સોમનાથ મહાદેવનાં મેળાનો કોન્ટ્રાક્ટ અનવર શેખને આપવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવ્યો હતો. VHP એ ગુજરાતના નવસારીના બીલીમોરા શહેરમાં સોમનાથ મહાદેવનાં મેળાનો કોન્ટ્રાક્ટ અનવર શેખને આપતા મામલો વણસ્યો હતો, મુંબઈના અનવર શેખને મેળા માટે દુકાન (તંબુ) અને બાળકોના પ્લે એરિયાના બાંધકામ માટે 46 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. VHP એ સોમવારે (25 જુલાઈ 2022) ના રોજ કોન્ટ્રાક્ટ પાછો ખેંચવાની માંગ કરી છે. જોકે કોન્ટ્રાક્ટરે બાંધકામની કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
VHPનું કહેવું છે કે એક મુસ્લિમને ટેન્ડર આપવાથી મેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવાનો ભય છે. આ અંગે સંસ્થાના લોકો મંદિર ટ્રસ્ટની કચેરીએ પહોંચ્યા હતા અને જો ટેન્ડર રદ કરવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી. VHPએ આરોપ લગાવ્યો છે કે આવા સંજોગોમાં કોન્ટ્રાકટર દ્વારા પરિસરમાં માંસ ખાવાની શક્યતાઓ છે. પરિસરમાં નમાઝ અદા કરી શકાય છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે VHPના ઉઠાવેલા વાંધાઓ બાદ મંદિર ટ્રસ્ટે બેઠક યોજીને મામલો થાળે પાડ્યો હતો.
અહેવાલો અનુસાર, મંદિર પરિસરમાં દર વર્ષે મેળો ભરાય છે અને તે દરમિયાન 10 લાખથી વધુ ભક્તો દર્શન નો લાભ લે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, VHP બીલીમોરાના પ્રમુખ હિરેન શાહે જણાવ્યું હતું કે, “આ પ્રથમ વખત છે જ્યારે મુંબઈ સ્થિત પેઢીએ બાળકોની રાઈડ માટે ટેન્ડર બહાર પાડ્યા છે, જ્યારે અન્ય બે ટેન્ડર હિન્દુઓને આપવામાં આવ્યા છે.”, તેમણે વધુમાં જણાવ્યું હતું કે VHPની ટીમો મેળામાં તકેદારી રાખશે અને જો તેઓને કોઈ વાંધાજનક બાબતની જાણ થશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. OpIndiaએ શાહ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સંપર્ક સાધી શકાયો નહિ.
મંદિરના ટ્રસ્ટી શિવા પટેલે જણાવ્યું હતું કે બેઠક બાદ આ મામલો ઉકેલાયો હતો. “અમે એક ઉકેલ પર આવ્યા છીએ કે ટેન્ડર હાલ પૂરતું રદ કરી શકાતું નથી, પરંતુ લોકો (કોન્ટ્રાક્ટરો) પાસેથી બાંયધરી લઈશું કે તેઓ પરિસરમાં માંસ ખાશે નહીં અંદર નમાઝ અદા નહિ કરે. આગામી વખતે અમે ટેન્ડર બહાર પાડતી વખતે આને ધ્યાનમાં રાખીશું. અમે અમારી સમસ્યાઓ વીએચપી સમક્ષ પણ મૂકી હતી, ત્યારબાદ તેઓ પણ સંમત થયા હતા.
ઉલ્લેખનીય છે કે સોમનાથ મહાદેવ મંદિરે દર વર્ષે શ્રાવણ માસમાં મેળો ભરાય છે. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો મેળા દરમિયાન મંદિરની મુલાકાત લે છે. મંદિરના સ્ટોલ ગ્રાહકોને આકર્ષે છે અને આ સમયગાળા દરમિયાન કરોડોનો વેપાર થાય છે. કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હતો.