Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'મુસ્લિમ છોકરાઓ મરી ગયા છે કે હિંદુ સાથે ફરી રહી છે?': યુવતીએ...

    ‘મુસ્લિમ છોકરાઓ મરી ગયા છે કે હિંદુ સાથે ફરી રહી છે?’: યુવતીએ ખરીદી કરવા મિત્રની મદદ લેતાં ભડકેલા કટ્ટરપંથી ટોળાએ માર માર્યો, કપડાં ફાડી નાંખ્યાં

    યુવતી જ્યારે ખરીદી કરી રહી હતી તે સમયે યુવક બહાર ઉભો રહી તેની રાહ જોઈ રહ્યો હતો. દરમ્યાન યુવતીએ ખરીદી કરતી વખતે યુવકની સલાહ લેવાનું પણ શરૂ કર્યું હતું. જેના કારણે દુકાનનો માલિક અને ત્યાં હાજર કેટલાક લોકો ભડકી ઉઠ્યા હતા.

    - Advertisement -

    તાજેતરમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં મુસ્લિમ યુવતીઓ સાથે હિંદુ યુવકોને જોઇને તેમને માર મારવામાં આવ્યો હોય, કે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હોય. આવી જ એક ઘટના ફરી સામે આવી છે, જેમાં મુરાદાબાદમાં હિંદુ યુવક સાથે મુસ્લિમ યુવતીને જોઈ કટ્ટરપંથી ટોળાએ માર માર્યો હતો. ભડકેલા ટોળાએ હિંદુ યુવકના કપડાં પણ ફાડી નાંખ્યાં હતાં. યુવતીએ આ ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જેના આધારે પોલીસે FIR નોંધી છે.

    મુરાદાબાદમાં હિંદુ યુવક સાથે મુસ્લિમ યુવતીને જોઈ કટ્ટરપંથી ટોળાએ માર માર્યો હોવાની આ ઘટના રવિવાર (21 મે 2023)ની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મારામારીમાં તે જ વિસ્તારના કેટલાક દુકાનદારો પણ સામેલ હતા. FIR બાદ પોલીસે આરોપીઓની શોધખોળ આદરી છે. વાસ્તવમાં યુવતી કપડાની ખરીદી કરવા બજારમાં ગઈ હતી, જ્યાં તેને તેના જ ગામનો પરિચિત હિંદુ યુવક મળી જતાં બંનેએ સાથે જ બાઈક પર ઘરે જવાનું નક્કી કર્યું હતું.

    યુવતી જ્યારે ખરીદી કરી રહી હતી તે સમયે યુવક બહાર ઉભો રહી તેની રાહ જોઈ રહ્યો હતો. દરમ્યાન યુવતીએ ખરીદી કરતી વખતે યુવકની સલાહ લેવાનું પણ શરૂ કર્યું હતું. જેના કારણે દુકાનનો માલિક અને ત્યાં હાજર કેટલાક લોકો ભડકી ઉઠ્યા હતા. તેમણે પહેલાં બંનેના નામ પૂછ્યાં અને યુવક હિંદુ હોવાની ખબર પડતાં જ તેને માર મારવાનું શરૂ કરી દીધું. આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં હુમલો કરનારાને કહેતા સાંભળી શકાય છે કે, ‘મુસ્લિમ યુવકો મરી ગયા છે કે તું હિંદુ સાથે ફરી રહી છે.’ યુવતી વારંવાર કહે છે કે તે યુવક તેનો પાડોશી છે, પરંતુ હુમલાખોરોએ યુવકને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.

    - Advertisement -

    આ મામલે મુરાદાબાદના ASP (ગ્રામીણ) સંદીપ કુમાર મીણાએ એક આરોપીની ધરપકડ થઈ હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે શાને આલમ, જાને આલમ અને હફીઝ નામના ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે યુવતીને ધમકાવી પણ હતી કે ફરી તે જો કોઈ હિંદુ છોકરા સાથે દેખાશે તો તેના પરિણામો ભોગવવાં પડશે. આ બંને પીડિતોને ખરાબ-ખરાબ ગાળો પણ આપવામાં આવી હતી, નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારની અનેક ઘટનાઓ વધી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં