Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડાના ટ્વિટરમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે:...

    પરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડાના ટ્વિટરમાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે: રિપોર્ટનો દાવો

    જ્યારે પણ ઈલોન મસ્ક ટ્વિટર પર પોતાનો સંપૂર્ણ કાબુ મેળવી લેશે ત્યારે તે હાલના સીઈઓ પરાગ અગ્રવાલ અને લિગલ હેડ વિજયા ગડ્ડેને નોકરીમાંથી બરખાસ્ત કરશે.

    - Advertisement -

    ટેસ્લા કંપનીના માલિક અને દુનિયાના સહુથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં સામેલ એવા ઈલોન મસ્કના હાથમાં ટ્વિટર આવ્યા બાદ હવે આ કંપનીમાં થનારા સંભવિત બદલાવની ચર્ચા મિડીયામાં થઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર ઈલોન મસ્કના સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ કંપનીના સીઈઓ એટલેકે પરાગ અગ્રવાલ પોતાની નોકરી છોડવા માટે બાધ્ય બની જશે. આટલું જ નહીં ટ્વિટરમાં કાયદાકીય બાબતોનું ધ્યાન રાખનાર તેમજ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર લો હેડ વિજયા ગડ્ડેની નોકરી પણ ભયમાં હોવાનું જાણવા મળ્યું છે.

    અગાઉ પણ એવા સમાચાર આવ્યા હતા કે મસ્ક ટ્વિટર કંપનીના શિર્ષ મેનેજમેન્ટથી ખુશ નથી અને કદાચ તેઓ તેમાં પરિવર્તન લાવશે. ત્યારબાદ કંપનીના કર્મચારીઓને પણ પોતાની નોકરી જતી રહેશે તેવી બીક પણ લાગવા માંડી હતી. પરંતુ તેમને કંપની દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થતાં હજી બીજા છ મહિના લાગશે અને ત્યાં સુધી તેમની નોકરીઓ સલામત છે.

    પરંતુ આ તમામ સમાચારો વચ્ચે એક સમાચાર એવા પણ આવ્યા છે કે ઈલોન મસ્ક પોતાની આ નવી ખરીદેલી કંપનીના નવા સીઈઓની શોધમાં અત્યારથી જ લાગી ગયા છે. આ સમાચારનો સીધો મતલબ એક જ છે કે પરાગ અગ્રવાલ થોડા દિવસો માટે જ ટ્વિટરના સીઈઓ છે. મસ્ક દ્વારા ટ્વિટરની ખરીદી પૂર્ણ થયા બાદ એક સમાચાર એવા પણ આવ્યા હતા કે જો મસ્ક પરાગ અગ્રવાલને 12 મહિના પહેલાં જ હટાવી દેશે તો મસ્કે અગ્રવાલને 42 કરોડ ડોલર્સ એટલેકે 33,00,93,80,000 રૂપિયા આપવા પડશે.

    - Advertisement -

    જો લિગલ હેડ વિજયા ગડ્ડેની વાત કરીએ તો તલવાર એમની નોકરી પર પણ ચાલી શકે છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર વિજયા ગડ્ડેએ ગયા વર્ષે ટ્વિટરના લિગલ હેડ તરીકે 17 મિલિયન ડોલર્સ એટલેકે 130 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો ગડ્ડેને પણ નોકરીમાંથી કાઢવામાં આવે તો મસ્કે તેમને 12.5 મિલિયન ડોલર્સ એટલેકે 95,95,75,000 રૂપિયા ચુકવવા પડશે. અત્રે એ નોંધનીય છે કે ટ્વિટરના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલ હજી ગયા વર્ષે જ જેક ડોર્સીની જગ્યાએ આવ્યા હતા. જ્યારે વિજયા ગડ્ડે ટ્વિટર સાથે 2011થી જોડાયેલા છે.

    ગડ્ડે વિષે એવું કહેવાય છે કે ટ્વિટરના વેંચાઈ ગયા બાદ તેમણે એક ટીમ મિટિંગ કરી હતી જેમાં તેમણે કંપનીના ભવિષ્ય વિષે ચિંતા વ્યક્ત કરી હતી અને આ મિટિંગમાં તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. આ એજ વિવાદિત અધિકારી છે જેમનું નામ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ બેન કરવામાં તેમજ હન્ટર બાઇડનની સ્ટોરી સેન્સર કરવાવાળા લોકોમાં સામેલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં