Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે...

    ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

    ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ઑપઇન્ડિયાને ત્યાં લવજેહાદ જેવી ઘટનાઓ વિશે પણ જાણવા મળ્યું હતું. ઉપરાંત, આ સાથે ભારત-નેપાળની સરહદનો પ્રયોગ તસ્કરી અને અન્ય ગુનાઓમાં પણ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ. 

    નેપાળમાં વધી રહેલી મુસ્લિમ વસ્તી અને ઈબાદતગાહના ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ઑપઇન્ડિયાને ત્યાં લવજેહાદ જેવી ઘટનાઓ વિશે પણ જાણવા મળ્યું હતું. સ્થાનિક નેપાળી યુવતીઓને જૂઠું કહીને, પ્રેમજાળમાં ફસાવીને નિકાહ કરવાનો ખેલ ત્યાં પણ ચાલી રહ્યો છે. આ સાથે ભારત અને નેપાળ સરહદનો પ્રયોગ તસ્કરી અને અન્ય ગુનાઓમાં પણ કરવામાં આવી રહ્યો છે. અમે આવા જ ગુનાઓ અંગે જાણકારી એકઠી કરી અને કેટલાક આંકડાઓ મેળવ્યા હતા.

    લવ જેહાદ: જૂઠું બોલીને પ્રેમનું નાટક અને નિકાહ 

    - Advertisement -

    જૂન 2022માં રૂપનદેહી જિલ્લાની સીના લામા નામની એક યુવતીએ કેસ દાખલ કરાવ્યો હતો. કપિલવસ્તુ જિલ્લામાં દાખલ કરવામાં આવેલ કેસમાં સનાઉલ્લાહ નામના વ્યક્તિ સામે જૂઠું બોલીને નિકાહ કરવાનો આરોપ લાગ્યો હતો. સીના લામાએ નેપાળી પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સનાઉલ્લાહ તેના ગામમાં ઈંટનો કારોબાર કરવા માટે આવ્યો હતો અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. 

    સીના લામા અનુસાર, સનાઉલ્લાહે પોતાને અપરણિત ગણાવ્યો હતો. પોલીસની ફરિયાદમાં સીનાએ એ પણ જણાવ્યું હતું કે, સનાઉલ્લાહે તેની પાસેથી લગભગ 11 લાખ નેપાળી રૂપિયા અને 4 તોલા સોનુ પણ જૂઠું બોલીને પચાવી પાડ્યા હતા. 

    સનાઉલ્લાહ અને સીના લામા

    સીમા લામાના નિકાહ ઇસ્લામી પરંપરાઓ અનુસાર થયા હતા. તેણે આ કેસમાં સનાઉલ્લાહના અબ્બા અને અમ્મીને પણ આરોપી બનાવ્યા છે. 

    FIR કૉપી

    નિકાહનામાના ફોર્મનું પ્રિન્ટિંગ દિલ્હીમાં 

    સીના લામા અને સનાઉલ્લાહના નિકાહ કપિલવસ્તુ જિલ્લાના એક મૌલવીએ કરાવ્યા હતા. આ નિકાહનામું મૌલવીએ ફારસીમાં લખ્યું હતું. અંતમાં ‘અહમદુલ્લાહ ઇસ્લામપુર’ લખાયું હતું. આ માટે વાપરવામાં આવેલ ફોર્મ દિલ્હીના પિનકોડ 06 (જામા મસ્જિદ, ચાંદની ચૌક, હૌજ કાઝી, ચાવડી બજાર વગેરેનો વિસ્તાર)ના સરનામા પર કોઈ ખુર્શીદ બુક ડેપો દ્વારા પ્રિન્ટ અને ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

    નિકાહનામું

    ભારત-નેપાળ સીમા પર તસ્કરી: આંકડા-આરોપીઓ પરથી સમજો કોનું ષડ્યંત્ર છે 

    નેપાળની ખુલ્લી સરહદનો ફાયદો બંને તરફના અસામાજિક તત્વો ગેરકાયદેસર કાર્યો કરવા માટે ઉઠાવી શકે છે. 25 ઓગસ્ટ 2022ના રોજ નેપાળ સરહદે ઉત્તર પ્રદેશની સિદ્ધાર્થનગર પોલીસે 26 બોટલ નેપાળી શરાબ સાથે સદ્દામ ઉર્ફ જલાલુદ્દીનને પકડી લીધો હતો. જલાલુદ્દીન ભારતના સિદ્ધાર્થનગરનો રહેવાસી છે.

    18 ઓગસ્ટ 2022ના રોજ ઉત્તરપ્રદેશના સિદ્ધાર્થનગરની જ શોહરતગાઢ પોલીસે ભારતથી ચોરી કરવામાં આવેલ બાઈક નેપાળ વેચવાની ફિરાકમાં ફરતા વાહનચોર મહમૂદ શેખની ધરપકડ કરી લીધી હતી. મહમૂદ શેખ સિદ્ધાર્થનગરનો જ રહેવાસી છે.

    ચોરીની બાઈક સાથે મહમૂદ શેખ (તસ્વીર સાભાર: સિદ્ધાર્થનગર પોલીસ)

    ઓગસ્ટ 2022માં જ બિહારના સીતામઢી જિલ્લામાં બોર્ડર વિસ્તારમાં સુરસંડમાં સશસ્ત્ર સીમા બળે ગેરકાયદે ભારતમાં ઘૂસી રહેલી પાકિસ્તાની યુવતી ખુદીજા નૂરને પકડી લીધી હતી. ખુદીજા પાકિસ્તાનના ફૈસલાબાદની રહેવાસી છે. 

    31 જુલાઈ 2022ના રોજ ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લામાં જિલ્લા પોલીસ અને એસએસબીએ સંયુક્ત ઓપરેશનમાં નેપાળ સીમાથી 51 લાખ રૂપિયાની સ્મેક સાથે મોહમ્મદ આબિદની ધરપકડ કરી લીધી હતી. તે બહરાઈચનો રહેવાસી છે. 

    23 જુલાઈ 2022ના રોજ સિદ્ધાર્થનગર પોલીસે નેપાળથી ખાતરની ગેરકાયદેસર તસ્કરી કરનારા સલમાન અહમદને નેપાળ સરહદેથી પકડ્યો હતો. આરોપી પાસે તસ્કરી માટે વાપરવામાં આવેલ 2 બાઈક અને 39 ગુણ ખાતર જપ્ત કરવામાં આવ્યું હતું. સલમાન સિદ્ધાર્થનગરનો જ રહેવાસી છે. 

    9 જુલાઈના 2022ના રોજ ઉત્તરપ્રદેશની શાહજહાંપૂર પોલીસે નેપાળથી ભારતમાં ચરસની તસ્કરી કરનાર શાહનવાઝની ધરપકડ કરી હતી. તેની પાસેથી લગભગ 70 લાખ રૂપિયાની કિંમતનું ચરસ મળી આવ્યું હતું. તે શાહજહાંપુરનો જ રહેવાસી છે. 

    6 જુલાઈ 2022ના રોજ ઉત્તર પ્રદેશની સિદ્ધાર્થનગર પોલીસે નેપાળથી ખાતરની દાણચોરી કરનાર મજ્જીબુલાની ધરપકડ કરી હતી. પોલીસે દાણચોરીમાં વપરાયેલી મજીબુલ્લાની માર્શલ જીપ પણ જપ્ત કરી હતી. આરોપી સિદ્ધાર્થનગરનો રહેવાસી છે, જેની પાસેથી ખાતરની 16 થેલીઓ મળી આવી હતી.

    3 જુલાઈ 2022ના રોજ સિદ્ધાર્થનગર પોલીસે નેપાળના રૂપાંદેહી જિલ્લાના ઝિયાઉદ્દીનની મોહના વિસ્તારમાં નશાકારક કેપ્સ્યુલ્સ અને છરી સાથે ધરપકડ કરી હતી. ઝિયાઉદ્દીન પાસેથી 280 પ્રતિબંધિત કેપ્સ્યુલ મળી આવી હતી.

    26 જૂન 2022ના રોજ ઉત્તર પ્રદેશની સિદ્ધાર્થનગર પોલીસે નેપાળના રૂપાંદેહી જિલ્લાના રહેવાસી તૌફીક અહેમદની ધરપકડ કરી હતી, જે ચોરીની બાઇક સાથે ભારતમાં પ્રવેશ્યો હતો. તૌફીક પાસેથી 70 નશાની ગોળીઓ પણ મળી આવી હતી.

    4 જૂન 2022ના રોજ ઉત્તર પ્રદેશની બહરાઈચ પોલીસે કેવલપુર સરહદી વિસ્તારમાંથી નબી અહેમદની નેપાળી દારૂની 60 બોટલ સાથે ધરપકડ કરી હતી. નબી અહેમદ બહરાઈચનો રહેવાસી છે.

    ભારત-નેપાળ સરહદ, મિર્ઝા દિલશાદ બેગ અને દાઉદ કનેક્શન 

    નેપાળના કપિલવસ્તુ જિલ્લામાં તમામ લોકો હજુ પણ 1990ના દાયકાના કુખ્યાત ગુનેગાર અને ત્યાંના 2 વખતના ધારાસભ્ય રહી ચૂકેલા મિર્ઝા દિલશાદ બેગનું નામ લઇ રહ્યા હતા. અમે જેને પણ 1998માં છોટા રાજન ગેંગ દ્વારા મારી નાંખવામાં આવેલ દિલશાદ બેગના ઘર વિશે પૂછ્યું તેમણે હાથથી તેના ઘર તરફ જતા રસ્તા તરફ ઈશારો કર્યો.

    દિલશાદ બેગનું ઘર સરહદથી લગભગ 1 કિલોમીટર અંદર નેપાળના કૃષ્ણાનગરમાં આવેલું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પાકિસ્તાનની દાઉદ ગેંગના મુખ્ય ચહેરા તરીકે જાણીતો હતો અને સરહદ વિસ્તારમાંથી ISIની ગતિવિધિઓ સંચાલિત કરતો હતો. તેના ઘરે કોઈ ચહલપહલ જોવા મળી ન હતી.

    મિર્ઝા દિલશાદ બેગનું ઘર

    સરહદ પર હિંદુવાદી નેતા મંગરે સિંહની થઇ હતી હત્યા 

    બલરામપુર જિલ્લાના સંઘના સીમા જાગરણ મંચના કાર્યકર્તા ઓપી મિશ્રા અને વિદ્યાભૂષણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, 70ના દાયકામાં જનસંઘથી હિંદુવાદી નેતા મંગરે સિંહ ભારતના બલરામપુરના તુલસીપુરના ધારાસભ્ય બન્યા હતા. તે વિસ્તારમાં હિંદુ ધર્મને બચાવવા માટે તેઓ ઘણા સક્રિય હતા. પછીથી 90ના દાયકામાં નેપાળની સરહદ પાસેના જંગલમાં તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ હત્યામાં ફિરોઝ પપ્પુ અને મસૂદ અહમદનું નામ સામે આવ્યું હતું. બંને આરોપીઓ પછીથી સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

    નેપાળ વિશેનો પહેલો રિપોર્ટ અહીં વાંચો: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ  

    બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં