Friday, March 28, 2025
More
    હોમપેજરાજકારણ'સૌગાત-એ-મોદી'માં ન મળી મનગમતી વસ્તુઓ અને પૈસા, તો ખાતુનોએ તોડ્યાં ટેબલ અને...

    ‘સૌગાત-એ-મોદી’માં ન મળી મનગમતી વસ્તુઓ અને પૈસા, તો ખાતુનોએ તોડ્યાં ટેબલ અને ફાડ્યાં પીએમ મોદીનાં પોસ્ટર: બિહારના અનેક વિડીયો વાયરલ

    વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, 'સૌગાત-એ-મોદી' કીટમાં સાડીઓ અને પોતાનો ગમતો સામાન ન નીકળવાથી નારાજ મુસ્લિમ સમુદાયની ખાતુનોએ ટેબલ પણ તોડી નાખ્યા હતા. આ જ વિડીયોમાં એક ખાતુન 2 કીટ ખોલતી દેખાઈ રહી છે, પરંતુ તેમ છતાં એ નારાજ છે કેમકે તેને સાડી મળી નહોતી.

    - Advertisement -

    બિહારમાં (Bihar) ભાજપના કાર્યકર્તાઓએ ઈદ નિમિત્તેની ‘સૌગાત-એ-મોદી’ (Saugat-e-Modi) કીટનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન ભારે માત્રામાં મુસ્લિમ સમુદાયની મહિલાઓ (Muslim Women) કીટ લેવા માટે પહોંચી હતી. જોકે, તેમણે દાવો કર્યો હતો કે તેમને કીટમાં કોઈ સારી ભેટ મળી નથી. બિહારમાં તો કીટમાં તેમને ગમતી વસ્તુઓ ન હોવાથી ખાતુનોએ સ્થળ પરના ટેબલ પણ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત PM મોદીના પોસ્ટર ફાડ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. આ ખાતુનોના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડીયો અનુસાર બિહારમાં મુસ્લિમ ખાતુન દાવો કરી રહી છે કે તેને ‘સૌગાત-એ-મોદી’ કીટ મળી નથી. તે સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઉભી હતી. જોકે, તે એવો પણ દાવો કરી રહી છે કે જેમને કીટ મળી હતી તેમની પાસે 100 ગ્રામ ખાંડ અને સેવૈયા સિવાય કંઈ નહોતું. આ ખાતુને PM મોદીનું પોસ્ટર પણ ફાડી નાખ્યું હતું.

    આ સિવાય ફર્સ્ટબિહારઝારખંડના X હેન્ડલ પર 5 મિનીટનો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ખાતૂનો દાવો કરી રહી છે કે, તેમને ‘સૌગાત-એ-મોદી’ કીટમાં ખૂબ ઓછો સામાન મળ્યો છે. જોકે કીટમાંથી સમાન મળતો દેખાઈ રહ્યો છે, ખાતુનના હાથમાં નવી નક્કોર લુંગી પણ દેખાય રહી છે. જોકે, ખાતુનોનો દાવો હતો કે તેમને સાડીઓ મળવી જોઈતી હતી.

    - Advertisement -

    આ જ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, ‘સૌગાત-એ-મોદી’ કીટમાં સાડીઓ અને પોતાનો ગમતો સામાન ન નીકળવાથી નારાજ મુસ્લિમ સમુદાયની ખાતુનોએ ટેબલ પણ તોડી નાખ્યા હતા. આ જ વિડીયોમાં એક ખાતુન 2 કીટ ખોલતી દેખાઈ રહી છે, પરંતુ તેમ છતાં એ નારાજ છે કેમકે તેને સાડી મળી નહોતી. અહીં એ ઉલ્લેખનીય છે કે કીટમાં સાડીનો નહીં પરંતુ ડ્રેસના કાપડનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

    આ જ વિડીયોમાં ઘણી ખાતુનો કીટ ખોલતી દેખાઈ રહી છે, જેમાં સાડી નહીં પરંતુ ડ્રેસનું કાપડ નીકળ્યું હતું. એક ખાતુને કહ્યું હતું કે, “કીટમાંથી પૈસા નીકળ્યા નથી, અમને પૈસા આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ પૈસા મળ્યા નથી.” જોકે કીટની જાહેરાત થઈ ત્યારે જ સ્પષ્ટ હતું કે કીટમાં પૈસા મૂકવામાં આવ્યા નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં