Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાની એજન્સીઓ સાથે મળીને શીખો વિરુદ્ધ નફરત ફેલાવી, સાંપ્રદાયિક વૈમનસ્ય સર્જવા ષડ્યંત્ર...

    પાકિસ્તાની એજન્સીઓ સાથે મળીને શીખો વિરુદ્ધ નફરત ફેલાવી, સાંપ્રદાયિક વૈમનસ્ય સર્જવા ષડ્યંત્ર રચ્યું: મોહમ્મદ ઝુબૈર સામે પોલીસ ફરિયાદ

    નૂપુર શર્માની ક્લિપ વાયરલ કરીને ઇસ્લામીઓને ભડકાવનાર ઝુબૈર સામે હવે શીખો વિરુદ્ધ ધાર્મિક ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

    - Advertisement -

    ભાજપ નેતા મનજિન્દર સિંઘ સિરસાએ ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ પાકિસ્તાની એજન્સીઓ સાથે મળીને ક્રિકેટર અર્શદીપ સિંઘ વિરુદ્ધ ખાલિસ્તાની નરેટિવ સેટ કરવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આ બાબતની જાણકારી ટ્વિટર મારફતે આપી હતી. 

    પોલીસ ફરિયાદમાં સિરસાએ ધ્યાન દોર્યું કે ઝુબૈર દ્વારા શૅર કરવામાં આવેલ કેટલાક ટ્વિટ એવા અકાઉન્ટ પરથી કરવામાં આવ્યા હતા, જે તદ્દન નવા હતા અને માત્ર ખાલિસ્તાની નરેટિવ આગળ વધારવા માટે ટ્વિટ કરવા માટે જ બનાવવામાં આવ્યા હોય તેમ પ્રતીત થતું હતું. તેમણે એમ પણ જણાવ્યું કે, કઈ રીતે ઝુબૈરના ટ્વિટને પાકિસ્તાનીઓ દ્વારા શીખ વિરોધી ભાવનાઓ ભકાવવા માટે અને ભારતને બદનામ કરવા સાથે અશાંતિ ફેલાવવા માટે આગળ વધારવામાં આવ્યું હતું. 

    ભાજપ નેતાએ દિલ્હી પોલીસ કમિશનર સમક્ષ ઝુબૈર વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવા અને તપાસ શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ખાલિસ્તાની એજન્ડાના પ્રચાર માટે ઝુબૈર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે. 

    - Advertisement -

    તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે ઝુબૈરે ‘ખાલિસ્તાની’ શબ્દ સર્ચ કરીને સ્ક્રીનશોટ લઇ લીધા હતા અને એવો દાવો કરવાના પ્રયાસ કર્યા હતા કે 4 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ મેચમાં હાર મળવાના કારણે ભારતીય પ્રશંસકો દ્વારા અર્શદીપને ગાળો આપવામાં આવી રહી છે અને ખાલિસ્તાની કહેવામાં આવી રહ્યો છે. 

    તેમણે આગળ જણાવ્યું કે, ઝુબૈરના ટ્વિટનો ઉપયોગ પાકિસ્તાની એજન્સીઓએ ભારતમાં શીખો વિરુદ્ધ નફરત ફેલાવવા માટે અને દેશને બદનામ કરવા માટે કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ઝુબૈરનું આ પગલું ભારતમાં સાંપ્રદાયિક વૈમનસ્ય પેદા કરવાનું એક સુનિયોજિત ષડ્યંત્ર હતું. ખાલિસ્તાની એજન્ડા બનાવવામાં ઝુબૈરની મદદ કોણે કરી હતી તે બાબતની તપાસ કરવાની પણ તેમણે માંગ કરી હતી. 

    ઝુબૈરે શૅર કરેલા ટ્વિટ ઉપરાંત, અર્શદીપના વિકિપીડિયા પેજ પર પણ છેડછાડ કરવામાં આવી હતી. જેની પાછળ પાકિસ્તાન સ્થિત આઈપી એડ્રેસ હોવાનું જાણવા મળ્યું છે. નોંધવું જોઈએ કે વિકિપીડિયાના કોઈ પણ પેજ ઉપર કરવામાં આવેલ સુધારા-વધારા ક્યારે કરવામાં આવ્યા અને કયા આઈપી એડ્રેસ પરથી કરવામાં આવ્યા તે જાણી શકાય છે. 

    ઑપઇન્ડિયાએ પેજ પર કરવામાં આવેલ ફેરફારો સત્યાપિત કરીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આઈપી એડ્રેસ 39.41.171.125 પરથી આ ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં દેશનું નામ (ભારતથી ખાલિસ્તાન), ખેલાડીનું નામ (અર્શદીપની જગ્યાએ મેજર અર્શદીપ સિંઘ બાજવા), જન્મસ્થળ (મોહાલી, પંજાબ-ભારતને બદલે મોહાલી, પંજાબ, ખાલિસ્તાન) વગેરે ફેરફારો થયા હતા. ઉપરાંત, વિકિપીડિયા પેજ પર અખબાર ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનું પણ નામ બદલીને ટાઈમ્સ ઑફ ખાલિસ્તાન કરી નાંખવામાં આવ્યું હતું. તેમજ જ્યાં પણ ભારત નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તે બદલીને ખાલિસ્તાન કરી દેવામાં આવ્યું હતું. જોકે, ગણતરીની મિનિટોમાં વિકિપીડિયાના એડિટરોએ ફરી સુધારા કરી દીધા હતા. 

    આ મામલો સામે આવ્યા બાદ ભારત સરકારના આઇટી મંત્રાલયે વિકિપીડિયાના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે અને આ મામલે ખુલાસા માંગ્યા છે. એમ પણ જણાવવામાં આવ્યું છે કે આઈટી સચિવની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય સમિતિ વિકિપીડિયાના જવાબદાર માણસો સાથે મુલાકાર કરશે અને તેમની પાસેથી તમામ ખુલાસા માંગવામાં આવશે. 

    અહીં એ નોંધવું પણ જરૂરી છે કે, મોહમ્મદ ઝુબૈર એ જ વ્યક્તિ છે જેણે ગત મે મહિનામાં ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની એક ટીવી ડિબેટની ક્લિપ શૅર કરી હતી, જેમાં તેમણે ઇસ્લામના પયગંબર સબંધિત ટિપ્પણી કરી હતી. જોકે, નૂપુરની ટિપ્પણીઓ ઇસ્લામિક ગ્રંથો પર આધારિત હોવા છતાં ઝુબૈરે ઓનલાઇન ટોળાને ઉશ્કેરર્યા હતા અને ત્યારબાદ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો હતો. જેનું પરિણામ એ આવ્યું કે નૂપુરની અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે ઉભા રહેનાર અને તેમનું સમર્થન કરનારને ધમકીઓ મળવા માંડી હતી. એટલું જ નહીં, પરંતુ તેમાંથી કેટલાકની હત્યા પણ થઇ હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં