ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અલીગઢમાં (Aligarh) વિશ્વ હિંદુ પરિષદ (VHP) સાથે જોડાયેલા એક કાર્યકર્તા પર ચાર મુસ્લિમ (Muslims) યુવકોએ જીવલેણ હુમલો (Attack) કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, જાહેરસ્થળ પર ત્રણેય મુસ્લિમ આરોપીઓ દારૂ પીને ઈદની (Eid) ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન વિકાસ નામના VHPના કાર્યકર્તાએ તેમને આવું ન કરવા કહેતા તેઓ ઉશ્કેરાય ઉઠ્યા હતા. જે બાદ આરોપ છે કે, ચારેય મુસ્લિમ યુવકોએ હિંદુ વ્યક્તિની ઓળખ પૂછીને તેમનાં પર છરા વડે હુમલો કરી દીધો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ઘટનાની વિગતો અનુસાર, અલીગઢના છર્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સલગવાં મોડ પર સરકારી નળ પાસે ચાર મુસ્લિમ વ્યક્તિઓ દારૂ પીને ઈદની ઉજવણી કરી રહ્યા હતા. તેમની ઓળખ મોહમ્મદ અમન ખાન, ફરહત અને અરબાઝ તથા અન્ય એક આરોપી તરીકે થઈ છે. આ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા વિકાસ ત્યાં પહોંચ્યા હતા અને તેમને સરકારી નળ પાસે દારૂ ન પીવાની સલાહ આપી હતી. કારણ કે તે જાહેરસ્થળ હતું અને બહેન-દીકરીઓ ત્યાંથી પસાર થઈ રહી હતી.
‘નામ પૂછીને કરી દીધો હુમલો’- હિંદુ સંગઠન
ત્યારબાદ આરોપ છે કે, મુસ્લિમ યુવકોએ વિકાસનું નામ પૂછ્યું હતું, હિંદુ નામ જાણ્યા બાદ ચારેય મુસ્લિમો ઉશ્કેરાયા હતા અને વિકાસ પર ઉપરાછાપરી છરાના ઘા ઝીંકવા લાગ્યા હતા. યુવકની ચીસો સાંભળીને ગ્રામીણો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને યુવકને બચાવી લીધો હતો. તે દરમિયાન ત્રણ મુસ્લિમ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા અને અમન ખાનને સ્થાનિકોએ પકડી પાડીને પોલીસને સોંપી દીધો હતો.
આ ઘટનાને લઈને હિંદુ સંગઠનના એક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું છે કે, વિકાસ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા છે અને બસમાં હેલ્પર તરીકેનું કામ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કામ પૂરું થયા બાદ તેમણે જોયું કે, સરકારી નળ પાસે ઈદના દિવસે ત્રણ-ચાર મુસ્લિમો દારૂ પી રહ્યા હતા તો વિકાસે ના પાડતા મુસ્લિમોએ તેમનું નામ પૂછ્યું હતું અને વિકાસ નામ જાણ્યા બાદ તેમણે ‘આ તો હિંદુ છે, મારો સાલાઓને’ કહીને છરા વડે હુમલો કરી દીધો હતો. પોલીસને માહિતી આપી દેવામાં આવી છે.”
पहले नाम पूछा, #हिंदू नाम सुनते ही धड़ाधड़ चाकुओं से किया जानलेवा हमला
— Sudarshan उत्तर प्रदेश (@SudarshanNewsUp) April 1, 2025
हरिगढ़ में सड़क पर शराब पीकर #ईद मना रहे #मुस्लिम का आतंक
मो० अमन, फ़रहत और अरबाज़ ने विकास का सिर तन से जुदा करने की नीयत से किए कई वार
गंभीर रूप से घायल विकास को हायर सेंटर भेजा गया@aligarhpolice pic.twitter.com/3bv517VaCc
ઘટનાની માહિતી મળતા જ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ઇન્ચાર્જ પોલીસ અધિકારી રાજેશ કુમાર સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી. હિંદુ સંગઠનોએ બાકીના ત્રણેય મુસ્લિમ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડવાની માંગણી કરી છે. ઘટના બાદ CO ધનંજયે જણાવ્યું હતું કે, ફરિયાદના આધારે FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.