

  વડાપ્રધાનના મનોબળ સામે ન ચાલ્યા વિપક્ષના કાવાદાવા, મોદી સરકારે પૂરા કર્યા 9 વર્ષ: જાણીએ એ યોજનાઓ વિશે જેણે બદલી નાખ્યું ભારતનું ચિત્ર

  છેલ્લા નવ વર્ષથી વિપક્ષ વડાપ્રધાનની દરેક પહેલમાં અડચણરૂપ બનીને તેમની નીતિઓ અને યોજનાઓ પાયાના લોકો સુધી ન પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ, વડાપ્રધાનની મક્કમતાનું પરિણામ એ આવ્યું કે દેશવાસીઓની પરિસ્થિતિ, જીવન જીવવાની રીત અને વિચારસરણી પણ બદલાવા લાગી.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના પરિણામે વૈશ્વિક સ્તરે ભારતનું ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. વિપક્ષના તમામ અવરોધોને અવગણીને પીએમ મોદી દેશની સ્થિતિ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમની યોજનાઓ દેશના ગરીબ વર્ગની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા સક્ષમ સાબિત થઈ છે. આજે પીએમ મોદીની સત્તાના 9 વર્ષ પૂરા થયા છે એટલે કે છેલ્લા નવ વર્ષથી તેઓ આ દિશામાં કામ કરી રહ્યા છે.

  26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા હતા અને 5 વર્ષના સફળ કાર્યકાળ બાદ તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી ઐતિહાસિક જીત મેળવી અને હજુ સુધી આ પદ પર કાર્યરત છે. તેમના કાર્યકાળ દરમિયાન શરુ થયેલી યોજનાઓએ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. વડાપ્રધાન મોદીની સત્તાના 9 વર્ષ દરમિયાન તમામ યોજનાઓ સફળ રહી છે. જોકે, આ સરળ ન હતું કારણકે દેશમાં વિપક્ષને પ્રજાના ભવિષ્ય કરતાં રાજકારણમાં વધુ રસ હતો.

  છેલ્લા નવ વર્ષથી વિપક્ષ વડાપ્રધાનની દરેક પહેલમાં અડચણરૂપ બનીને તેમની નીતિઓ અને યોજનાઓ પાયાના લોકો સુધી ન પહોંચે એવા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ, વડાપ્રધાનની મક્કમતાનું પરિણામ એ આવ્યું કે દેશવાસીઓની પરિસ્થિતિ, જીવન જીવવાની રીત અને વિચારસરણી પણ બદલાવા લાગી.

  - Advertisement -

  જે ગામડામાં શૌચાલય હોવું એ માત્ર સપનું હતું ત્યાં આજે ‘હર ઘર શૌચાલય’ જોવા મળે છે. ખુલ્લામાં શૌચક્રિયાને સામાન્ય માનતા લોકો પણ અરજી કરીને આ યોજનાનો લાભ ઉઠાવવા માગે છે. આ જ રીતે, અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે જે લોકોને લાંબી લાઈનોમાં ઊભવું પડતું હતું એમના માટે મોદી સરકાર ‘હર ઘર નલ યોજના’ લાવી.

  હર ઘર નલ યોજના

  હર ઘર નલ યોજનાનો ઉદ્દેશ દેશના ગ્રામીણ વિસ્તારના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે. પહેલાં આ યોજના હેઠળ 2030 સુધીમાં દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ સમયમર્યાદા 2024 કરવામાં આવી છે.

  1 ફેબ્રુઆરી 2022ના રોજ PIBએ આપેલી જાણકારી અનુસાર, આ યોજનાને સફળ બનાવવા માટે 60 હજાર કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું, જેથી 2022-203માં 3.8 કરોડ ઘરોને આ યોજનાનો લાભ મળી શકે. વર્ષ 2022 સુધીમાં 8 કરોડ 7 લાખ લોકોને આ યોજનાનો લાભ મળ્યો હતો, જેમાંથી 5.5 કરોડ ઘરોને તો માત્ર 2 વર્ષમાં જ આનો લાભ મળ્યો હતો.

  હર ઘર શૌચાલય યોજના

  વડાપ્રધાનની હર ઘર શૌચાલય યોજનાએ પણ ગ્રામીણોના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું છે. પહેલાં લોકો શૌચ માટે ઘરની બહાર જતા હતા અને હવે તેમના ઘરમાં શૌચાલયની સુવિધા છે. આ ઉપરાંત, ગામડાઓમાં જાહેર શૌચાલયનું પણ નિર્માણ થઈ રહ્યું છે. 2022 સુધીના આંકડાઓ અનુસાર, આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 10 કરોડ 93 લાખથી વધુ શૌચાલય વિવિધ રાજ્યોમાં બનાવવામાં આવ્યા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો 62 લાખને વટાવી ગયો છે. તો પીએમ મોદીએ તાજેતરમાં આપેલા નિવેદન અનુસાર, આ સંખ્યા 11 કરોડને પાર થઈ ગઈ છે.

  વડાપ્રધાનની તમામ યોજનાઓ સફળ, ‘મેઇક ઇન ઇન્ડિયા’થી બદલાયું દેશનું ચિત્ર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ એક-એક વ્યક્તિને થયો છે. લોકો વડાપ્રધાનના પ્રયાસોના કારણે સ્વદેશી વસ્તુઓનું મૂલ્ય સમજ્યા અને વિદેશી વસ્તુઓનો ઉપયોગ પણ ઘટાડ્યો. કૌશલ યોજનાથી યુવાનોને યોગ્ય દિશા મળી, તો ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનથી સ્ટાર્ટઅપ ઊભા કરીને તેમણે પોતાની ઓળખ બનાવી. ઉજ્જવલા યોજનાએ મહિલાઓને ચૂલાના ધુમાડાથી રાહત અપાવી, તો આયુષ્માન ભારતને કારણે ગરીબોને સારવાર મળી શકી.

  એટલું જ નહીં, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાના પરિણામે અંધારામાં ગરકાવ થયેલા ગામડાઓમાં વીજળી પહોંચી, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી ખેડૂતોને દર મહિને 6000 રૂપિયા મળવા લાગ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને ઘર બનાવવા માટે 30,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. તો જન ધન યોજનાનો ફાયદો 31 કરોડથી વધુ લોકોને મળી રહ્યો છે. મુદ્રા યોજના હેઠળ લોકો લોન લઈને નવા-નવા સાહસો શરૂ કરી રહ્યા છે.

  વડાપ્રધાનના મનોબળ સામે ન ચાલ્યા વિપક્ષના કાવાદાવા

  ઉલ્લેખનીય છે કે, જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી વિપક્ષ સતત વિવાદ ઊભો કરવાના નકામા પ્રયાસો કરી રહ્યું છે. પહેલાં તેઓ એ સવાલ ઉઠાવતા હતા કે એક ચા વેચનારા આખરે પીએમ કેવી રીતે બની ગયા અને હવે ભારતને આગળ લઈ જવાની પીએમની યોજનાઓ સામે વિરોધ થઈ રહ્યો છે. વર્ષ 2018માં કોંગ્રેસ નેતા અને કોંગ્રેસ સરકારમાં પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રી રહી ચૂકેલા જયરામ રમેશે મોદી સરકારની મોટા પાયે શૌચાલય બનાવવાની વાતને પોકળ ગણાવી હતી. આ ઉપરાંત, હર ઘર નલ જલ યોજના પર પણ સમયાંતરે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ક્યારેક એવું કહેવામાં આવ્યું હતું કે યોજના હેઠળ પાણી વેડફાઈ રહ્યું છે તો ક્યારેક એ કહેવામાં આવ્યું કે નળમાં પાણી નથી આવતું.

  આટલું જ નહીં, જન-ધન ખાતા ખોલવાની જાહેરાત સમયે થયેલો વિરોધ, ઉજ્જવલા યોજનાનો વિરોધ, સ્વચ્છતા અભિયાનનો વિરોધ પણ તેના ઉદાહરણો છે. તો વર્તમાનમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહેલા પીએમ મોદી સામે પણ વિપક્ષી દળોએ વાંધો દર્શાવ્યો છે. આ પહેલાં વિપક્ષે કોરોના મહામારીમાં પીએમ મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર પણ સવાલો ઉઠાવ્યા હતા, જેની વિદેશમાં પણ પ્રશંસા થઈ રહી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં