Thursday, November 14, 2024
More
    હોમપેજક્રાઈમ'આ કોંકણી લોકો દરેકને 'C*&^#' બનાવે છે': મુન્નવર ફારુકીએ કોમેડીના નામે કર્યું...

    ‘આ કોંકણી લોકો દરેકને ‘C*&^#’ બનાવે છે’: મુન્નવર ફારુકીએ કોમેડીના નામે કર્યું વધુ એક સમુદાયનું અપમાન, લોકો રોષે ભરાયા તો માંગી માફી

    નીતિશ રાણેએ પણ આ વિડીયો અંગે ચેતવણી આપી હતી કે, “આ લીલો સાપ બહુ બોલવા લાગ્યો છે. કોંકણી વ્યક્તિની મજાક ઉડાવનારનું ઘરનું સરનામું અમારી પાસે છે. ટૂંક સમયમાં તેને બરાબર પાઠ ભણાવીશું.”

    - Advertisement -

    હિંદુ વિરોધી કોમેડી કરીને બિગ બોસમાં (Big Boss) પહોંચેલો મુનવ્વર ફારૂકી (Munawar Faruqui) ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે તેણે તેના એક શોમાં કોંકણી (Konkani) સમુદાય માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેનો આ વિડીયો વાયરલ થયા બાદ કોંકણી સમુદાયના લોકો ખૂબ રોષે ભરાયા હતા. તેને ચેતવણી આપવામાં આવી હતી કે તે આ મામલે બને તેટલી વહેલી તકે માફી માંગે નહીંતર તેને જોતાની સાથે જ મારવામાં આવશે. ત્યારે ફારૂકીએ માર ખાવાના ડરે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી માફી માંગી હોવાનો સામે આવ્યું છે.

    વાયરલ વિડીયો અનુસાર તે શો દરમિયાન તેના દર્શકોને પૂછી રહ્યો છે કે, “દરેક વ્યક્તિ બોમ્બેથી જ છે કે કોઈ બહારથી પણ આવ્યું છે?” ત્યારે એક વ્યક્તિ તેને કહે છે કે તે તલોજાથી આવ્યો છે. ત્યારે ફારૂકી કહે છે કે, “આજે અહિયાં પૂછ્યું એટ્લે તલોજા અલગ થઈ ગયું, નહીંતર ગામડાના લોકોએ પૂછ્યું હોત તો તમે તેમને બોમ્બે જ કહ્યું હોત.” આ પછી મુનવ્વર કોંકણી લોકો માટે અપશબ્દનો પ્રયોગ કરતાં કહે છે, “આ કોંકણી લોકો દરેકને ‘C*&^#’ બનાવે છે.” આ બાબતની મજાક ઉડાવ્યા બાદ ફરીથી તે લોકોને પૂછે કે “તમે કોંકણી છો?”

    ઉલ્લેખનીય છે કે તેનો આ વિડીયો વાયરલ થતાં લોકો તેને માફી માંગવા માટે કહેવા લાગ્યા. ત્યારે BJP નેતા નીતિશ રાણેએ પણ આ વિડીયો અંગે ચેતવણી આપી હતી કે, “આ લીલો સાપ બહુ બોલવા લાગ્યો છે. કોંકણી વ્યક્તિની મજાક ઉડાવનારનું ઘરનું સરનામું અમારી પાસે છે. ટૂંક સમયમાં તેને બરાબર પાઠ ભણાવીશું.” તેમણે વધુમાં કોંકણી સમુદાયનું અપમાન કરવા બદલ મુનવ્વરને પાકિસ્તાન મોકલી દેવા પણ કહ્યું હતું.

    - Advertisement -

    આ મામલે એકનાથ શિંદેના જૂથ શિવસેનાના (Shivsena) નેતા અને પોતે કાઉન્સિલર રહી ચૂકેલા ધારાસભ્ય સદા સરવણકરના પુત્ર સમાધાન સરવણકર પોસ્ટ કરીને કહ્યું હતું કે, “જો મુનવ્વર ફારૂકીએ કોંકણી લોકોની માફી ન માંગી તો આ પાકિસ્તાન પ્રેમી મુનવ્વરને જ્યાં જોઈશું ત્યાં તેને કચડી નાખીશું. કોઈ તેને સમજાવો કે કોઈને કચડવામાં કેવી રીતે આવે છે.” ઉપરાંત તેમણે મુનવ્વરને માર મારનારને એક લાખ રૂપિયા આપવાનું પણ કહ્યું હતું.

    ઉલ્લેખનીય છે લોકોની આલોચના અને મારવાની ધમકીઓ તથા માફી માંગવાની માંગના કારણે મુનવ્વર ફારૂકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માફી માંગી છે. તેણે કહ્યું હતું કે, “થોડા દિવસો પહેલા એક શો હતો, જેમાં હું દર્શકો સાથે વાત કરી રહ્યો હતો. તે દરમિયાન, જ્યારે મેં કોંકણ સમુદાય માટે કંઈક કહ્યું, ત્યારે લોકોએ તેને ઊંધું લીધું. કેટલાક લોકોને લાગે છે કે મેં કોંકણી સમુદાય વિશે કંઇક ખોટું કહ્યું છે અને તેમની મજાક ઉડાવી છે, પરંતુ એવું નથી, મારો કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો. મારું કામ લોકોને હસાવવાનું છે અને હું નથી ઈચ્છતો કે મારા કારણે લોકો દુખી થાય. હું દિલથી માફી માંગુ છું, જેમને ખરાબ લાગ્યું હોય તે મને માફ કરજો.” પોસ્ટમાં મુનવ્વરે કોંકણી ભાષામાં લખ્યું છે, કોકણાવર ખુપ ખુપ પ્રેમ આણી માજી માફી (કોંકણ માટે મારો ખૂબ પ્રેમ અને માફી).

    નોંધનીય છે કે મુનવ્વરે આ મામલે માફી માંગી હોવા છતાં પણ જાણવું આવશ્યક છે કે તે પોતાની કોમેડીના નામે શરૂઆતથી જ ઘણા સમુદાયોની મજાક ઉડાવતો આવ્યો છે. લોકડાઉન દરમિયાન તેના ઘણા વિડીયો સામે આવ્યા હતા જેમાં તે હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો. બાદમાં તેની સામે આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેને જેલની હવા પણ ખાવી પડી હતી. જો કે, બાદમાં તે પોતાની ઇમેજ સુધારવા માટે લોક-અપ અને બિગ બોસ-17માં આવ્યો, જ્યાં તે તેના ભૂતકાળ અને વ્યક્તિગત જીવનને કારણે ઘણા વિવાદોમાં રહ્યો. બહાર આવ્યા પછી, ફરીથી તેણે જૂની આદતો અનુસાર સમુદાયોની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં