Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટકના બેલગાવીમાં ઇદની નમાઝ બાદ શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ પર ઘાતકી હુમલો:...

    કર્ણાટકના બેલગાવીમાં ઇદની નમાઝ બાદ શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ પર ઘાતકી હુમલો: અમીન જંગુશેખ અને તેના કટ્ટરવાદી સાથીઓ છરા લઈને તૂટી પડ્યા

    કર્ણાટકમાં શરદ પૂર્ણિમા તેમજ ઈદ એ મિલાદના દિવસે નાનકડી બોલાચાલી બાદ મુસ્લિમોએ હિંદુ યુવાનોને માર મારવાનો બનાવ સામે આવ્યો છે જેને પોલીસ અંગત દુશ્મનાવટમાં ખપાવી રહી છે.

    - Advertisement -

    કર્ણાટકમાં ઈદની નમાઝ બાદ શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ પર ઘાતકી હુમલો થયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, ઈદની નમાઝ બાઈક પર ફરી રહેલા કેટલાક મુસ્લિમ શખ્શોએ સ્થાનિક હિન્દુવાદી સંગઠન શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ પર છરા અને લોખંડના સળિયા દ્વારા ઘાતકી હુમલો કર્યો હતો, જોકે ઈદની નમાઝ બાદ શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ પર ઘાતકી હુમલો થવાની ઘટનાને કર્ણાટક પોલીસ અંગત અદાવતમાં થયેલા હુમલામાં ખપાવીને ભીનું સંકેલવાની કોશિશ કરી રહી છે.

    મળતા અહેવાલો મુજબ કર્ણાટકના બેલગાવીમાં સ્થિત રામદુર્ગ બઝારમાં ઈદની નમાઝ બાદ આરોપી જંગુશેખ પોતાના 4 મળતિયાઓ સાથે બાઈક પર ભટકી રહ્યો હતો, આ દરમિયાન તે જ જગ્યાએથી શ્રી રામ સેનાના કાર્યકર્તાઓ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા, આ દરમિયાન જંગુશેખે તે લોકો સાથે “સાઈડ કેમ નથી આપતો” કહીને વિવાદ શરુ કર્યો હતો, થોડી જ વારમાં જંગુશેખ અને તેના કટ્ટરપંથી મુસ્લિમ સાથીઓએ આ વિવાદને હિંસક રૂપ આપી દીધું હતું.

    આરોપ છે કે મોકો જોઇને અમીન જંગુશેખ અને તેના 4 મળતિયાઓએ શ્રી રામ સેનાના બે સભ્યો પર લોખંડના સળિયા અને ધારદાર ઘાતક છરાઓ વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં પીડિતોના નામ ગોપાલ અને રવિ છે. આ દરમિયાન હિંદુ યુવકોને બચાવવા વચ્ચે પડેલા નંજુંડી બાંદિવદ્દરને પણ લોખંડના સળિયા વડે મુસ્લિમોએ નિર્દયતાથી માર માર્યો હતો. હુમલામાં ઘાયલ ત્રણેય પીડિતો હિંદુ યુવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

    - Advertisement -

    ઘટના માત્ર અંગત દુશ્મનાવટ: એસપી સંજીવ પાટીલ

    આ ઘટના બાદ બેલાગવી જિલ્લાના એસપી સંજીવ પાટીલે આ જીવલેણ હુમલાની ઘટનાને માત્ર અંગત દુશ્મનાવટ ગણાવી છે. તેમણે સ્થાનિક લોકોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગંભીર રીતે ઘાયલ હિંદુ યુવકોની ફરિયાદના આધારે જંગુશેખ અને તેના અન્ય 4 કટ્ટરવાદી મુસ્લિમ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં