Saturday, October 19, 2024
More
    હોમપેજક્રાઈમભગવાન શિવ પર અપમાનજનક ટિપ્પણી કરનાર મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા વિરુદ્ધ નોંધાઈ...

    ભગવાન શિવ પર અપમાનજનક ટિપ્પણી કરનાર મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા વિરુદ્ધ નોંધાઈ FIR: હિંદુ સંગઠનોએ કર્યો હતો વિરોધ

    કોંગ્રેસ ધારાસભ્ય બાબુ જંડેલનો ભગવાન શિવ માટે અપશબ્દોનો ઉપયોગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે જોઈને હિંદુ સંગઠનો અને હિંદુઓની લાગણીઓ દુભાઈ હતી. પરિણામે VHP સહિતના હિંદુ સંગઠનો આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશ (Madhya Pradesh) શ્યોપુરના કોંગ્રેસ ધારાસભ્ય બાબુ જંડેલ (Congress MLA Babu Jandel) વિરુદ્ધ હિંદુ દેવતા માટે અપમાનજનક ટિપ્પણીનો ઉપયોગ કરવા અને હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ (FIR) નોંધવામાં આવ્યો છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP) સહિતના હિંદુ સંગઠનોએ આ મામલે વિરોધ નોંધાવી 18 ઑક્ટોબરે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્ય બાબુ જંડેલનો ભગવાન શિવ માટે અપશબ્દોનો ઉપયોગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે જોઈને હિંદુ સંગઠનો અને હિંદુઓની લાગણીઓ દુભાઈ હતી. પરિણામે VHP સહિતના હિંદુ સંગઠનો આ ઘટનાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તે સાથે જ વિશ્વ હિંદુ પરિષદના લીગલ સેલના માળવા પ્રાંત (ઈન્દોર-ઉજ્જૈન વિભાગ)ના કન્વીનર અને વકીલ અનિલ નાયડુએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

    VHPએ નોંધાવી FIR

    તુકોગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 299 (ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો હેતુ) અને 302 (ઈરાદાપૂર્વક કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. FIR બાદ હિંદુ સંગઠનોએ તેમનું પ્રદર્શન બંધ કર્યું હતું.

    - Advertisement -

    અહેવાલો અનુસાર, તુકોગંજ પહેલાં 17 ઑક્ટોબરે શ્યોરપુરમાં ભગવાન શિવ વિશેની કથિત અપમાનજનક ટિપ્પણી માટે કોંગ્રેસ ધારાસભ્ય બાબુ જંડેલ વિરુદ્ધ FIR નોંધાઈ હતી. ભાજપે પણ જંડેલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. FIR નોંધાયા બાદ જંડેલે દાવો કર્યો હતો કે, વિવાદાસ્પદ વિડીયોને એડિટ કરીને તેની છબી ખરાબ કરવા માટે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જંદેલે પોતાને ‘શિવ ભક્ત’ ગણાવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાઓ હિંદુઓ અને હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વારંવાર ટિપ્પણીઓ કરી તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડતા આવ્યા છે. કોંગ્રેસના મોટા નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતે પણ હિંદુ દેવી-દેવતાઓને લઈને આવા નિવેદનો આપતા રહે છે.

    ભાજપના મધ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ વિષ્ણુ દત્ત શર્માએ લોકસભામાં રાહુલ ગાંધીને પ્રશ્નો કર્યા હતા કે શું સનાતનનું અપમાન કરવું એ જ કોંગ્રેસનો એજન્ડા છે? કોંગ્રેસ ધારાસભ્ય જે પ્રકારેની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે એ મામલે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરવું જોઈએ કે આ મુહબ્બતની દુકાન છે કે ગાળોની. તેમણે એમ પણ પૂછ્યું હતું કે શું કોંગ્રેસ બાબુ જંદેલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં