Sunday, May 5, 2024
More
    હોમપેજદેશટ્રક ડ્રાઈવરોની દેશવ્યાપી હળતાલ સમેટાઈ: ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે સરકાર સાથે...

    ટ્રક ડ્રાઈવરોની દેશવ્યાપી હળતાલ સમેટાઈ: ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે સરકાર સાથે કરી સુલેહ, તમામ મુદાઓ પર થયું સમાધાન

    ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ચેરમેન મલકીત સિંઘ બલેએ જણાવ્યું હતું કે, "તમામ સંગઠનની ચિંતાને લઈને અમે ભારત સરકાર પાસે પહોંચ્યા હતા. નવા કાયદામાં જે 10 વર્ષની સજા અને દંડ છે તે હાલ લાગુ નથી."

    - Advertisement -

    મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત હિટ એન્ડ રન કેસના મામલાને લઈને નવા કાયદાનો ટ્રક ડ્રાઈવરોએ વિરોધ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટ્રક ડ્રાઈવરોએ તેને લઈને હડતાળ પણ કરી હતી. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, સરકાર અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) વચ્ચે સુલેહ થઈ ગઈ છે. સરકાર સાથે વાતચીત બાદ દેશભરના ડ્રાઈવરોએ હડતાળ સમેટી લીધી છે. સરકારે આ બાબતને લઈને સંગઠનને આશ્વાસન આપ્યું છે કે, જ્યારે કાયદા લાગુ થશે ત્યારે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે.

    દેશભરમાં હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાનો ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દેશના અનેક ભાગોમાં વિરોધ પદર્શન થયા હતા, ડ્રાઈવરો હડતાળ પર ઉતરી આવ્યા હતા. જે બાદ દેશના અમુક ભાગોમા વાહવવયવહાર અને માલસામાનની હેરાફેરી બંધ થઈ ગઈ હતી. જ્યારે હવે સરકાર અને AIMTC વચ્ચે સુલેહ થઈ ગઈ છે. હિટ એન્ડ રન કેસ મામલે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ગૃહ મંત્રાલયમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની સાથે બેઠક કરી હતી. ગૃહ મંત્રાલયે સંગઠનને આશ્વાસન પણ આપ્યું છે કે, હાલ પૂરતા આ કાયદા લાગુ કરવામાં આવશે નહીં, પરંતુ જ્યારે પણ કાયદા લાગુ કરવામાં આવશે, ત્યારે સંગઠન સાથે ચર્ચા કરવામાં આવશે. જે બાદ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ડ્રાઈવરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી હતી. ત્યાર પછી ડ્રાઈવરોએ પણ હડતાળ સમેટી લીધી છે.

    ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના ચેરમેન મલકીત સિંઘ બલેએ જણાવ્યું હતું કે, “તમામ સંગઠનની ચિંતાને લઈને અમે ભારત સરકાર પાસે પહોંચ્યા હતા. નવા કાયદામાં જે 10 વર્ષની સજા અને દંડ છે તે હાલ લાગુ નથી.” તેમણે વધુમાં કહ્યું કે, “ભારતીય ન્યાય સંહિતા મુદ્દે અમારી સરકાર સાથે વાતચીત થઈ છે. હવે અમને કોઈ મુશ્કેલી નથી. તમામ મુદ્દે સમાધાન થયું છે. નવા કાયદા લાગુ નથી થયા. સરકારે આશ્વાસન આપ્યું છે કે, કાયદાને લાગુ કરતાં પહેલાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે ચર્ચા કરવામાં આવશે.”

    - Advertisement -

    શું છે નવો હિટ એન્ડ રન કાયદો?

    કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત નવા કાયદા બનાવ્યા છે. જેમાં જણાવાયું છે કે, કોઈપણ વાહનચાલક લાપરવાહી સર્જી કોઈ વ્યક્તિને કચડીને ભાગી જાય છે તો તેને 10 વર્ષની જેલ થશે. આ ઉપરાંત તેણે દંડ પણ ભરવો પડશે. પહેલાં આ કેસમાં થોડા દિવસોમાં જ આરોપી ડ્રાઈવરને જામીન મળી જતાં હતા અને તે બહાર આવી જતો હતો. જ્યારે હવે એ થઈ શકશે નહીં. આ ઉપરાંત પહેલાંના કાયદામાં માત્ર 2 વર્ષની સજાની જોગવાઈ હતી, જ્યારે નવા હિટ એન્ડ રન કાયદામાં તે સજા વધારીને 10 વર્ષની કરવામાં આવી હતી. પરંતુ, હાલ પૂરતો ગૃહમંત્રી અમિત શાહે આ કાયદાને મોકૂફ રાખ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં