વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. હિંદુ સંગઠનો દ્વારા આયોજિત આ યાત્રા શહેરના ફતેપુરાના પાંજરીગર મહોલ્લાની મસ્જિદ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ અનુસાર, મુસ્લિમોના 200થી 500 લોકોના ટોળાએ શેરીઓમાંથી રસ્તા ઉપર ધસી આવીને આ હુમલો કર્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને હાલ વિસ્તારમાં શાંતિ છે.
Gujarat | Situation became a little tense in front of a mosque during Rama Navami Shoba Yatra in Vadodara. No issue was there. Peace is prevailing in the area. People have been sent to their homes. Nobody has been injured. Police deployed. Shoba Yatra proceeded further. No… pic.twitter.com/fdzfk3Ibap
— ANI (@ANI) March 30, 2023
આજે રામનવમી હોઈ વિશ્વ હિંદુ પરિષદના કારેલીબાગ પ્રખંડ દ્વારા ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા શહેરમાંથી પસાર થઇ રહી હતી ત્યારે એક સ્થળે 200થી 500 મુસ્લિમોના ટોળાએ શોભાયાત્રા પર હુમલો કરી દીધો હતો. જેના કારણે ભગવાનની મૂર્તિની સુરક્ષા પણ જોખમાઈ હતી.
એક રિપોર્ટમાં વિશ્વ હિંદુ પરિષદના સ્થાનિક આગેવાનને ટાંકીને જણાવવામાં આવ્યું કે હુમલો બહુ મોટો હતો પરંતુ ભગવાનની મૂર્તિને ખંડિત થતાં બચાવી લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જુદી-જુદી શેરીઓમાંથી 200થી 500 લોકોનું ટોળું રસ્તા પર ધસી આવ્યું હતું અને શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલા દરમિયાન અમુક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
ઘટના બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર રુટ પર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. જોકે, હાલ સ્થિતિ કાબૂમાં છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ છે તેમ પોલીસે જણાવ્યું હતું.
વડોદરામાં ભગવાન શ્રી રામની શોભા યાત્રા પર પથ્થરમારો, પોલીસનો કાફલો પહોંચ્યા ઘટનાસ્થળે #RamNavami #ramnavmi2023 #BreakingNews pic.twitter.com/zRTqT9sr00
— Zee 24 Kalak (@Zee24Kalak) March 30, 2023
વડોદરાના ડીસીપી યશપાલ જગાણિયાએ જણાવ્યું હતું કે, પાંજરીગર મહોલ્લાની મસ્જિદ પાસેથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી, ત્યાં લોકોનાં ટોળાં એકઠાં થવાથી વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, કોઈને ઇજા પહોંચી નથી અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પોતાના રુટ પર આગળ નીકળી ગઈ છે. જે લોકો એકઠા થયા હતા તેમને પણ પોતપોતાનાં ઘરોમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ દરેક શોભાયાત્રા સાથે પોલીસ બંદોબસ્ત રહેશે.