બિજનૌરની જલાલ શાહ મઝાર પર માથે ભાગવા કપડા બાંધીને કમાલ અને આદીલ નામના મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા કોમી હુલ્લડ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રવિવારે (24 જુલાઈ 2022) ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાના શેરકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ત્રણ કબરો પર તોડફોડ અને આગચંપીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની સમયસર ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે આ ધરપકડથી મોટા સાંપ્રદાયિક કાવતરાને અંજામ આપતા અટકાવવામાં આવ્યા છે. બિજનૌરની જલાલ શાહ મઝાર મુસ્લિમો દ્વારા ક્ષતિગ્રસ્ત કરવામાં આવી હતી.
મીડિયા રીપોર્ટ પ્રમાણે બન્ને આરોપીઓ મુસ્લિમ સમુદાયના છે, સ્થાનિક લોકોએ તેમને મઝારને ક્ષતિ પહોંચાડતા જોયા હતા. જેથી સ્થાનિકોએ તરત પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મઝહબી ઉલેમાઓને સાથે રાખીને સ્થળનું નિરીક્ષણ કર્યા પછી, જણાવવામાં આવ્યું હતું કે મઝહબી પુસ્તકોને કોઈ નુકસાન થયું નથી, પરંતુ કબરની ચાદર અને પડદા બાળીને રાખ કરી દેવામાં આવ્યાં છે.
તપાસ કર્યા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની ઓળખ કમાલ અને આદિલ તરીકે થઈ છે. આ બંને આરોપીઓ સગ્ગા ભાઈ છે. તેમણે માથે કેસરી રંગનો ગમછો બાંધીને આ ઘટનાને અંજામ આપ્યો હતો, જે જોઇને કાવડિયાઓને બદનામ કરવા માટે કરવામાટેનું ષડયંત્ર હોવાનું નજરે પડે છે.
પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ લોકોએ માત્ર જલાલ શાહની અને ભૂરે શાહની મઝારને આગ લગાવી ન હતી પરંતુ કુતુબ શાહની મઝારને પણ ક્ષતિગ્રસ્ત કરી હતી. આ સિવાય તેઓ એમ પણ કહેતા હતા કે તેઓ હજુ વધુ મઝારો તોડશે. હવે પોલીસ તેમની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે . આ રીતે ભગવો પહેરીને મઝારો તોડવાનો હેતુ શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. જરૂર પડશે તો એટીએસ પણ તપાસમાં સામેલ થશે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે ઘટના વિશે જણાવ્યુ હતું કે ,“પોલીસને સાંજે 5 વાગ્યે બિજનૌર હેઠળના શેરકોટ પોલીસ સ્ટેશનમાં માહિતી મળી કે બે લોકોએ જલાલ શાહની મઝારમાં તોડફોડ અને ચાદરોને બાળી નાખી છે. જે બાદ પોલીસ ત્યાં પહોંચી, ત્યારે માહિતી મળી કે તે જ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂરે શાહની મઝાર પર પણ આગચંપી અને તોડફોડ કરવામાં આવી છે.”
Bijnor, UP| A big communal conspiracy was prevented (on July 24) under Sherkot PS limits; info was received about 2 people ransacking Jalal Shah Mazar & burning several ‘chadar’. Police reached the spot & got to know that a similar incident happened at Bhure Shah Mazar: ADG (L&O) pic.twitter.com/lCEwG5bswK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2022
આ મામલે તાત્કાલિક સક્રિયતા દાખવતા પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ એડીજીએ કહ્યું હતું કે શેરકોટમાં મોટા સાંપ્રદાયિક ષડયંત્રને અટકાવવામાં આવ્યું છે. ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે.
ADGના જણાવ્યા અનુસાર, “આરોપીઓએ જણાવ્યું કે શેરકોટ પોલીસ સ્ટેશનમાં 11:30 વાગ્યે કુતુબ શાહની કમઝારની પણ તોડફોડ કરવામાં આવી હતી, જે ધ્યાન પર નહોતી આવી. આ ઘટના દર્શાવે છે કે કાવડયાત્રા દરમિયાન વાતાવરણ બગાડવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. તમામ ફિલ્ડ ઓફિસરોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.