Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકટ્ટરપંથી માનસિકતા થઈ જગજાહેર: ઈરાનમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓને શાળાએ જતી અટકાવવા ઝેર...

    કટ્ટરપંથી માનસિકતા થઈ જગજાહેર: ઈરાનમાં 100થી વધુ વિદ્યાર્થીનીઓને શાળાએ જતી અટકાવવા ઝેર આપી હત્યાની કોશિશ

    કેટલાક વાલીઓને તેમની બાળકીઓને ઝેર આપવામાં આવ્યું હોવાની શંકા ગઈ હતી. જે બાદ આ મામલે તપાસ આદરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા મુદ્દાને ડામવા માટે ઝેર ન અપાયું હોવાના રીપોર્ટ આપવામાં આવ્યાં હતા.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી હિજાબને લઈને ચર્ચામાં આવેલા ઈરાનમાં કટ્ટરપંથીઓએ 100થી વધુ વિદ્યાર્થીનીઓને ઝેર આપ્યું હોવાના અહેવાલોએ આખા વિશ્વને અચંબામાં નાંખી દીધું છે. અને આ કરતુત કરવા પાછળનું કારણ જાણીને આપ પણ સ્તબ્ધ થઈ જશો. કેટલાક કટ્ટરપંથીઓ ઇચ્છતા હતા કે ઈરાની બાળાઓ શાળાએ ન જાય અને શિક્ષણ ન મેળવે, જેના કારણે હત્યાના આ કાવતરાને અંજામ આપવામાં આવ્યો, હાલ અનેક વિદ્યાર્થીનીઓ દવાખાનાઓમાં સારવાર હેઠળ છે.

    અહેવાલો અનુસાર ઈરાનમાં વિદ્યાર્થીનીઓને ઝેર આપ્યું હોવાની આ ઘટના કોમ નામના શહેરથી સામે આવી છે. આ શહેરને મઝહબી પાક (પવિત્ર શહેર) માનવામાં આવે છે. જ્યાં છેલ્લા કેટલાક મહિનાઓથી શાળાએ જતી વિદ્યાર્થીનીઓ સતત બીમાર પડી રહી હતી. તેમને માથામાં દુખાવો, ચક્કર, કફ, શ્વાસ લેવામાં તકલીફ, ગભરામણ સહીતના અનેક લક્ષણો જોવા મળી રહ્યાં હતા. અને તમામ વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે બાદ તેમણે ઝેર આપવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો.

    કોમ શહેરમાં એક પછી એક વિદ્યાર્થીનીઓ બીમાર પડવા લાગી અનેતેના આંકડા પહેલા 50 અને બાદમાં 100ને વટી ગયા. આ ઘટનાક્રમ નવેમ્બર 2022થી શરુ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તે સમયે પણ એક શાળાની 18 થી વધુ વિદ્યાર્થીનીઓ એક સાથે ગંભીર રીતે બીમાર થઇ હતી. અને તેમની બીમારીના લક્ષણો પણ આ પ્રકારના જ હતા. ત્યાર બાદ અંતિમ ઘટના ગત બુધવારે એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ સામે આવી હતી. જેમાં એક સાથે અનેક વિદ્યાર્થીનીઓમાં આ પ્રકારની બીમારીઓના લક્ષણ જણાયા હતા.

    - Advertisement -

    જે બાદ કેટલાક વાલીઓને તેમની બાળકીઓને ઝેર આપવામાં આવ્યું હોવાની શંકા ગઈ હતી. જે બાદ આ મામલે તપાસ આદરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા મુદ્દાને ડામવા માટે ઝેર ન અપાયું હોવાના રીપોર્ટ આપવામાં આવ્યાં હતા. જોકે તપાસથી અસંતુષ્ટ વાલીઓએ પોતાની બાળકીઓને શાળાએ મોકવાનું બંધ કરી દીધું હતું. અને લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેના કારણે સરકારને આ મામલે ગહન તપાસ કરવાની ફરજ પડી હતી.

    લોકોના રોષ બાદ ફરી કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે બાળકીઓને કોઈ રીતે ઝેર આપવામાં આવી રહ્યું હતું. કેટલાક અહેવાલોમાં જણાવ્યાં અનુસાર વિદ્યાર્થીનીઓનએ વર્ગખંડમાં અલગ પ્રકારની ગંધ આવવાની ફરિયાદ પણ કરી હતી. તો બીજી તરફ શાળામાં આવતા પાણીમાં પણ ઝેરી કેમિકલ ભેળવવામાં આવતા હોવાનો ખુલાસો કરતા ઈરાનના નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ પણ વિદ્યાર્થીનીઓને ઝેર આપતું હોવાની પુષ્ટિ કરી છે.

    મીડિયા અહેવાલો અનુસાર આ બાબતે માહિતી આપતા યુનુસ પનાહીએ જણાવ્યું હતું કે, “શહેરની શાળાઓમાં વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે. જેના પરથી કહી શકાય કે કેટલાક લોકો નથી ઇચ્છતા કે બાળકીઓ ભણવા જાય. અને ગર્લ સ્કુલને બંધ કરવાની નોબત આવે. આ કારસામાં જે કેમિકલ કંપાઉંડ વાપરવામાં આવ્યું છે, તે વધુ ઘાતક નથી. પરંતુ વિદ્યાર્થીનીઓને જાણી જોઇને ઝેર આપવામાં આવતું હતું તે વાત નકારી શકાય નહી. હાલ આ મામલે સઘન તપાસ ચાલી રહી છે. તેમ તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં